નવું રેશનકાર્ડ કઢાવવા કે રેશનકાર્ડમાં ફેરફાર કરવા શું કરવું? કયા ડોક્યુમેન્ટ જોઈએ?

ગુજરાત રાજ્યમાં આજે ઘરદીઠ બધાની પાસે રેશનકાર્ડ છે. પરંતુ ક્યારેક આ રેશનકાર્ડ માં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે. આવી પરિસ્થિતિમાં શું કરવું? અહી અમે આ જ મુશ્કેલીનું નિવારણ કરવાનો પ્રયત્ન કર્યો છે.

અહી,

 • નવા રેશનકાર્ડ માટે અરજી કઈ રીતે કરવી ?
 • નવું રેશનકાર્ડ કઢાવવા, ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા, રેશનકાર્ડ વિભાજન કે અલગ કરવા, રેશનકાર્ડમાં નામ ઉમેરવા, રેશનકાર્ડમાં નામ કમી કરવા અને રેશનકાર્ડમાં અન્ય સુધારા કરવા માટે શું શું ડોક્યુમેન્ટ જોઈએ?
 • રેશનકાર્ડમાં સુધારા કરવા માટે કઈ રીતે અને ક્યાં ફોર્મ ભરવું?

આવી બધી જ માહિતી વિગતવાર રીતે આ આર્ટિકલમાં આપેલ છે.

રેશનકાર્ડ માટે અરજી કઈ રીતે કરવી
રેશનકાર્ડ માટે અરજી કઈ રીતે કરવી

રેશનકાર્ડ શું છે ?

ગુજરાતમાં રહેઠાણ કરતાં દેશના તમામ નાગરીકોને રેશનકાર્ડ મેળવવાનો અધિકાર છે. કુટુંબમાં કુલ સભ્યોની સંખ્યાના આધારે રાશનકાર્ડ આપવામાં આવે છે. તેનો ઉપયોગ વાજબીભાવ અને રાશનની દુકાનમાંથી જરૂરી અનાજ ખરીદવા માટે થાય છે. રાશન કાર્ડ ઘણી કેટેગરીમાં આવે છે, જે વ્યક્તિની આવકની મર્યાદા જોઈને આપવામાં આવે છે. આ માટે ગુજરાત સરકારે નક્કી કરેલા નમૂના પ્રમાણે ફોર્મમાં કુટુંબની સંપૂર્ણ માહીતી આપીને પોતાના તાલુકા કચેરીમાં જરૂરી ડૉક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે. કયા ફેરફાર માટે શું ડોક્યુમેન્ટ જોઈશે તેની વિગત અહી આપેલી છે.

નવું રેશનકાર્ડ કઢાવવા માટે શું કરવું ?

નવું રેશનકાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ નીચે મુજબ આપેલ છે. નવા રેશનકાર્ડ માટે કયા અરજી કરવી તેની માહિતી પણ નીચે આપેલ છે.

 1. નોકરી કરતા હોય તો સંબંધિત સંસ્થાના પગારની વિગત સહિતનું પ્રમાણપત્ર.
 2. ઈન્કમટેક્ષ ભરતા હોય તો ઈન્કમટેક્ષ PAN નો પુરાવો.
 3. સેલ્સટેક્ષ ભરતા હોય તો સેલ્સટેક્ષનો નંબરનો પુરાવો.
 4. જમીન વિહોણા ખેત મજુર હોય તો તે અંગેના દાખલાની વિગત.
 5. રદ કરાવેલ રેશનકાર્ડ અથવા નામ કમી કર્યાના પ્રમાણપત્રો.
 6. રહેઠાણનો પુરાવો.
 7. ગેસ જોડાણ ધરાવતા હોય તો સંબધિત ગેસ એજન્સીની પહોચ.
 8. બહારના રાજ્યમાં અગાઉ રહેતા હોય તો જે તે રાજ્યમાં અગાઉ રહેવાસ કરેલ હોય તેની વિગત.
 9. અગાઉ કોઈ રેશન કાર્ડ ન હોય તો સોગંદનામું, નમુના ૮૨ મુજબનું.

ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

ડુપ્લીકેટ રેશનકાર્ડ કઢાવવા માટે જરૂરી પુરાવા નીચે મુજબ આપેલ છે.

 1. રહેઠાણનો પુરાવો:
  • લાઈટબીલ અથવા વેરાબિલ
 2. ઓળખાણનો પુરાવો:
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • આધારકાર્ડ
 3. સેવા માટે જરૂરી પૂરાવા:
  • ખરાબ થઇ ગયેલ ના કિસ્સામાં ઓરીજીનલ રેશનકાર્ડ

રેશનકાર્ડ અલગ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

રેશનકાર્ડ વિભાજન કે અલગ કરવા માટે જરૂરી પુરાવા નીચે મુજબ આપેલ છે.

 1. રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)
  • લાઈટબીલ તથા વેરાબિલ
  • માલિકીના કિસ્સામાં આકારણી પત્રક
  • મિલકત વેરા ની પહોંચ
  • ભાડા ના કિસ્સા માં ભાડા કરાર , મકાન માલિકી ની સંમતિ તથા મિલકત નો પુરાવો
  • પ્રોપર્ટી કાર્ડ ની નકલ
 2. ઓળખાણનો પુરાવો
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • આધારકાર્ડ
 3. અન્ય પુરાવા
  • ઓરીજીનલ રેશનકાર્ડ
 4. સેવા માટે જરૂરી પૂરાવા
  • કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો
  • મહેસુલ ની પાવતી
  • વરસાઇ પેઢીનામું નોટરાઇઝડ
  • બી. પી. એલ. યાદીમાં 21 થી 28 સ્કો 2માં નામ ધરાવતા હોય તો આધાર પુરાવો.
  • વસિયતનામની પ્રમાણિત નકલ

રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

જ્યારે બાળક જન્મે કે પરિવારમાં નવવધૂ આવે ત્યારે રેશનકાર્ડમાં નવું નામ ઉમેરવાની જરૂરિયાત ઊભી થાય છે. રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે જરૂરી પુરાવા નીચે મુજબ આપેલ છે.

