જુનિયર કલાર્ક પરીક્ષા અંગે સૂચના

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ની જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ ૦૮ જાન્યુઆરી, ૨૦૨૩ ના રોજ યોજાનાર હતી. પરંતુ તે જ દિવસે ગુજરાત જાહેર સેવા આયોગની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોઇ, ઉપરોક્ત પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવાનું મંડળ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. જે મુજબ હવે જાહેરાત ક્રમાંક 12/2021-22- જુનિયર ક્લાર્ક(વહીવટ/ હિસાબ)વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 29 જાન્યુઆરી,2023 (રવિવાર) ના રોજ સવારે 11 થી 12 કલાક દરમિયાન યોજવામાં આવશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર ધ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તા.૨૯-જાન્યુઆરી-૨૦૨૩ ના રોજ યોજવામાં આવનાર છે. આ પરીક્ષા માટે નીચે દર્શાવ્યા મુજબના સમયગાળા દરમ્યાન ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર-કમ-હાજરીપત્રક (કોલલેટર/હોલ ટીકીટ) અને તેની સાથેની ઉમેદવારો માટેની સુચનાઓ ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના રહેશે.

પોસ્ટ : જુનિયર ક્લાર્ક

પરીક્ષા તા. : 29/ 01/2023 (૧૧-૦૦ થી ૧૨-૦૦ કલાક)
કોલ લેટર શરૂ થઈ ગયેલ છે.

કન્ફર્મેશન નંબર કઈ રીતે મેળવવો ?

તમારો જુનિયર કલાર્ક પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ કરવા કન્ફર્મેશન જાણવા માટે નીચે સ્ટેપ અનુસરો.
 1. સૌપ્રથમ આ https://ojas.gujarat.gov.in/KnowConfirmationNo.aspx?opt=wgtAwyTJIQM= વેબસાઇટ પર ક્લિક કરો
 2. જાહેરાત નંબર એન્ટર કરો. (GPSSB/202122/12)
 3. અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ નાખો
 4. Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
 5. જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

કન્ફર્મેશન નંબર OTP વગર કઈ રીતે મેળવવો ?

 1. સૌપ્રથમ આ https://ojas.gujarat.gov.in/KnowConfirmationNoadv.aspx?opt=wgtAwyTJIQM= વેબસાઇટ પર ક્લિક કરો
 2. જાહેરાત નંબર એન્ટર કરો.(GPSSB/202122/12)
 3. અરજદારનું નામ અને અટક દાખલ કરો
 4. અરજી કરતી વખતે આપેલો (મોબાઇલ નંબર) અને જ્ન્મતારીખ દાખલ કરો
 5. Get Confirmation No બટન પર ક્લિક કરવાથી તમને સ્ક્રીન પર તમારો કન્ફર્મેશન નંબર મળશે.
 6. જો કોઇ ઉમેદવારે એક કરતા વધારે અરજી કરેલ હશે તો છેલ્લી માન્ય અરજી નો કન્ફર્મેશન નંબર મળશે.

Call Letter ડાઉનલોડ કેવી રીતે કરવું ?

 1. સૌપ્રથમ આ https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo= વેબસાઇટ પર ક્લિક કરો
 2. Select Job માથી જાહેરાત પસંદ કરો.
 3. તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
 4. Ok બટન પર ક્લિક કરતાં પહેલા POPUP Blocker Off કરવું જરૂરી છે , જેથી Call Letter નવી Window માં ખુલશે.
 5. Printer Settings માં A4 Size & Portrait Layout સેટ કરવુ જેથી Call Letter ૨ પેજ માં આવે.
 6. Call Letter ના પ્રથમ પેજ માં હાજરીપત્રક અને બીજા પેજમાં ઉમેદવાર માટેની સૂચનાઓ હશે.

હેલ્પ લાઇન નંબર

કોલ લેટર ડાઉનલોડ કરવામાં ઉમેદવારને મુશ્કેલી આવતી હોય તો હેલ્પ લાઇન નંબર નીચે આપેલ છે.

 • હેલ્પ લાઇન નંબર : ૦૭૯-૨૩૨-૫૮૫૬૩

જુનિયર કલાર્ક પરીક્ષા અંગે સૂચના

અન્ય માહિતી

જુનિયર કલાર્ક પરીક્ષા, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

Leave a Comment