વિદેશી અભ્યાસ લોન યોજના

વિદેશી અભ્યાસ લોન યોજના : વિદેશી અભ્યાસ લોન યોજના દ્વારા S.E.B.C./E.B.C./SC જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે ગુજરાત સરકાર તરફથી મદદ કરવા માટે આ સહાય આપવામાં આવે છે.

આ આર્ટીકલ માં આપણે જોઇએ કે,

 • વિદેશી અભ્યાસ લોન યોજના શું છે?
 • વિદેશી અભ્યાસ લોન યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?
 • વિદેશી અભ્યાસ લોન યોજના માટે પાત્રતા શું જોઈએ ?
 • વિદેશી અભ્યાસ લોન યોજનામાં કેટલી સહાય મળશે ?
 • વિદેશી અભ્યાસ લોન યોજનામાં લોન પરત કેવી રીતે કરવી ?
 • વિદેશી અભ્યાસ લોન યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું ?
 • વિદેશી અભ્યાસ લોન યોજના માટે શું ડોક્યુમેન્ટ જોઈશે ? 

સૌથી પહેલા આપણે વિદેશી અભ્યાસ લોન યોજના શું છે? તેના વિશે માહિતી મેળવી લઈએ.

વિદેશી અભ્યાસ લોન યોજના – Loan For Foreign Study scheme

નિયામક વિકસતી જાતિ કલ્યાણ દ્વારા S.E.B.C./E.B.C./SC કેટેગરીના વિદ્યાથીઓની આર્થિક નબળી પરિસ્થિતિના કારણે આ કેટેગરીના બાળકો ભણવામાં હોશિયાર હોય અને આગળ અભ્યાસ કરવા માટે વિદેશ જઈ શકતા નથી તેવા લોકોની મદદ કરવા ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 15,00,000/- ની લોન આપવામાં આવે છે.

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી એ સહાય માટે ઓનલાઈન અરજી e samaj kalyan portal પરથી કરવાની હોય છે. ફક્ત ઓનલાઇન મળેલ અરજીઓ જ માન્ય ગણવામાં આવશે.

વિદેશી અભ્યાસ લોન યોજનાનો લાભ કોણ લઈ શકે છે ?

 • આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન (E.B.C.)
 • સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ અભ્યાસ લોન (S.E.B.C.)
 • અનુસૂચિત જાતીના વિદ્યાથીઓને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશી અભ્યાસ લોન (SC)

વિદેશી અભ્યાસ લોન યોજના માટે પાત્રતા શું જોઈએ?

જો તમે વિદેશી અભ્યાસ લોન યોજનાનો લાભ લેવા માંગતા હોવતો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.

 • વિદ્યાર્થી મુળ ગુજરાત રાજયના વતની હોવા જોઇએ.
 • સ્‍નાતક કક્ષાએ(કોલેજ) ૫૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવ્‍યા હોય તેઓને પોસ્‍ટ ગ્રેજયુએટ,પી.એચ.ડી,કે ઉચ્‍ચ કક્ષાના સંશોધનઅને કોમ્‍પ્‍યુટર ક્ષેત્રના અભ્‍યાસક્રમો માટે લોન.
 • રાજયના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ-૧૨ કે તેથી ઉ૫રના જે અભ્યાસક્રમને આધારે વિદેશ અભ્યાસમાં પ્રવેશ મેળવતા હોય તેમાં ૫૦% કે વધુ માર્કસ ધરાવતા હોવા જોઇશે. તેમજ તેઓ ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક, પોસ્ટ ગ્રેજયુએટ ડીપ્લોમા, પી.એચ.ડી. તેમજ તમામ ક્ષેત્રના અન્ય એકથી વધુ વર્ષના સમયગાળા માટેના અભ્યાસક્રમો માટે ૫ણ લોન મેળવવાને પાત્ર રહેશે
 • વિદ્યાર્થી વિદેશની જે સંસ્થામાં શિક્ષણ મેળવે તે સંસ્થા જે તે સરકાર ધ્વારા માન્ય થયેલ હોવી જોઇએ અને મેળવેલ ડીગ્રી જે તે દેશમાં સ્વીકૃત થયેલી હોવી જોઇએ.
 • ધોરણ-૧૨ પછી વિદેશમાં ચાલતા ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમો માટે લોન.
 • એક જ ૫રિવારના વધુમાં વધુ બે વ્યકિતને લોન આપી શકાશે.
 • કોઇ આવક મર્યાદા નથી.
 • વિઝા અને એરટીકીટ રજુ કર્યા પછી જ મંજુરીની કાર્યવાહી કરવામાં આવશે.
 • જો વિદ્યાર્થી વિદેશમાં સ્થાયી થાય તો નોકરીનુ સ્થળ-રહેઠાણમાં ફેરફાર, સં૫ર્ક નંબર, ઇ-મેઇલ આઇડી, ભારતમાં આવાગમનની જાણ “જયાં સુધી લોન ભરપઇ ના થાય ત્યા સુધી” ફરજીયાત કરવાની રહેશે.

વિદેશી અભ્યાસ લોન યોજનામાં કેટલી સહાય મળશે ?

 • આ યોજના દ્વારા વિદેશ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને રકમ 15,00,000/- ની લોન સહાય આપવામાં આવશે.