 1. રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)
  • લાઈટબીલ તથા વેરાબિલ
 2. ઓળખાણનો પુરાવો
  • ડ્રાઈવિંગ લાઇસન્સ
  • આધારકાર્ડ
 3. અન્ય પુરાવા
  • ઓરીજીનલ રેશનકાર્ડ
  • નવા સભ્યનો ફોટો
 4. સેવા માટે જરૂરી પૂરાવા
  • જન્મદાખલો (જો સભ્ય બાળક હોઇ તો)
  • લગ્ન પ્રમાણપત્ર (જો સભ્ય નવવધુ હોઇ તો)
  • લગ્ન કરીને આવેલ નવવધુ ના પિયર પક્ષના રેશનકાર્ડ માંથી નામકમીનું સર્ટીફીકેટ લઇ મુકવું

રેશનકાર્ડમાં નામ કમી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

લગ્ન, છૂટાછેડા કે મૃત્યુ પામેલ વ્યકિતનું નામ રેશનકાર્ડ માંથી કમી કરાવવુ જરૂરી છે. રેશનકાર્ડમાં નામ કમી કરવા માટે જરૂરી પુરાવા નીચે મુજબ આપેલ છે.

 1. રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)
  • લાઈટબીલ તથા વેરાબિલ
 2. ઓળખાણનો પુરાવો
  • ડ્રાઈવિંગ લાઇસન્સ
  • આધારકાર્ડ
 3. અન્ય પુરાવા
  • ઓરીજીનલ રેશનકાર્ડ
 4. સેવા માટે જરૂરી પૂરાવા
  • લગ્ન પ્રમાણપત્ર (જો દીકરી લગ્ન થઇ ગયા હોઇ તો)
  • છૂટાછેડા નું પ્રમાણપત્ર (જો છૂટાછેડા થયેલ હોઈ અને રેશનકાર્ડ માંથી નામ કમી કરવાનું હોઈ તો)
  • મરણદાખલો (જો સભ્ય નું મૃત્યુ થયું હોઈ તો)

રેશનકાર્ડમાં અન્ય સુધારા કરવા માટે

રેશનકાર્ડમાં અન્ય સુધારા કરવા માટે જરૂરી પુરાવા નીચે મુજબ આપેલ છે.

 • રહેઠાણનો પુરાવો (કોઇપણ એક)
  • લાઈટબીલ તથા વેરાબિલ
 • ઓળખાણનો પુરાવો
  • ડ્રાઈવિંગ લાઇસન્સ
  • આધારકાર્ડ
 • અન્ય પુરાવા
  • ઓરીજીનલ રેશનકાર્ડ
 • સેવા માટે જરૂરી પૂરાવા
  • કુમુ પત્ર જો લાગુ પડતું હોય તો
  • મહેસુલ ની પાવતી
  • વરસાઈ પેઢીનામું નોટરાઇઝડ
  • ગેજેટપત્ર ની ખરીનકલ

રેશનકાર્ડ માટે અરજી કઈ રીતે કરવી ?

રેશનકાર્ડમાં જેતે સુધારા વધારા કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વિગતો જોયા પછી અરજી કઈ રીતે અને ક્યાં કરવી તેની માહિતી પણ જાણવી જરૂરી છે.

અરજદાર રેશનકાર્ડની અરજી બે પ્રકારે કરી શકે છે: 1. ઓનલાઇન અરજી અને 2. ઓફ્લાઈન અરજી

1. ઓફલાઇન અરજી: આ અરજી જે તે પુરવઠા વિભાગ ની તાલુકા કચેરી તથા મામલતદાર કચેરી તથા તાલુકા વિકાસ અધિકારીની કચેરી માંથી ફોર્મ મેળવી શકે છે અથવા ડિજિટલ ગુજરાત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ પરથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરી શકે છે: https://www.digitalgujarat.gov.in

2. ઓનલાઈન અરજી: આ અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ ઓપન કરીને અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવા સ્ટેપ બાય સ્ટેપ ગુજરાતીમાં માહિતી માટે અહી ક્લિક કરો.

ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે: અહી ક્લિક કરો

સારાંશ

આ પોસ્ટમાં રેશનકાર્ડ માં કરી રીતે ફેરફાર કરી શકાય, તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો Comment કરીને પૂછી શકો છો. અમે જલદી જ તમારા પ્રશ્નનું સમાધાન આપીશું.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

નીચે આપેલા Share બટન પર ક્લિક કરીને રેશનકાર્ડ વિશેની આ માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

રેશનકાર્ડ માટે ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ પર કરવામાં આવે છે?

https://www.digitalgujarat.gov.in

સામાન્ય સેવા પોર્ટલ સહાય-લાઇનનો હેલ્પલાઇન નંબર શું છે?

18002335500

નવું રેશનકાર્ડ કઢાવવા માટે ઓનલાઈન અરજી કરી શકાય?

હા, તમે Digitalgujarat ની વેબસાઇટ પર જઈ નવા રેશનકાર્ડની અરજી કરી શકો છો.

Leave a Comment