માનવ ગરીમા યોજના 2022, મફતમાં મળશે સાધનની કીટ

માનવ ગરીમા યોજના 2022 : માનવ ગરીમા યોજના દ્વારા આર્થિક રીતે પછાત નાગરિકોને પોતાનો ધંધો કે સ્વરોજગારી શરૂ કરવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજના ના લાભાર્થીઓને રોકડ સહાયને બદલે સાધન કીટ આપવામાં આવે છે.

માનવ ગરીમા યોજના નાના લાભાર્થીઓ માટે ખુબ અગત્યની યોજના છે. આ આર્ટીકલમાં માનવ ગરીમા યોજના વિશે નીચેની માહિતી મેળવીશું.

 • આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
 • માનવ ગરીમા યોજનાનું ફોર્મ કઈ રીતે ભરવું ?
 • માનવ ગરીમા યોજના થકી કેટલી સહાય મળશે ?
 • ક્યા કયા ડોક્યુમેન્ટ જોઈશે ?
Manav Garima yojana
માનવ ગરીમા યોજના

સૌથી પહેલા આપણે માનવ ગરીમા યોજના શું છે? તેના વિશે માહિતી મેળવી લઈએ.

માનવ ગરીમા યોજના – Manav Garima Yojana

આ એક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા શરૂ કરાયેલ યોજના છે. માનવ ગરીમા યોજના ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને આર્થિક પછાત નાગરિકોને પગભર બનાવવાનો છે. આ યોજના થકી ગુજરાત સરકાર આર્થિક રીતે પછાત લોકોને નાનો મોટો ધંધો શરૂ કરવા માટે સાધનની કીટ પૂરી પાડે છે.

માનવ ગરીમા યોજનામાં લાભાર્થીઓ નું લીસ્ટ કઈ રીતે જોવું?

આ યોજના હેઠળ જે પણ લાભાર્થીઓ ને લાભ મળવાપાત્ર છે, તેમનું લીસ્ટ સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર મુકાઈ ગયું છે.

લીસ્ટ ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો.

લીસ્ટ ની PDF માં તમારું નામ લખીને સર્ચ કરી શકો છો.

માનવ ગરીમા યોજનાના લાભ – Manav Garima Yojana Benefits

આ યોજના હેઠળ લાભાર્થીને વિવિધ પ્રકારના 28 વ્યવસાય કરવા માટે સાધનની કીટ મળી શકે છે. આ 28 પ્રકારના વ્યવસાય નીચે મુજબ છે.

 • સાવરણી સુપડા બનાવનાર
 • દુધ-દહી વેચનાર
 • માછલી વેચનાર
 • પાપડ બનાવટ
 • અથાણા બનાવટ
 • ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
 • પંચર કીટ
 • ફ્લોર મીલ
 • મસાલા મીલ
 • રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો)
 • મોબાઇલ રીપેરીંગ
 • પેપર કપ અને ડીશ બનાવટ (સખીમંડળ)
 • હેર કટીંગ (વાળંદ કામ)
 • રસોઇકામ માટે પ્રેશર કુકર (ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થી)
 • વિવિધ પ્રકારની ફેરી
 • પ્લમ્બર
 • બ્યુટી પાર્લર
 • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
 • ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
 • સુથારીકામ
 • ધોબીકામ
 • કડીયાકામ
 • સેન્‍ટીંગ કામ
 • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
 • મોચીકામ
 • દરજીકામ
 • ભરતકામ
 • કુંભારીકામ
 • આ યોજના વ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મળશે.
 • માનવ ગરીમા યોજના દ્વારા લાભાર્થીને વધુમાં વધુ ₹25,000 ની કિંમતની ટૂલકિટ સહાય તરીકે મળશે.

કોને મળશે માનવ ગરીમા યોજનાનો લાભ ?

માનવ ગરીમા યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી વિચારતી અને વિમુક્ત જાતિ ના વ્યક્તિઓને મળશે.

માનવ ગરીમા યોજના માટે પાત્રતા – Manav Garima Scheme Eligibility Criteria

જો તમે માનવ ગરીમા યોજનાનો લાભ લેવા માંગતા હોવતો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.

 • આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિ…
 • ગુજરાતનો હોવો જોઈએ.
 • અનુસૂચિત જાતિનો હોવો જોઈએ.

અરજી કરનાર વ્યક્તિની આવક મર્યાદા નીચે મુજબની હોવી જોઈએ.

શહેરી વિસ્તાર માટે:₹1,50,000
ગ્રામ્ય વિસ્તાર માટે:₹1,20,000
અતિ પછાત માટે:કોઈ આવક મર્યાદા નથી.

માનવ ગરીમા યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Manav Garima Scheme Document

આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

 1. આવકનો દાખલો
 2. જાતિનો દાખલો
 3. રેશન કાર્ડ
 4. ઉંમર નો પુરાવો (આધારકાર્ડ, પાનકાર્ડ કે ચૂંટણીકાર્ડ)
 5. બેંકની પાસબુક
 6. રહેઠાણનો પુરાવો (વીજળીબિલ/લાઇસન્સ/ચૂંટણીકાર્ડ પૈકી કોઈ એક)
 7. પાસપોર્ટ સાઈઝનો ફોટો
 8. શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
 9. અનુભવ અંગેનું પ્રમાણપત્ર

Manav Garima Online Form Link

માનવ ગરિમા યોજનાની જાહેરાત PDF:અહીં ક્લિક કરો
નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો:અહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો:અહીં ક્લિક કરો
Official Website:esamajkalyan.gujarat.gov.in

માનવ ગરીમા યોજના માટે અરજી કરી રીતે કરવી ?

Manav Garima Scheme Online Form Process નીચે મુજબની છે :

 1. સૌથી પહેલા, આ યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જાઓ.
 2. ત્યારબાદ આ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો : https://sje.gujarat.gov.in/ddcw/ અથવા “Director, Developing Caste Welfare” પર ક્લિક કરો અને ત્યારબાદ હોમ પેજ ઉપર જઈને રજીસ્ટ્રેશન (“Register Yourself”) બટન પર ક્લિક કરો.
 3. રજીસ્ટ્રેશન માટે જરૂરી વિગતો નાખી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
 4. સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા પછી મળેલ ID અને Password થી લોગીન કરો.
 5. લોગીન થયા બાદ માનવ ગરીમા યોજના પર ક્લિક કરો ત્યાં તમને આ યોજના પર ની બધી જ માહિતી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
 6. બસ ! તમારું માનવ ગરીમા યોજનાનું ફોર્મ ભરાઈ ગયું છે.

Manav Garima Yojana Application Form Status

તમે ભરેલ ફોર્મ ભરાઈ ગયું છે કે કેમ તે તપાસવા માટે તમે ફોર્મનું Status જોઈ શકો છો.

 • તમારા ફોર્મની સ્થિતિ જાણવા માટે સૌપ્રથમ આ લીંક પર જાઓ : https://esamajkalyan.gujarat.gov.in/ViewApplicationStatus.aspx
 • ત્યારબાદ તે પેજ પર તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરો. અને “સ્થિતિ જુઓ” બટન પર ક્લિક કરો.
 • તમારી સામે તમારી અરજીનું સ્ટેટ્સ જોવા મળશે.

Manav Garima Yojana Helpline Number

આ યોજના અંગેની કોઈપણ સમસ્યા માટે તમે અહી ક્લિક કરી હેલ્પલાઇન નંબર મેળવી શકો છો.

સારાંશ

આ આર્ટિકલમાં માનવ ગરીમા યોજના – Manav Garima Yojana Gujarat વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે છતાં પણ તમારા મનમાં આ યોજના કે અન્ય કોઈ યોજના અંગે પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો. અમે તમને જલદી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.


અહીં આપેલા બટન પર ક્લિક કરીને આ યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

કઈ વેબસાઈટ પર માનવ ગરીમા યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે?

https://sje.gujarat.gov.in/

માનવ ગરીમા યોજનાનો લાભ કુટુંબના કેટલા વ્યક્તિને મળે છે ?

કુટુંબ દીઠ એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.

આ યોજના હેઠળ શેની સહાય મળે છે?

આ યોજના હેઠળ રોકડ સહાયને બદલે જેતે વ્યવસાય માટે ટૂલકિટ આપવામાં આવશે.

Leave a Comment