રેશનકાર્ડ ધારકોને જુલાઈ મહિનામાં કેટલું અનાજ મળશે?

તમે રેશનકાર્ડ ધારક છો? તમને ખબર નથી કે આ મહિને તમને કેટલું અનાજ મળવા પાત્ર છે? કયા અનાજ માટે કેટલા રૂપિયા આપવા પડશે અને કયું અનાજ મફત મળશે? રેશનકાર્ડ ધારકોને વિવિધ યોજનાઓ હેઠળ મળતા અનાજ વિશેની સંપૂર્ણ જાણકારી આ પોસ્ટમાં આપેલ છે.

ગુજરાતના રેશનકાર્ડ ધારકોને અન્ન અને પુરવઠા વિભાગ દ્વારા મુખ્યત્વે નિયમિત વિતરણ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અનાજ આપવામાં આવે છે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના – PMGKAY

આ યોજના પ્રધાનમંત્રી દ્વારા કોરોના કાળમાં લોકોને મફતમાં અનાજ મળી રહે તે માટે એપ્રિલ ૨૦૨૦માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ૮૦ કરોડ લોકોને મફત અનાજનો લાભ મળ્યો છે. આમ તો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 1 વર્ષમાં પૂર્ણ થવાની હતી, પરંતુ આ યોજનાને મુદત લંબાવીને સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી કરવામાં આવી છે.

રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ તથા અમદાવાદ શહેરમાં NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને વ્યક્તિદીઠ ૧ કિ.ગ્રા. ઘઉં અને ૪ કિગ્રા. ચોખા મળી કુલ ૫ કિ.ગ્રા. અનાજનું વિનામૂલ્યે વિતરણ તા.૧૬.૦૭.૨૦૨૨ ના રોજ શરૂ કરવામાં આવશે.

આ મહિને મળનાર અનાજનો જથ્થો

રાજ્યના ૭૧ લાખથી વધુ NFSA રેશનકાર્ડ ધારકોની ૩.૪૪ કરોડ જનસંખ્યાને જુલાઈ-૨૦૨૨ મહિનાના રાહતદરના નિયમિત વિતરણ સબંધિત અગત્યની જાણકારી અહી આપેલ છે.

નિતમિત વિતરણ જથ્થો

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મળવાપાત્ર અનાજનો જથ્થો :

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળનો જથ્થો

રેશનકાર્ડ અનાજના વિતરણ અગત્યની માહિતી

  1. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જુલાઈ મહિનાનું નિયમિત વિતરણ તા.૦૧.૦૭.૨૦૨૨ થી શરૂ કરવામાં આવશે.
  2. NFSA હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ અને કેરોસીનના મળવાપાત્ર જથ્થાની વિગત ઉપર મુજબ છે.
  3. રાજ્યના ૫૦ વિકાસશીલ તાલુકામાં આવેલા NFSA હેઠળ સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોને જુલાઈ-૨૦૨૨થી પ્રતિકુટુંબ ૧ કિ.ગ્રા. ચણા રૂ.૩૦/-ના રાહત ભાવથી મળવાપાત્ર થશે જેનું વિતરણ તા.૧૬/૦૭/૨૦૨૨ ના રોજ શરૂ કરવામાં આવશે.

વન નેશન, વન રેશનકાર્ડ યોજના

ગુજરાતના કોઈપણ ગામ કે શહેરમાંથી રેશનકાર્ડ કઢાવ્યું હોય, પરંતુ ધંધા-રોજગારને લીધે અન્ય ગામ કે શહેરમાં વસવાટ કરતા લાભાર્થી સમગ્ર રાજ્યમાં કોઈપણ ગામ કે શહેરમાં આવેલ કોઈપણ વાજબી ભાવની દુકાનેથી પોતાના કોઈપણ હાથના અંગૂઠા/આંગળીનો ઉપયોગ કરી પોતાની ઓળખ આપી અન્ન પુરવઠો મેળવી શકશે.

આવી ખુબ જ મહત્વની જાણકારી માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

જોડાઓ WhatApp ગ્રુપમાં Click Here
જોડાઓ Telegram ચેનલમાં Click Here

રાશનકાર્ડ અનાજ વિતરણ FAQ

જુલાઈ મહિનામાં રાશનકાર્ડ અનાજ વિતરણ કયારે શરુ થશે ?

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જુલાઈ મહિનાનું નિયમિત વિતરણ તા.૦૧.૦૭.૨૦૨૨ થી શરૂ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ક્યાં સુધી ચાલુ રહેશે ?

આ યોજના સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ચાલુ રહેશે.

આ માહિતી Share કરો:

I am a content writer and designer on this website. I love to write articles about news, government scheme, and tutorials. I mostly publish articles on rkhack.com and gknews.in.

Leave a Comment

જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં Click Here