મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, વિદ્યાર્થીઓને મળશે 2 લાખ સુધીની સહાય (MYSY યોજના)

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ને MYSY ના ટૂંકા નામ થી ઓળખવામાં આવે છે. આ યોજના નો મુખ્ય હેતુ એવા વિદ્યાર્થીઓને આર્થિક સહાયતા ની મદદ કરવાની છે જેઓએ પોતાનું શાળાકીય શિક્ષણ પૂરું કરીને સારું ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સપનું જોતા હોય છે, પરંતુ આર્થિક રીતે સક્ષમ ના હોવા ને કારણે પૂરું કરી શકતા નથી. આથી સરકાર દ્વારા વિદ્યાર્થીઓ ને આર્થિક સહાય માટે આ યોજના શરૂ કરવામાં આવી છે.

નોંધ: શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં ફ્રેશ અને રીન્યુઅલ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૦૧/૨૦૨૩ છે અને હેલ્પ સેન્ટરમાં ડોકયુમેન્ટ વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ પણ ૩૧/૦૧/૨૦૨૩ છે. જેની ખાસ નોંધ લેવી.

 નોંધ: મેડીકલ અને પેરામેડીકલ માટે ફ્રેશ અને રીન્યુઅલ માટે ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૨૮/૦૨/૨૦૨૩ છે જેની ખાસ નોંધ લેવી.

આ આર્ટિકલમાં તમે જાણશો કે,

 • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શું છે?
 • MYSY યોજનામાં અરજી માટેની પાત્રતા શું છે ?
 • MYSY યોજનામાં અરજી કરવા માટે શું લાયકાત જોઈએ ?
 • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં લાભાર્થીને કેટલી સહાય મળવાપાત્ર છે ?
 • MYSY યોજનાની અરજી ક્યાં કરવાની તથા અરજી કરવાની પ્રક્રિયા શું છે ?
 • MYSY યોજનામાં ઓનલાઈન અરજી કરવા શું ડોક્યુમેન્ટ જોઈએ ?

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના શું છે ?

આ MYSY યોજના હેઠળ લાભ મેળવનાર વીદ્યાર્થીઓ ભારત સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અથવા અન્ય કોઈ યોજનાઓ પૈકી કોઈ એક જ યોજના હઠેળ લાભ મળવાપાત્ર છે. માન. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના અંતગત ઠરાવમાં દર્શાવેલ સાત કેટેગરીમાં આવતા અને કૌટુંબિક આવક રૂ. ૪.૫૦ લાખ કે તેથી ઓછી વાર્ષિક આવક ધરાવતા વીદ્યાર્થીઓને મેરીટના આધારે લાભ આપવા ઠરાવવામાં આવેલ છે. MYSY યોજનાનો લાભ લેતા વીદ્યાર્થીઓ CMSS યોજનાનો પણ લાભ લઇ શકે છે. તેમા વીદ્યાર્થીઓએ https://scholarships.gujarat.gov.in/ પર અરજી કરી શકે છે.

MYSY યોજનામાં અરજી માટેની પાત્રતા શું છે ?

MYSY યોજનામાં અરજી કરવા માટે નીચે આપેલ પાત્રતા હોવી જોઈએ.

પર્સેન્ટાઈલ

 • સ્નાતક અભ્યાસક્રમ માટે ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ
 • ડીપ્લોમાં અભ્યાસક્રમ માટે ધોરણ -૧૦ ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ
 • ડી – ટુ – ડી અભ્યાસક્રમ માટે ડીપ્લોમાં અભ્યાસક્રમની પરીક્ષામાં ૬૫ ટકા કે તેથી વધુ ટકા

વાર્ષિક આવક

 • રૂ. ૬ લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનોને આ યોજનાનો લાભ મળશે.

નોંધ : આ યોજના માત્ર સ્નાતક અભ્યાસક્રમ માટે જ છે, અનુસ્નાતક અભ્યાસક્રમ માટે નથી.

MYSY યોજનામાં અરજી કરવા માટે શું લાયકાત જોઈએ ?

MYSY યોજનામાં અરજી કરવા માટે નીચે પ્રમાણે લાયકાત જોઈએ

ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો

 • ધોરણ -૧૦ ની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત ડીપ્લોમાં અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ.
 • ડીપ્લોમાં અભ્યાસક્રમની પરીક્ષામાં ૬૫ કે તેથી વધુ ટકા સાથે પાસ કરી મેળવી ડીગ્રી (સ્નાતક) કક્ષાના અભ્યાસક્રમનાં પ્રથમ / બીજા વર્ષમાં પ્રવેશ મેળવનાર ડી – ટુ ડીના વિદ્યાર્થીઓ.
 • ધોરણ -૧૨ વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ મેળવી નિયત સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ અને
 • રૂ. ૬ લાખ સુધીની કૌટુંબિક વાર્ષિક આવક ધરાવનાર વાલીઓના સંતાનો.

રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે લાયકાતના ધોરણો

 • ફ્રેશ વિદ્યાર્થી તરીકે લાભ મેળવ્યા બાદ રીન્યુઅલ સહાય મેળવવા માટે અગાઉ જે વર્ષે શિષ્યવૃત્તિ મળી હોય તે પરીક્ષામાં ઓછામાં ઓછા ૫૦ % માર્ક્સ સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે.
 • જે તે શૈક્ષણિક સંસ્થાના નીતિ નિયમો પ્રમાણે જે તે શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછી ૭૫ % હાજરી હોવી જરૂરી રહેશે. જે અંગે સંસ્થાનું પ્રમાણપત્ર જરૂરી છે. (ફોર્મેટ વેબસાઈટ પર ઉપલબ્ધ છે).

MYSY યોજનામાં લાભાર્થીને કેટલી સહાય મળવાપાત્ર છે ?

MYSY યોજનામાં નીચે મુજબની સહાયની રકમ મળવાપાત્ર છે

ટ્યુશન ફી સહાય

 • રકમ : ટ્યુશન ફીની ૫૦ ટકા રકમ અથવા મહત્તમ મર્યાદામાં, તે બે પૈકી જે ઓછું હોય તેટલી સહાય મળવાપાત્ર થશે .
અભ્યાસક્રમ મહત્તમ મર્યાદા
મેડીકલ અને ડેન્ટલ રૂ. ૨ લાખ
ઇજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, રૂ. ૫૦ હજાર
ડીપ્લોમા રૂ. ૨૫ હજાર
બી.એ., બી.કોમ., બી.એસ.સી., બી.બી.એ., બી.સી.એ. રૂ. ૧૦ હજાર

રહેવા – જમવા માટેની સહાય

 • પાત્રતા ધરાવતા અને પોતાના વતનના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિદ્યાર્થી
 • સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવી નહી શકનાર વિદ્યાર્થી
 • ૧૦ મહિના માટે રૂ .૧,૨૦૦ પ્રતિ માસની ઉંચ્ચક રકમ અભ્યાસક્રમની નિયત અવધિ માટે
 • વર્ષે કુલ રૂ .૧૨૦૦૦ / – મળવાપાત્ર

સાધન – પુસ્તક સહાય

 • ગવર્મેન્ટ અને સેલ્ફ – ફાઈનાન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર
 • અભ્યાસક્રમની અવધિ દરમ્યાન સાધન – પુસ્તક સહાય માત્ર એક જ વખત મળવાપાત્ર રહેશે.
અભ્યાસક્રમ મળવાપાત્ર સહાય
મેડીકલ અને ડેન્ટલના રૂ. ૧૦ હજાર
ઈજનેરી, ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેક્ચર, એગ્રીકલ્ચર, આર્યુવેદ, હોમિયોપેથી, નર્સીંગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટરનરી, ઇન્ટીરીયર ડીઝાઇન, પ્લાનીંગ, હોટેલ મેનેજમેન્ટ રૂ. ૫ હજાર
ડીપ્લોમા રૂ. ૩ હજાર

MYSY યોજનાની અરજી ક્યાં કરવાની તથા અરજી કરવાની પ્રક્રિયા શું છે ?

MYSY યોજનાની અરજી ક્યાં કરવાની તથા અરજી કરવાની પ્રક્રિયા નીચે પ્રમાણે અનુસરો.

 1. સૌ પ્રથમ MYSY યોજનાની અરજી https://mysy.guj.nic.in પોર્ટલ પર ઓનલાઈન કરવાની હોય છે.
 2. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ઉક્ત પોર્ટલ પર Login / Register જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 3. રજીસ્ટ્રેશન કર્યા બાદ જરૂરી વિગતો ભરવની રહેશે.
 4. પછી જરૂરી દસ્તાવેજો અપલોડ કરવના રહેશે, અને હેલ્પ-સેન્ટર ખાતે વેરીફીકેશન કરાવવાનું હોય છે.

MYSY યોજનામાં ઓનલાઈન અરજી કરવા શું ડોક્યુમેન્ટ જોઈએ ?

MYSY યોજનાની અરજી કરવા નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જરરી છે.

નવી અરજી માટે ડોક્યુમેન્ટનું લીસ્ટ

 1. આધારકાર્ડની સ્વ-પ્રમાણિત નકલ
 2. ધોરણ -૧૦ અથવા ધોરણ -૧૨ પાસ કર્યાની માર્કશીટની સ્વ-પ્રમાણિત નકલ
 3. ડીગ્રી ડીપ્લોમા અભ્યાસક્રમમાં પ્રવેશ મળ્યાનો પ્રવેશ સમિતિનો લેટરની સ્વ-પ્રમાણિત નકલ
 4. ટ્યુશન ફી ભર્યાની તમામ પહોંચની સ્વ-પ્રમાણિત નકલ
 5. સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)
 6. વાલીની આવકનું પ્રમાણપત્ર (મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીનું) ની સ્વ-પ્રમાણિત નકલ
 7. સંસ્થાના આચાર્યશ્રીનુ, સંસ્થાના લેટરહેડ પર, પ્રમાણપત્ર (અસલમાં)
 8. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની પહોંચની સ્વ-પ્રમાણિત નકલ
 9. બેન્કમાં બચત ખાતાની પાસબુકના પ્રથમ પાનાની સ્વ-પ્રમાણિત નકલ
 10. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ – પ્રમાણિત નકલ અથવા આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)

