ધોરણ 6 ની નવોદય પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓ આતુરતાથી પરિણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે નવોદયની ઑફિસિયલ વેબસાઈટ પર પરીણામની તારીખ જાહેર કરી દીધી છે. નવોદયની પરીક્ષા પાસ કર્યા બાદ બાળકો આગળના અભ્યાસ માટે બિલકુલ ફ્રીમાં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવી શકે છે.
નવોદય પ્રવેશ પરીક્ષા પરિણામ 2022
જવાહર નવોદય વિદ્યાલય ની શરૂઆત 1986માં કરવામાં આવી હતી, અત્યાર સુધી 661 વિદ્યાલય ખોલવામાં આવ્યા છે. આ વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યા બાદ વિદ્યાર્થીઓને ભણવા, રહેવા કે જમવા માટે કોઈ પણ પ્રકારની ફી આપવાની રહેતી નથી.
જવાહર નવોદય 2022 ની પરીક્ષાનું આયોજન પૂર્ણ થયા બાદ હવે 10 જુલાઈ 2022ના રોજ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણામની સાથે સાથે જે વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મળવાપાત્ર હશે તેમનું લીસ્ટ પણ જાહેર કરવામાં આવશે.
આયોજક | જવાહર નવોદય વિદ્યાલય સમિતિ |
વર્ગમાં પ્રવેશ | 6ઠ્ઠો વર્ગ(વર્ગ છઠ્ઠો) |
પ્રવેશ માટે સત્ર | 2022-23 |
પરીક્ષા તારીખ | એપ્રિલ 2022 |
નવોદય ધોરણ 6 ના પરિણામની તારીખ | 10મી જુલાઈ 2022 |
સત્તાવાર વેબસાઇટ | navodaya.gov.in |
નવોદય પરીક્ષાનું પરિણામ કઈ રીતે જોવું ?
જવાહર નવોદય ધોરણ 6 નું પરિણામ જોવા માટે નીચે આપેલા સ્ટેપ અનુસરો :
- સૌથી પહેલા જવાહર નવોદયની ઓફિફિયલ વેબસાઈટ ખોલો : https://navodaya.gov.in/
- ત્યારે બાદ session 2022-23 માંથી JNVST Result for Class VI સિલેક્ટ કરો.
- હવે તમારો રોલ નંબર અને જન્મ તારીખ નાખો.
- સબમિટ બટન પર ક્લિક કરો, તમારું રિઝલ્ટ તમારી સામે જોવા મળશે.