માસ્કડ આધારકાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું? જાણો કેમ છે જરૂરી

જ્યારે કોઈ આપણી પાસે ડોક્યુમેન્ટ માંગે છે ત્યારે સૌથી પહેલા આપણે આધાર કાર્ડ આપીએ છીએ. આપણે આપણા મોબાઈલ નંબર, બેન્ક ખાતાની ડીટેલ, પાનકાર્ડ જેવી માહિતી કોઈને આપતા પહેલા સોવાર વિચારીએ છીએ. પરંતુ આ બધાની સાથે લિંક એવા આધારકાર્ડને આપતાં એક સેકન્ડ પણ વિચાર કરતા નથી. મોબાઈલ નંબર, પાનકાર્ડ નંબર, બેંક ખાતા નંબરની જેમ આધારકાર્ડ નંબર પણ ખૂબ જ મહત્વનો છે. કોઈને પણ તમારો આધારકાર્ડ નંબર કે આધારકાર્ડ આપવું સુરક્ષિત નથી.

હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આધારકાર્ડ ન આપીએ તો બીજું શું આપવું? તો તમારા આ પ્રશ્નનું સોલ્યુશન છે “માસ્કડ આધારકાર્ડ”.

આ આર્ટિકલમાં તમે વાંચશો,

 • માસ્કડ આધારકાર્ડ શું છે?
 • માસ્કડ આધારકાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકાય છે?
 • સાદા આધારકાર્ડ અને માસ્ક આધારકાર્ડ વચ્ચે શું તફાવત છે?
 • માસ્કડ આધારકાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય?
માસ્કડ આધારકાર્ડ
માસ્કડ આધારકાર્ડ ડાઉનલોડ કરો

માસ્કડ આધારકાર્ડ શું છે?

તમે આધારકાર્ડનું નામ તો સાંભળ્યું જ હશે પરંતુ, માસ્કડ આધારકાર્ડ પહેલીવાર સાંભળી રહ્યા હશો. માસ્કડ આધારકાર્ડ UIDAI દ્વારા બહાર પાડવામાં આવેલ નવી સુવિધા છે. જેના થકી આધારકાર્ડ ધારક પોતાના આધારકાર્ડને સુરક્ષિત રાખી શકે છે. માસ્કડ આધારકાર્ડમાં તમારો આધારકાર્ડ નંબર છૂપાયેલો હશે, તેમાં માત્ર છેલ્લા 4 આંકડા જ દેખાશે. આવી રીતે, XXXX-XXXX-1298. જ્યારે તમારે ડોક્યુમેન્ટ પ્રુફ તરીકે આધાર કાર્ડ આપવાનું થાય છે ત્યારે તમે માસ્કડ આધારકાર્ડ આપી શકો છો જે દરેક જગ્યાએ માન્ય છે. ઓનલાઇન kyc કરવા માટે આધારકાર્ડ નંબર ની જગ્યાએ VID નંબર આપી શકો છો.

માસ્કડ આધારકાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરી શકાય છે?

માસ્ક કરેલ આધારકાર્ડ ડાઉનલોડ કરવું ખૂબ જ સરળ છે, નીચેના સ્ટેપ અનુસરી તમે સરળતાથી માસ્કડ આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો:

 1. સૌથી પહેલા આધારકાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ https://eaadhaar.uidai.gov.in/ પર જાઓ.
 2. ત્યારબાદ, Download Aadharcard પર ક્લિક કરી તમારો 12 અંકનો આધારકાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખો.
 3. તમારા આધારકાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર 6 અંકનો OTP આવશે.
 4. OTP દાખલ કરતાં પહેલા Do you want a masked Aadhaar? ઓપ્શન ને ટીક કરો.
 5. હવે, OTP દાખલ કરી Verify & Download પર ક્લિક કરો.
 6. બસ, તમારું માસ્કડ આધારકાર્ડ PDF સ્વરૂપે ડાઉનલોડ થઇ જશે.
 7. આ PDF ને ખોલશો ત્યારે Password માંગશે, જેમાં તમારા નામ ના પ્રથમ 4 અક્ષર અંગ્રેજીમાં (કેપિટલ) અને તમારા જન્મનું વર્ષ લખો. દા.ત – તમારું નામ Ramesh છે અને જન્મનું વર્ષ 1998 છે તો તમારો પાસવર્ડ RAME1998 થશે.

આધારકાર્ડનો VID નંબર કઈ રીતે મેળવવો?

ઓનલાઇન આધારકાર્ડ નંબર ની જગ્યાએ VID નંબર આપી શકાય છે. જો તમારી પાસે VID નંબર ન હોય તો નીચે આપેલ સ્ટેપને અનુસરો:

 1. સૌપ્રથમ આધાર કાર્ડ ની ઓફિસિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in/ પર જાઓ.
 2. ત્યારબાદ VID Generator પર ક્લિક કરો, ત્યારબાદ આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખો.
 3. Send OTP બટન પર ક્લિક કરો અને તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરો.
 4. બસ, તમારી સામે 16 અંકનો VID નંબર આવી જશે, જેને સાચવી લો.

સાદા આધારકાર્ડ અને માસ્ક કરેલ આધારકાર્ડ વચ્ચે શું તફાવત છે?

સાદા આધારકાર્ડ અને માસ્કડ આધારકાર્ડ વચ્ચે કંઈ ખાસ ફરક નથી. માસ્કડ આધારકાર્ડમાં તમારો આધારકાર્ડ નંબર છુપાયેલો હોય છે. જેથી તમે તમારા આધારકાર્ડને વધારે સુરક્ષિત રાખી શકો છો.

માસ્ક આધારકાર્ડ કાગળ કે પ્લાસ્ટિક પર પ્રિન્ટ કરવામાં આવતું નથી. તમે તેને માત્ર PDF સ્વરૂપે સાચવી શકો છો.

માસ્કડ આધારકાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય?

હોટલ કે કોઈ પ્રાઇવેટ જગ્યાએ ડોક્યુમેન્ટ તરીકે માસ્ક કરેલ આધારકાર્ડ આપી શકાય છે, જે માન્ય ગણાશે. પરંતુ સરકારની યોજનાઓ, LPG કલેક્શન કે સરકારી કામ માટે માસ્કડ આધારકાર્ડ નો ઉપયોગ કરી શકાશે નહીં.

સારાંશ

આ આર્ટિકલમાં આપેલ માસ્કડ આધારકાર્ડ વિશેની માહિતીનો ઉપયોગ કરી તમે તમારા આધારકાર્ડને વધુ સુરક્ષિત કરી શકો છો. સાથે સાથે તેનો દુરુપયોગ થતો અટકાવી શકો છો. આધારકાર્ડમાં ફેરફાર કરવા અંગેની માહિતી તથા પ્લાસ્ટિકનું આધારકાર્ડ ઓર્ડર કઈ રીતે કરવું તે પણ વાંચી શકો છો.

આવી અન્ય ખૂબ અગત્યની માહિતી માટે તમે અમારા whatsapp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ શકો છો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

માસ્કડ આધારકાર્ડ ડાઉનલોડ કરવાની વેબસાઈટ કઈ છે?

uidai.gov.in

માસ્કડ આધારકાર્ડ માન્ય છે?

હા, માસ્કડ આધારકાર્ડ સરકારી કામ સિવાય બધે જ માન્ય છે.

VID નંબર કેટલા અંકનો હોય છે?

16

Leave a Comment