Whatsapp લઈને આવી રહ્યું છે 3 નવા ફીચર, જાણીને તમે પણ ચોંકી જશો

Whatsapp ના નવા ફિચર્સ: દુનિયાનું નંબર વન મેસેજિંગ એપ whatsapp અવારનવાર નવા ફીચર લઈને આવતું હોય છે. ત્યારે 9 ઓગસ્ટ ના રોજ whatsapp એ તેના ત્રણ નવા ફીચરની જાહેરાત કરી છે.

નવા આવનારા ત્રણેય ફિચર યુઝરને પ્રાઇવેસીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યા છે. અત્યારે ટેકનોલોજીના સમયમાં પ્રાઇવેસી એ મહત્વનું પાસું છે. કોઈપણ એપ કેટલું સુરક્ષિત છે તે તેની પ્રાઇવેસી ના આધારે નક્કી કરવામાં આવે છે. આમ તો, યુજરની સુરક્ષા માટે whatsapp પર ઘણા બધા ફીચર છે.

WhatsApp ના નવા ફીચર
WhatsApp ના નવા ફીચર

Whatsapp ના નવા ફીચર

વોટ્સઅપે તેની વેબસાઈટ પર આવી રહેલા નવા ત્રણ ફીચર વિશેની જાહેરાત કરી હતી. આ ત્રણેય ફી ચર વિશેની સંપૂર્ણ માહિતી અહીં આપેલ છે.

કોણ તમને Online જોઈ શકશે તે પસંદ કરો

અત્યારે Whatsapp પર ઓનલાઇન ચેટ કરવું બધાને ગમે છે, પરંતુ ઓનલાઇન હોઈએ તેની જાણ અમુક વ્યક્તિઓને ન થાય તેવું પણ ઈચ્છીએ છીએ. તો whatsapp એક નવું ફીચર લાવ્યું છે, જેના થકી તમે Online છો તે તમે કોને બતાવવા માંગો છો તે પસંદ કરી શકશો. Whatsapp માં સ્ટેટસ ની જેમ તમે Online છો કે નહિ તે જેટલા કોન્ટેક્ટને જોવા દેવા માંગો છો તે પસંદ કરી શકશો. આ ફીચર નું નામ Choose Who Can See When You’re Online અને ઓગસ્ટ મહિનાના અંત સુધી લગભગ બધાના whatsapp પર આવી જશે.

કોઈને પણ જાણ ન થાય એ રીતે ગ્રુપ માંથી લેફ્ટ થાઓ

જ્યારે આપણે કોઈપણ ગ્રુપમાંથી left થઈએ છીએ ત્યારે માં રહેલા તમામ વ્યક્તિઓને જાણ થઈ જાય છે. પરંતુ હવે whatsapp એવું ફીચર લઈને આવી રહ્યું છે, જેના થકી જ્યારે તમે ગ્રુપમાંથી લેફ્ટ થાવ છો ત્યારે ગ્રુપમાં લેફ્ટ થયાનો મેસેજ આવશે નહીં. ગ્રુપના એડમીન સિવાય કોઈને પણ તમારા લેફ્ટ થયાની જાણ થશે નહિ. આ ફીચર Leave Groups Silently ના નામે ઓગસ્ટના અંત સુધીમાં રોલઆઉટ થઈ જશે.

View Once મેસેજમાં સ્ક્રીનશોટ નહિ પડે.

Whatsapp દ્વારા થોડા સમય પહેલા View Once મેસેજ ફિચર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેના થકી સેન્ડ કરેલ મેસેજ માત્ર એક જ વખત જોઈ શકાતો હતો. પરંતુ જ્યારે કોઈ ફોટો કે મેસેજ View Once તરીકે મોકલવામાં આવે, તો સામે વાળી વ્યક્તિ તેને સાચવવા સ્ક્રીનશોટ પાડી લે છે. Whatsapp ના નવા ફીચર દ્વારા View Once કરી મોકલેલ મેસેજનો સ્ક્રીનશોટ નહિ પાડી શકાય. આ ફીચર પણ યુજરની સુરક્ષાને લઈને ખૂબ જ અસરકારક બનશે.

સારાંશ

આશા રાખીએ કે, Whatsapp માં આવી રહેલા નવા ફીચર વિશેની આ માહિતી તમને ગમી હશે. ટેક્નોલોજીમાં આવતી અવનવી માહિતી જે આપણા માટે જાણવી જરૂરી છે. આવી જ અન્ય માહિતી માટે અમારા Whatsapp ગ્રુપ અને Telgram ચેનલમાં જોડાઈ જાઓ.

જોડાઓ WhatApp ગ્રુપમાં Click Here
જોડાઓ Telegram ચેનલમાં Click Here

આ પણ જુઓ

Leave a Comment

જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં Click Here