વિદેશી અભ્યાસ લોન યોજનામાં લોન પરત કેવી રીતે કરવી ?

 • આ લોન 4% સાદા વ્યાજે આપવામાં આવશે.
 • લોનની વસુલાત વિદ્યાર્થીનો અભ્‍યાસક્રમ પૂર્ણ થયા પછી ૬ માસ પછીથી શરૂ કરવામાં આવે છે.
 • પરંતુ લોનની વસુલાત 10 વર્ષમાં પૂર્ણ કરવાની રહેશે.
 • મુળ રકમ ભરપાઇ થયા બાદ વ્યાજ ૫ણ તે પ્રમાણે વસુલ કરવાનુ રહેશે. અને 60 હપ્તામાં ભરપાઈ કરવાની હોય છે
 • લોન પરત કરવામાં વિલંબિત થશે તો તેના માટે વધારા 2.50% દંડનીય વ્યાજ ચૂકવવાનું રહેશે.

વિદેશી અભ્યાસ લોન યોજના માટે શું ડોક્યુમેન્ટ જોઈશે ?

આ સહાયનો લાભ લેવા માટે વિદેશી અભ્યાસ લોન યોજનામાંનીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

 1. ગુજરાતના અનુસૂચિ જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો)
 2. લાભાર્થીઓએ પોતાના આધારકાર્ડની નકલ
 3. રેશન કાર્ડની વિગત
 4. બેંક ખાતાની પાસબુક
 5. ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ
 6. શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ કે તેથી વધુ અભ્યાસ હોવો જોઈએ.
 7. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (LC )
 8. વિદેશમાં અભ્યાસ મેળવ્યો તે અંગેના ડોક્યુમેન્‍ટ
 9. અરજદારનો જાતિનો દાખલો (મદદનીશ કમીશ્નરશ્રી / મામલતદાર પ્રમાણીત)
 10. અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો)
 11. જામીનદાર-૧ નો (7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
 12. જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ)
 13. પાસપોર્ટ
 14. વિઝા
 15. જે તે યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યાની વિગત
 16. ફી માળખાની વિગત
 17. કોલેજ યુનિવર્સિટીની માન્યતાની વિગત
 18. અરજદારની સંમતિ
 19. વાલીની સંમતિ
 20. અરજદાર તેમજ બંને જામીનદારની મિલકતના સહભાગીદાર હોય તો તેની સંમતિ
 21. જામીનદારોએ રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું
 22. રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

વિદેશી અભ્યાસ લોન યોજનાનું ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું ?

આ યોજનાનો લાભ મેળવવા માટે Online Application કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.

 1. સૌપ્રથમ https://esamajkalyan.gujarat.gov.in/index.aspx આ લિન્ક ઓપન કરો.
 2. જેમાં “Director Scheduled Caste Welfare” પેજ પર ક્લિક કરવાનું રહેશે.
 3. જેમાં નંબર-13 Loan For Foreign Study પર ક્લિક કરવાનું રહેશે.
 4. જો તમે e samaj kalyan registration ન કરેલું હોય તો “New User? Please Register Here પર ક્લિક કરવાનું રહેશે.
 5. જેમાં તમારે નામ, જાતી, મોબાઈલ નંબર, પાસવર્ડ તથા Captcha Code નાખીને નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે.
 6. નવું એકાઉન્ટ બનાવ્યા બાદ Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.જેમાં User Id, Password અને Captcha Code ના આધારે લોગીન કરવાનું રહેશે.
 7. Citizen Login માં Loan For Foreign Study પર ક્લિક કરવાનું રહેશે.
 8. ત્યારબાદ એમાં પોતાની વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
 9. તમામ માહિતી ભરાઈ ગયા બાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
 10. તમામ ડોક્યુમેન્ટ અપલોડ થયા બાદ માહિતી એકવાર ધ્યાનપૂર્વક ચકાસીને Save પર ક્લિક કરવાનું રહેશે.
 11. ફાઈનલ Confirm થયા બાદ પ્રિન્ટ કાઢવાની રહેશે.
 12. Print Application સાથે તમામ ડોક્યુમેન્ટ જોડીને જિલ્લાની કચેરી ખાતે અરજી જમા કરવાની રહેશે.

આગત્યની લિંક

ઓનલાઈન અરજી કરવા માટે:  અહી ક્લિક કરો
તમારી અરજી સ્ટેટસ ચેક કરવા માટે:  અહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ:  અહી ક્લિક કરો

અન્ય માહિતી

વિદેશી અભ્યાસ લોન યોજના માટે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

વિદ્યાર્થીઓને ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

વિદેશ અભ્યાસ લોન સહાયની અરજી ક્યાંથી કરવી ?

આ યોજનાનો લાભ મેળવવા માટે e samaj kalyan portal પરથી ઓનલાઈન કરવાની હોય છે.

વિદેશ અભ્યાસ લોન યોજનામાં કેટલો લાભ મળે ?

આ લોન યોજનામાં લાભાર્થીને કુલ 15,00,000/- નો પણ લાભ મળે છે.

વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ કોણે મળે ?

ગુજરાતના અનુસૂચિત જાતિ જ્ઞાતિના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે.

વિદેશ અભ્યાસ લોન સહાયનો લાભ કયા વિભાગ દ્વારા મળે છે ?

આ યોજનાનો લાભ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવે છે.

Leave a Comment