તમારા રેશનકાર્ડ પર કેટલું અનાજ મળવાપાત્ર છે? આ રીતે જાણો

સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને વિવિધ યોજનાઓ હેઠળ મફત અને અત્યંત ઓછા દરે અનાજ, તેલ વગેરે ખાદ્યસામગ્રી આપવામાં આવે છે. પરંતુ ઘણી વખત સરકાર દ્વારા આપવામાં આવતી આ સામગ્રી રેશનકાર્ડ ધારકો સુધી પહોંચતી નથી. રેશનકાર્ડ ધારકોના કેટલી વસ્તુ મળવા પાત્ર છે તેની પણ જાણ હોતી નથી.

સૌથી પહેલા તો રેશનકાર્ડ ધારક તરીકે તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે તેની જાણ હોવી જોઈએ.

આ આર્ટિકલમાં તમે વાંચશો,

 • તમારા રેશનકાર્ડ પર કેટલું અનાજ મળવાપાત્ર છે?
 • રેશનકાર્ડ પર મળવાપાત્ર અનાજનો જથ્થો કઈ રીતે ચેક કરવો?
 • જો પૂરતો જથ્થો ના મળતો હોય તો ક્યાં ફરિયાદ કરવી?
રેશનકાર્ડ પર મળવાપાત્ર જથ્થો
રેશનકાર્ડ પર મળવાપાત્ર જથ્થો

તમારા રેશનકાર્ડ પર કેટલું અનાજ મળવાપાત્ર છે?

તમે NFSA ના APL, BPL કે અન્ય રેશનકાર્ડ ધારક છો, નીચેના સ્ટેપ અનુસાર તમને મળવાપાત્ર અનાજનો જથ્થો ચેક કરી શકો છો:

 1. સૌથી પહેલા, IPDS ની ઓફિશિયલ વેબસાઈટ https://ipds.gujarat.gov.in/ પર જાઓ.
 2. ત્યારબાદ, ત્યાં આપેલ Link માંથી “તમને મળવાપાત્ર જથ્થો જાણો” પર ક્લિક કરો. અથવા અહીં ક્લિક કરો.
 3. તમારી સામે જે નવું પેજ ખુલે તેમાં તમારો રેશનકાર્ડ નંબર દાખલ કરો અને ત્યાં આપેલ કેપ્ચા કોડ દાખલ કરો.
 4. હવે, View/જુઓ બટન પર ક્લિક કરો.
 5. બસ, તમારી સામે તમને મળવાપાત્ર અનાજના જથ્થાની માહિતી ખૂલી જશે.

નોંધ: જો તમારી પાસે રેશનકાર્ડ ન હોય તો પણ તમે તમારા રેશનકાર્ડ નો પ્રકાર, ગેસ કનેકશન અને તમારા પરિવારજનોની સંખ્યા નાખી તમને મળવાપાત્ર અનાજનો જથ્થો ચેક કરી શકો છો.

રેશનકાર્ડ પર પુરતો જથ્થો ન મળે તો ક્યાં ફરિયાદ કરવી?

જો તમારા રેશનકાર્ડ પર તમને પૂરતો જથ્થો નથી મળી રહ્યો, તો તેના વિશે તમે ઓનલાઈન અને કોલ કરીને ફરિયાદ કરી શકો છો.

ફરિયાદ કરવા માટે ફોન નંબર : 1800-233-5500

અથવા

 1. સૌપ્રથમ, ipds.gujarat.gov.in/PGRS/Complaint.aspx લીંક પર જાઓ.
 2. ત્યારબાદ, તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને તેના ઉપર આવેલ OTP નાખો.
 3. ત્યારબાદ તમારી સામે ફરિયાદ કરવા માટેનું ફોર્મ ખૂલી જશે. જેમાં માંગેલ બધી જ માહિતી ભરો.
 4. છેલ્લે, સિક્યોરીટી કોડ નાખી ત્યાં આપેલ Submit બટન પર ક્લિક કરો.
 5. બસ તમારી ફરિયાદ નોંધાઈ જશે.

રેશનકાર્ડ માટે કરેલ ફરિયાદનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું?

 1. સૌપ્રથમ, ફરિયાદનું સ્ટેટસ ચેક કરવા માટેના પેજ પર જવા અહીં ક્લિક કરો.
 2. તમારી સામે પેજ ખુલે તેમાં તમારો ફરિયાદ નંબર દાખલ કરો.
 3. ત્યાં આપેલ જુઓ બટન પર ક્લિક કરો, બસ તમારી સામે ફરિયાદનું સ્ટેટસ આવી જશે.

સારાંશ

આ આર્ટીકલમાં, રેશનકાર્ડ પર મળવાપાત્ર અનાજ નો જથ્થો કઈ રીતે ચેક કરવો? તથા જો પૂરતો જથ્થો ના મળતો હોય તો તેની ફરિયાદ ક્યાં કરવી? તેના વિશેની માહિતી તમને ઉપયોગી બનશે. રેશનકાર્ડનું દર મહિને થતું અનાજ વિતરણ અને રેશનકાર્ડમાં ફેરફાર કરવા વિશેની માહિતી પણ તમે વાંચી શકો છો.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

Leave a Comment