મોબાઈલમાં Resume/CV કેવી રીતે બનાવો – માત્ર 10 મિનિટમાં

Resume/CV: એક ખરાબ Resume/CV તમારી બધી મહેનત બગાડી શકે છે. કારણ કે આ તમારું પહેલું હથિયાર છે, જે નોકરી મેળવવા અને ના મળવાનું કારણ બની શકે છે. તો આજે આપણે ઘરે બેસીને મોબાઈલમાં Resume/CV કેવી રીતે બનાવી શકાય તે શીખીશું, જેથી તમારે સાયબર કાફે પણ ન જવું પડે.

આપણે આ આર્ટિકલમાં જાણીશું કે,

 • મોબાઈલમાં Resume/CV કેવી રીતે બનાવો 

 • Resume/CV ને PDF File મા Save કેવી રીતે કરવો 

મોબાઈલમાં Resume/CV કેવી રીતે બનાવો ?

હવે આપણે મોબાઈલમાં Resume/CV બનાવવાની પ્રક્રિયા નીચે મુજબ જાણીએ;

 • સૌ પ્રથમ Resume Builder https://play.google.com/store/apps/details?id=icv.resume.curriculumvitae&hl=en_IN&gl=US આ લીંક પરથી ઇન્સ્ટોલ કરો
 • ત્યાર બાદ, તમારે “CREATE” વિકલ્પ પર જવું પડશે. તે પછી તમારે એક પછી એક તમારી Profile Details ભરવાની રહેશે.
 • Personal Detailsમાં તમારે નીચે આપેલ માહિતી ધ્યાન થી ફોર્મમાં ભરીને SAVE કરવાની રહેશે;
  • તમારું પૂરું નામ,
  • તમારું સરનામું,
  • ઇ-મેઇલ એડ્રેસ,
  • ફોન નંબર,
  • એક તમારો ફોટો,
  • પછી, Photo ને Insert કરવા માટે CHANGE બટન પર ક્લિક કરો અને તમારા મોબાઈલની ફોટો ગેલેરી માંથી ફોટો પસંદ કરો.
  • છેલ્લે બધી વિગતો દાખલ કર્યા પછી Save બટન પર ક્લિક ક્લિક કરો.
 • ફોર્મમાં Education વિભાગમાં તમારી લાયકાતની વિગતો દાખલ કરવાની રહેશે;
  • તમે કઈ ડિગ્રીનો અભ્યાસ કર્યો છે,
  • તમે કઈ કોલેજ/યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે?
  • તમને કેટલો ગ્રેડ/ટકાવારી મળી,
  • તમે કયા વર્ષમાં કોર્સ પૂરો કર્યો,
  • તમે તમારા સમગ્ર શિક્ષણ રેકોર્ડ્સ ભરી શકો છો. આ માટે, દરેક માહિતીને સેવ કર્યા પછી, ADD બટનને ટચ કરો.
 • Experience: કદાચ તમે કોઈ કંપનીમાં કામ કર્યું હશે. આ કિસ્સામાં, તમે નીચેની માહિતી ભરો;
  • કંપનીનું નામ શું હતું
  • તમે કયા પદ પર કામ કર્યું
  • તમે ક્યારે જોડાયા અને ક્યારે છોડી.
  • જો તમે કોઈ ઇન્ટર્નશિપ કરી હોય તો તમે તેને પણ અહીં લખી શકો છો.
 • આજ રીતે તમે, Technical, SkillsGoal and Objective, Reference, Projects, Achievements & Awards અને Industrial Exposure વિભાગની તમામ વિગતો દાખલ કરી શકો છો.
 • ઉપર મુજબ તમામ વિગતો દાખલ કર્યા પછી Resume તૈયાર કરવા માટે “View CV” બટન પર ક્લિક કરવાની રહેશે.
 • ત્યાં, તમને 40થી વધારે Resume Formats જોવા મળશે, તમે કોઈ પણ Resume Format સીલેક્ટ કરીને “Download” બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • બસ! આટલું કરશો એટલે તમારો Resume/CVPDF File મા Save થઈ જશે.

અન્ય માહિતી

મોબાઈલમાં Resume/CV કેવી રીતે બનાવો, તે વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

ઉમેદવારો માટે ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

RESUME/CV કેટલા પેજ નો હોય છે ?

RESUME/CV 1 કે 2 પેજ નો હોય છે

શું RESUME અને Bio-Data એક જ છે ?

ના ! બંને અલગ-અલગ છે, બંનેનો ઉપ્યો પણ અલગ થાય છે

શું આપણે RESUME PDFમાં ડાઉનલોડ કરી શકીએ ?

હા ચોક્કસ, કારણ કે RESUMEની સોફ્ટ કોપી હંમેશા PDF ફાઇલમાં જ મોકલવામાં આવે છે.

Leave a Comment