રિન્યુઅલ અરજી માટે ડોક્યુમેન્ટનું લીસ્ટ

 1. વિદ્યાર્થીના આધારકાર્ડની નકલ (સ્વપ્રમાણિત)
 2. સંસ્થાના વડા પાસેથી શિષ્યવૃત્તિ રીન્યુઅલ માટેનું પ્રમાણપત્ર (અસલમાં)
 3. વિદ્યાર્થીના પ્રથમ/બીજા/ત્રીજા (જે લાગુ પડતું હોય તે વર્ષ) ની માર્કશીટની (સેમેસ્ટર સીસ્ટમ હોય તો બન્ને સેમેસ્ટરની માર્કશીટ) નકલ (સ્વપ્રમાણિત)
 4. વિદ્યાર્થીએ અભ્યાસક્રમના બીજા/ત્રીજા/ચોથા (જે લાગુ પડતું હોય તે વર્ષ) માં ફી ભર્યાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત)
 5. હોસ્ટેલ પ્રવેશ તથા જમવાની તમામ પહોંચની નકલ (સ્વપ્રમાણિત)
 6. વિદ્યાર્થીના બેન્કના બચત ખાતાની પાસબુકનું પ્રથમ પાનાની નકલ (સ્વપ્રમાણિત)
 7. ઇન્કમટેક્ષ રીટર્નની સ્વ – પ્રમાણિત નકલ અથવા આવકવેરાનેપાત્ર આવક ન થતી હોવા અંગેનુ સેલ્ફ ડિક્લેરેશન (અસલમાં)

મહત્વની લીંક

વિદ્યાર્થીઓની અગત્યની સૂચના માટે અહી ક્લિક કરો
નવી અરજી કરવા માટે અહી ક્લિક કરો
રીન્યુઅલ અરજી કરવા માટે અહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ mysy.guj.nic.in

હેલ્પ લાઈન નંબર

આ યોજનાની વધુ માહિતી કામકાજના દિવસોમાં હેલ્પ લાઈન નં : ૦૭૯-૨૬૫૬૬૦૦૦, ૭૦૪૩૩૩૩૧૮૧ (૧૦:૩૦ થી ૧૮:૦૦) પરથી મળી શકશે.

સારાંશ

અહીં, તમને MYSY યોજના વિશેની જાણકારી આપી છે. અમે આશા રાખીએ છીએ કે, તમને આ માહિતી પસંદ આવી હશે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો અમને Comment કરી જરૂરથી જણાવજો.

આવી અન્ય માહિતી માટે અત્યારે જ WhatsApp અને Telegram ના માધ્યમથી અમારી સાથે જોડાઈ જાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

નીચે આપેલા Share બટન પર ક્લિક કરીને આ MYSY યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

MYSY સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની તારીખ કઈ છે?

તારીખ : 26/08/2022 થી  31/12/2022 સુધી અરજી કરી શકશે.

MYSY યોજના અંતર્ગત અરજી મંજૂર થતા કે પછી ખાતામાં સહાયની રકમ જમા થાય ત્યારે મોબાઈલમાં SMS કરવામાં આવે છે ?

હા

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અરજી કરવા માટે કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા શું છે ?

કૌટુંબિક વાર્ષિક આવક મર્યાદા રૂ .૬ લાખ છે.

MYSY યોજનાની અરજી કરેલ છે પણ હજી સુધી સહાય મળેલ નથી, તો એ વિશેની જાણકારી ક્યાંથી મળશે ?

અરજી કર્યા બાદ વિદ્યાર્થીઓને દરેક તબક્કે SMS દ્વારા જાણ કરવામાં આવે છે . આ ઉપરાંત વિદ્યાર્થીઓ MYSY યોજનાના વેબપોર્ટલમાં “Student Status” માં લોગીન કરીને તેઓની અરજીની સ્થિતિ જોઈ શકે છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો હેલ્પલાઇન નંબર કયો છે ?

હેલ્પલાઇન નંબર ૦૭૯-૨૬૫૬૬૦૦૦ / ૭૦૪૩૩૩૩૧૮૧

MYSY યોજનાની સહાય રકમ તેમના બેંક અકાઉન્ટમાં ક્યારે જમા થાય છે ?

સહાય રકમ તેમના બેંક અકાઉન્ટમાં વિદ્યાર્થી દ્વારા ઓનલાઈન અરજી કર્યાના ૨ મહિનામાં જમા થાય છે. તે માટે વિદ્યાર્થીના બેંક અકાઉન્ટ સાથે આધારકાર્ડ લીંક હોવું જરૂરી છે.

કોલેજનાં અભ્યાસક્રમનાં દરેક વર્ષમાં MYSY યોજનાની શિષ્યવૃત્તિ મેળવવા માટે અરજી કરવાની હોય છે ?

હા

1 thought on “મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, વિદ્યાર્થીઓને મળશે 2 લાખ સુધીની સહાય (MYSY યોજના)”

Leave a Comment