TRAIનો નવો ઓર્ડર! હવે રિચાર્જ કર્યા વગર આટલા દિવસો સુધી સિમ બંધ નહીં થાય

TRAI ઓર્ડર : TRAIનો નવો ઓર્ડર! હવે રિચાર્જ કર્યા વગર આટલા દિવસો સુધી સિમ બંધ નહીં થાય. ટેલિકોમ રેગ્યુલેટર TRAIએ નવો આદેશ બાર પડ્યો છે. આ આદેશ દરમિયાન હવે ટેલિકોમ કંપનીઓએ કોઈપણ સંજોગોમાં 30 દિવસનો ઓછામાં ઓછો એક પ્લાન ઓફર કરવો પડશે. ગ્રાહકોની ફરિયાદ બાદ TRAIએ આ નિર્ણય લીધો છે. એપ્રિલ મહિનામાં TRAI એ આ સંબંધમાં કંપનીઓને સૂચનાઓ આપી હતી કે તેઓએ પ્લાન વાઉચર અને પ્લાન વાઉચર રિન્યુઅલ કેટેગરીમાં ઓછામાં ઓછો એક એવો બદલાવ લાવવો પડશે જેની વેલિડિટી 30 દિવસની હશે.

TRAI ઓર્ડર બાદ તમામ ટેલિકોમ કંપનીઓએ એક મહિનાની વેલિડિટી સાથે કેટલાક પ્લાન લોન્ચ કર્યા છે.

આ આર્ટિકલમાં તમે જાણશો કે,

  • TRAI ઓર્ડર શું છે ?
  • TRAI ઓર્ડર: એરટેલના બે પ્લાન
  • TRAI ઓર્ડર: BSNL અને MTLN પ્લાન
  • TRAI ઓર્ડર: Jio પ્લાન
  • TRAI ઓર્ડર: Vodafone Idea (Vi) રિચાર્જ પ્લાન

સૌથી પહેલાં આપણે જાણીશું કે TRAI ઓર્ડર શું છે;

TRAI ઓર્ડર

TRAIએ આ પ્લાન્સની યાદી બહાર પાડી છે. વપરાશકર્તાઓની ફરિયાદો મળ્યા પછી TRAIએ ટેલિકોમ કંપનીઓને આવા રિચાર્જ પ્લાન બાર પડવાની સૂચના આપી હતી. અગાઉ મોટાભાગના પ્લાન્સમાં 28 દિવસની વેલિડિટી ઉપલબ્ધ હતી. જો કે 28 દિવસની વેલિડિટી સાથેના પ્લાન હજુ પણ ઉપલબ્ધ છે. જાણો કયા-કયા પ્લાન પર 30 દિવસની વેલિડિટી આપવામાં આવે છે.

TRAI ઓર્ડર એરટેલના બે પ્લાન

એરટેલના પોર્ટફોલિયોમાં 128 અને 131રૂપિયાના બે પ્લાન છે. તમને 128 રૂપિયામાં 30 દિવસની વેલિડિટી મળશે. જેમાં લોકલ અને એસ.ટી.ડી કોલ 2.5 પૈસા પ્રતિ સેકન્ડના દરે ઉપલબ્ધ છે. જ્યારે રાષ્ટ્રીય વિડિયો કૉલ્સ 5 પૈસા પ્રતિ સેકન્ડ, ડેટા 50 પૈસા પ્રતિ MB અને SMS (₹ 1 સ્થાનિક અને ₹ 1.5 STD)ના દરે ઉપલબ્ધ થશે. 131 રૂપિયાના પ્લાનમાં તમને આ બધી સેવાઓ એક મહિનાની વેલિડિટી સાથે મળશે.

TRAI ઓર્ડર BSNL અને MTLN પ્લાન

BSNLનો 30 દિવસની વેલિડિટી સાથેનો રિચાર્જ પ્લાન રૂપિયા 199માં ઉપલબ્ધ છે જ્યારે એક મહિનાની વેલિડિટી પ્લાનની કિંમત રૂપિયા 229 છે. અને MTNL કંપની 151 રૂપિયા અને 97 રૂપિયાના બે પ્લાન ઓફર કરે છે.

TRAI ઓર્ડર Jio પ્લાન

Jio એ TRAI ના આદેશ પછી તેના પોર્ટફોલિયોમાં બે પ્લાન પણ ઉમેર્યા છે. એક મહિનાની વેલિડિટી સાથેનો Jio પ્લાન 259 રૂપિયામાં આવે છે. આ રિચાર્જ પ્લાનમાં તમને દરરોજ 1.5GB ડેટા, અમર્યાદિત કૉલ્સ, દૈનિક 100 SMS અને Jio એપ્સનું સબ્સ્ક્રિપ્શન આપવામાં આવે છે. તે જ સમયે 30 દિવસની માન્યતા સાથેનો પ્લાન 296 રૂપિયામાં આવે છે. આ પ્લાનમાં ગ્રાહકોને 30 દિવસની વેલિડિટી માટે 25GB ડેટા, અમર્યાદિત કૉલ્સ અને દૈનિક 100 SMS મળે છે.

TRAI ઓર્ડર Vodafone Idea (Vi) રિચાર્જ પ્લાન

30 દિવસની વેલિડિટી સાથે વોડાફોન આઈડિયાનો પ્લાન 137 રૂપિયાનો છે. આમાં ગ્રાહકોને 10 લોકલ નાઇટ મિનિટ્સ, 2.5 પૈસા પ્રતિ સેકન્ડના દરે કોલિંગ, 1 રૂપિયા અને 1.5 રૂપિયાના દરે સ્થાનિક અને STD SMS ma લાભ મળે છે. આ તમામ સેવાઓ એક મહિના માટે 141 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં પણ ઉપલબ્ધ હશે.

Leave a Comment