ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) દ્વારા ભરતી

ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) અમરેલી દ્વારા ભરતી : પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની માનદ્દ સેવાઓ આમંત્રિત કરવા અંગે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલીમાં અગ્રેજી વિષય માટે તથા મોટર ડ્રાઇવીંગ તથા મેડીકલ & નર્સિંગ ગ્રુપ માટે સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટરની વચગાળાની વ્યવસ્થાના ભાગ રૂપે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર(મુલાકાતી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર) ની માનદ્દ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે પ્રવર્તમાન દરે માનદ્દ વેતન ચુકવવામાં આવશે.ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત તથા અનુભવ સાથેની વિગતવાર અરજી તેમજ તમામ આધારભુત પુરાવા રજુ કરવાના રહેશે.અરજી ફોર્મમાં સંપર્ક નંબર આપવો ફરજીયાત છે.અરજીનો નમુનો આ સંસ્થા ખાતેથી મેળવી લેવાનો રહેશે.

લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે-તે ટ્રેડના સીલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. લાયકાતના ધોરણો સાથે સલગ્ન ગ્રુપનો અનુભવ જેમાં મોટરકાર ડ્રાઈવર માટે EX સર્વિસમેન ઉમેદવાર ને પ્રથમ પસદગી આપવામાં આવશે. તથા અંગ્રેજી વિષય માટે B.A,B.ED,B.A M.ED,M.A B.ED,M.A M.ED.પેકીની કોઈપણ લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી. ડીગ્રી અને ડીપ્લોમાં હોલ્ડર ઉમેદવાર ઉપલબ્ધ ના થાય તેવા સંજોગોમાં ITI HSI ટ્રેડ પાસ અને ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારને પણ મેરીટમાં ધ્યાને લેવાના છે.તેઓ પણ અરજી કરી શકે છે.આ સંપુર્ણ પ્રક્રિયા મેરીટ આધારિત રહેશે.

પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારોનો સેવા વિષયક અન્ય કોઈ હક્ક-દાવો રહેશે નહિ.તે મુજબનું બાંહેધરી પત્ર એફિડેવિટથી રજુ કરવાનું રહેશે.જરૂરી પ્રમાણપત્રો સ્વ-પ્રમાણિત કરી અરજી સાથે બિડાણ કરવાના રહેશે.

ITI (ઔદ્યોગિક તાલીમ સંસ્થા) અમરેલી દ્વારા ભરતી

પોસ્ટ :

  • પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર

ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન

  • અરજદારની અરજી જાહેરાત તારીખથી દિન-૧૦ સુધીમાં કચેરીમાં મળે તે મુજબ મોકલવા માટેનું સ્થળ/સરનામું આચાર્યશ્રીની કચેરી,ઔદ્યોગિક તાલીમ સંસ્થા,રેલ્વે સ્ટેશન પાસે,લાઠી રોડ, અમરેલી,પીનકોડ-૩૬૫૬૦૧.ફોનનં (૦૨૭૯૨)૨૨૩૮૨૨
  • અરજી માટે છેલ્લી તારીખ : જાહેરાતના 10 દિવસમાં
  • જાહેરાત તારીખ : 03/01/2023

અન્ય માહિતી

ITI જોબ, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

Leave a Comment