વૃદ્ધ પેન્શન યોજના

ગુજરાતમાં વૃદ્ધ વ્યક્તિઓ માટે રાજ્ય સરકારે ઘણી યોજનાઓ અમલમા મૂકી છે, જેમાંથી આ એક વૃદ્ધ પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે, આથી ઘરડા લોકોને જીવન જરૂરિયત માટે દર મહિને રોકડ સહાય મળે છે.

આ આર્ટિકલમાં આપણે જાણીશું કે,

 • વૃદ્ધ પેન્શન યોજના શું છે?
 • વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?
 • વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલી સહાય મળશે ?
 • વૃદ્ધ પેન્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈએ ?
 • વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું ?

અહીં આપણે સૌથી પહેલા વૃદ્ધ પેન્શન યોજના શું છે તે જાણીએ,

વૃદ્ધ પેન્શન યોજના

આ પેન્શન યોજના ગુજરાત સરકાર દ્વારા 60 વર્ષ થી ઉપરના વક્તીઓ માટે શરૂ કરવામાં આવી છે, જેમાં તેમને દર મહિને રોકડ રકમ આપવામાં આવે છે. આ યોજનાથી તેમના જીવનમાં રાહત અને સુખ સુવિધા મળે છે.

વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

આ વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે તે સંપૂર્ણ વિગત નીચે મુજબ આપેલ છે.

 • 60 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વૃદ્ધ વ્યક્તિઓ ને સહાય મળવાપાત્ર હોય છે.
 • 21 વર્ષથી વધુ વયનો પુત્ર ન હોવો જોઈએ. પુત્ર હોય પરંતુ શારીરિક, માનસિક અપંગતા ધરાવતો કે કેન્સર, ટી. વી ગંભીર માંદગીથી પીડાતો હોય તો આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
 • ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) Indira Gandhi National Old Age Pension Scheme – (IGNOAPS) હેઠળ વ્યકિત ની ઉંમર 60 વર્ષ થી વધુ હોવી જોઈએ.
 • બી.પી.એલ.યાદીમાં 0 થી 16 ના સ્કોરમાં સમાવિષ્ટ ધરાવતા હોય તેમને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
 • વૃદ્ધ પેન્શન યોજના (વય વંદના) સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે (Income Eligibility Criteria for Age Pension Scheme ) કુટુંબની વાર્ષિક આવક 1,20,000 (એક લાખ વીસ હજાર) તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 (એક લાખ પચાસ હજાર) ની જોગવાઈ સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલ છે એટલે આટલી આવક હોય તો આ યોજના મળવાપાત્ર છે.

વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલી સહાય મળશે ?

આ પેન્શન યોજનામાં દર મહિને નીચે પ્રમાણે રોકડ સહાય મળશે.

 • વૃદ્ધ પેન્શન યોજના ના લાભાર્થીઓને દર મહિને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 750/- રૂપિયા જમા કરવામાં આવે છે.

વૃદ્ધ પેન્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈએ ?

આ યોજનાની અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ આપેલ છે.

 1. આધાર કાર્ડ
 2. આવક અંગેનો દાખલો (ઉપર મુજબ આવક હોવી જોઈએ)
 3. પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા
 4. જન્મ પ્રમાણત્ર (જન્મ તારીખ નો દાખલો)
 5. રેશન કાર્ડની નકલ
 6. બેંક અથવા પોસ્ટ પાસબુક
 7. મોબાઈલ નંબર
 8. 21વર્ષનો પુત્ર નથી તેનું પ્રમાણપત્ર (તલાટી કમ મંત્રી)
 9. દર વર્ષે હયાતીનુ પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું ?

વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી ફોર્મ અલગ – અલગ રીતે ભરી શકાય છે જે નીચે મુજબ માહિતી આપેલ છે.

 • ગુજરાત સરકાર દ્વારા Vrudh Pensan Yojana અન્‍વયે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે જે ઓનલાઈન સેન્ટર પર થતી હોય છે.
 • ગ્રામપંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી અથવા CSC સેન્ટર પરથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરી અરજી કરવાની હોય છે.
  સૌપ્રથમ Vrudh Pensan Yojana ફોર્મ ની જેરોક્ષ મેળવીને અરજી ગ્રામ પંચાયતના VCE ને આપવાનું રહેશે ત્યાર પછી VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન ફોર્મ ભરી એન્ટ્રી કરવામાં આવશે.
 • તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને ત્યાં ચકાસણી થશે.
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે: અહીં ક્લિક કરો
ગ્રુપમાં જોડાવા માટે: અહીં ક્લિક કરો 

અન્ય માહિતી

વૃદ્ધ પેન્શન યોજના વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

વૃદ્ધઓ માટે ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

વૃદ્ધ પેન્શન યોજના માટે અરજી કઈ વેબસાઈટ પર કરવાની છે ?

https://www.digitalgujarat.gov.in

વૃદ્ધ પેન્શન યોજનામાં કેટલી સહાય મળે છે ?

વૃદ્ધ પેન્શન યોજનામાં દર મહીને રૂપિયા ₹750/- સહાય મળે છે.

વૃદ્ધ પેન્શન યોજના માટે શું ઉંમર મર્યાદા છે ?

વૃદ્ધ પેન્શન યોજના નો લાભ 60 વર્ષ કે તેથી વધુ વય ના લોકો ને મળવાપાત્ર છે.

Leave a Comment