પીએમ સ્વનિધિ યોજના, કોઇપણ ગેરંટી વગર મળશે રૂ. 80 હજારની લોન

પીએમ સ્વનિધિ યોજના: પીએમ સ્વનિધિનો મુખ્ય હેતુ કોરોના રોગચાળા દરમિયાન અસરગ્રસ્ત માટે શેરી વેચાણકારોને સસ્તું કામ ચાલુ કરવા, તેમનો વ્યવસાય ફરી શરૂ કરવા લોનની આ યોજના શરુ કરી છે. આ યોજના થકી લાભાર્થીને રૂ. 80,000 સુધીની લોન કોઇપણ ગેરંટી વગર આપવામાં આવશે. તેની સાથે સાથે આ લોન પર સબસીડી પણ આપવામાં આવશે.

આ યોજના શું છે? તમને કેટલું ધિરાણ મળે છે? શું શું લાભ મળે? પીએમ સ્વનિધિ યોજના થકી કઈ રીતે સબસીડી મળશે ? આવા બધા જ પ્રશ્નોની સંપૂર્ણ માહીતી અહી ગુજરાતી ભાષામાં આપેલ છે. જો તમે PM સ્વનિધિ યોજનાનો લાભ લેવા માંગતા હોવતો આ માહિતી છેલ્લે સુધી વાંચો.

પીએમ સ્વનિધિ યોજના શું છે?

કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના શરુ કરવામા આવી છે. ફેરિયાઓ ને લારી-ગલ્લાઓ ફરીથી ચાલુ કરવા માટે ઓછા વ્યાજ દરે અને પોતાનો ધંધો શરૂ કરવા માટે વગર ગેરંટી કે શરતો વિના લોન આપવા આવે છે. આ યોજનાને ડિસેમ્બર 2024 સુધી લંબાવવા મંજૂરી આપી છે.

PM સ્વનિધિ યોજનામાં કેટલી લોન મળશે?

સ્વનિધિ યોજના હેઠળ ત્રણ તબ્બકામાં ધિરાણ આપવામાં આવે છે

 • પહેલો હપ્તો:
  • 10,000/- રૂપિયાનું ધિરાણ આપવામાં આવે છે.
  • આ ઋણની સમયસર ચૂકવણી કરવાથી બીજી વાર ધિરાણ મળે છે
 • બીજો હપ્તો:
  • 20,000/- રૂપિયાનું ધિરાણ આપવામાં આવે છે.
  • આ ઋણની સમયસર ચૂકવણી કરવાથી તમને ત્રીજી વાર ધિરાણ આપવામાં આવે છે
 • ત્રીજો હપ્તો:
  • ત્રીજી વાર રૂ. 50,000/- નું ધિરાણ આપવામાં આવે છે.

આમ, આ રીતે ઋણની સમયસર ચૂકવણી કરવાથી તમને 3 વાર લોન આપવામાં આવે છે.

પીએમ સ્વનિધિના મળવાપાત્ર અન્ય લાભ

 • તમને પ્રોત્સાહન આપવા માટે દર ત્રણ મહિનામાં વાર્ષિક 7% નાં દરે વ્યાજ સબસિડી આપવામાં આવે છે.
 • ડિજિટલ લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે માસિક 100/- રૂપિયા અને વાર્ષિક 1200/- રૂપિયા સુધીના પૈસા પાછા (કેશબેક) આપવામાં આવે છે.

પીએમ સ્વનિધિ માટે પાત્રતા

આ યોજના 24 માર્ચ, 2020 ના રોજ અને તે પહેલાં શહેરી વિસ્તારોમાં વેચાણ કરતા તમામ માટે ઉપલબ્ધ છે. લાયક વેચાણકારોને નીચેના માપદંડ અનુસાર ઓળખવામાં આવશે:

  1. શેરી વેચાણકારો કે જેમની પાસે શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા ઓળખ કાર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે.
  2. શહેરી વેચાણકારો કે જેમની સર્વેક્ષણમાં ઓળખ કરવામાં આવી છે પરંતુ તેઓને ઓળખ કાર્ડનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું નથી.

આવા વેચાણકારોને પ્રમાણપત્રનું કામચલાઉ પ્રમાણપત્ર IT આધારિત પ્લેટફોર્મ દ્વારા જનરેટ કરવામાં આવશે.

પીએમ સ્વનિધિ માટે જરૂરી ડોક્યુમેન્ટ

 1. આધાર કાર્ડ*
 2. મતદાર ઓળખ કાર્ડ*
 3. ગાડી ચલાવવાની પરવાનગી
 4. મનરેગા કાર્ડ
 5. પાન કાર્ડ.

પીએમ સ્વનિધિ એપ

આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે PM SVANIDHI એપ લોન્ચ કરી છે. એપમાં SVANIDHI ના વેબ પોર્ટલ જેવી જ તમામ સુવિધાઓ છે. સર્વેક્ષણ ડેટામાં વિક્રેતા શોધ છે,ઇ-કેવાયસી અરજદારો, એપ્લિકેશન પ્રોસેસિંગ અને રીઅલ-ટાઇમ મોનિટરિંગ. તમે આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો.

યોજનાની વધુ માહિતી અને લોન માટે અરજીપત્રક મેળવવા: અહીં ક્લિક કરો
PM સ્વનિધિ એપ: અહી ક્લિક કરો
યોજનાઓ માટે WhatsApp ગ્રુપમાં જોડાઓ: અહી ક્લિક કરો
Telegram ચેનલમાં જોડાઓ: અહી ક્લિક કરો

અન્ય માહિતી

PM સ્વનિધિ યોજના અંગે કોઈ અન્ય માહિતી મેળવવા માંગતા હોવતો, Commentમાં લખી અમને જણાવી શકો છો. આવી બીજી યોજનાઓ અને મહત્વની જાણકારીની જાણકારી માટે અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાવાનું ના ભૂલતા.

જોડાઓ WhatApp ગ્રુપમાં Click Here
જોડાઓ Telegram ચેનલમાં Click Here

FAQs

PM સ્વનિધિ યોજનામાં પ્રથમ હપ્તે કેટલી લોન મળશે?

આ યોજના થકી પ્રથમ હપ્તે રૂ. 10,000 ની લોન મળશે.

PM સ્વનિધિ યોજના માટે કોઈ ગેરંટી આપવાની જરૂર છે?

ના, આ યોજના માટે કોઈ ગેરંટી આપવાની જરૂર નથી.

પીએમ સ્વનિધિ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?

શેરી વેચાણકારો કે જેમની પાસે શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા ઓળખ કાર્ડનું પ્રમાણપત્ર હોય કે ન હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે.

આ માહિતી Share કરો:

3 thoughts on “પીએમ સ્વનિધિ યોજના, કોઇપણ ગેરંટી વગર મળશે રૂ. 80 હજારની લોન”

 1. Aap ani website me kaunsa font use karte ho meri bhi website hai mujhe bhi yah font try karna hai?

  Reply

Leave a Comment

જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં Click Here