મફત છત્રી યોજના 2022, કોને અને કઈ રીતે મળશે આ યોજનાનો લાભ

મફત છત્રી યોજના 2022: મફત છત્રી યોજના અંતર્ગત રાજયના ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ, હાટ બજારમાં કે લારી પર વેચાણ કરતા ફેરીયાઓને વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનામાં લાભાર્થી દીઠ (‌એટલે કે એક આધારકાર્ડ દીઠ) એક વ્યક્તિને છત્રી મળવાપાત્ર રહેશે.

અહી મફત છત્રી યોજના વિશેની નીચે આપેલી માહિતી આપેલ છે.

 • આ મફત છત્રી યોજના નો લાભ કોણ લઈ શકે છે ?
 • મફત છત્રી યોજના યોજના હેઠળ શું સહાય મળશે ?
 • મફત છત્રી યોજના ફોર્મ કઈ રીતે ભરવું ?
 • શું ડોક્યુમેન્ટ જોઈશે મફત છત્રી યોજનામાં ફોર્મ ભરવા માટે ?
મફત છત્રી યોજના
મફત છત્રી યોજના ૨૦૨૨

મફત છત્રી યોજના – Mafat Chhatri Yojana

આ એક ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ બાગાયતી યોજનાઓ હેઠળની એક યોજના છે. આ યોજનાનો મુખ્ય હેતુ ફળ અને શાકભાજીનો બગાડ થતો અટકાવવાનો છે. જેના માટે નાના વેચાણકારોને મફતમાં છત્રી અથવા શેડ આપવાની યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના થકી ગુજરાત સરકાર આર્થિક રીતે ફળ-શાકભાજી- ફૂલપાકો તથા નાશવંત કૃષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને મફતમાં છત્રી આપવા સહાય પૂરી પાડે છે. મફત છત્રી યોજનાનો લાભ મેળવવા માટે I khedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

મફત છત્રી/ સેડ યોજના 2022 
યોજનાનું નામ: ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના
વિભાગનું નામ: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત
અરજીનો પ્રકાર: ઓનલાઈન
અરજી શરુ તારીખ: 17/06/2022
અરજી માટે છેલ્લી તારીખ: 16/07/2022

મફત છત્રી યોજનાના લાભ – Mafat Chatri Yojana Benefits

આ યોજનામાં બાગાયતી વિભાગ દ્વારા નાના વેચાણકારોને લાભ આપવામાં આવે છે. જેમાં ફળો, ફૂલો અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને લાભ મળે છે. જલ્દી નાશ પામતા પાકોનું નાના બજારો, હાટમાં કે લારી ફેળિયા દ્વારા વેચાણ કરતા હોય તેવા નાના વેચાણકારોને ગુજરાત મફત છત્રી યોજના 2022 યોજના હેઠળ વિનામૂલ્યે છત્રી આપવામાં આવશે. આ યોજનાનો લાભ વ્યક્તિગત રીતે અને સંસ્થાને પણ મળવાપાત્ર થશે.

મફત છત્રી યોજનાનો કોને મળશે લાભ?

 • મફત છત્રી યોજના હેઠળ નાના વેચાણકારોને આધારકાર્ડ દીઠ એક છત્રી આપવામાં આવશે.
 • પુખ્યવયના લાભાર્થીને આ યોજનાનો લાભ મળશે.

મફત છત્રી યોજના માટે પાત્રતા – Mafat Chhatri Scheme Eligibility Criteria

જો તમે મફત છત્રી યોજનાનો લાભ લેવા માંગતા હોવતો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.

 • અરજી કરનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
 • ફળો અને શાકભાજી અથવા ફૂલપાકોનું વેચાણ કરતો હોવો જોઈએ.
 • લાભાર્થી રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતો હોવો જોઈએ.
 • નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
 • જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે, તેવા ફળ પાકોનું વેચાણ કરતા નાના વેચાણકારોને પણ લાભ મળશે.

મફત છત્રી યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Mafat Chatri Scheme Document

આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

 1. લાભાર્થીનું આધારકાર્ડ
 2. જાતિનું પ્રમાણપત્ર
 3. રેશન કાર્ડ
 4. મોબાઈલ નંબર
 5. ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
 6. દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો ખેડૂત દિવ્યાંગ હોય તો)
 7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (જો હોય તો)
 8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
 9. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
 10. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

Mafat Chhatri Yojana Online Form Links

મફત છત્રી માટે ઓનલાઈન અરજી કરો: અહીં ક્લિક કરો
મફત છત્રીની અરજીનુ સ્ટેટસ ચેક કરો: અહીં ક્લિક કરો
Official Website: ikhedut.gujarat.gov.in

મફત છત્રી યોજના માટે અરજી કરી રીતે કરવી ?

Mafat Chhatri Scheme Online Form Process નીચે મુજબની છે :

 1. સૌપ્રથમ લાભાર્થીએ https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી. ત્યારબાદ “યોજના” પર ક્લિક કરવું.
 2. પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવાની રહેશે.
 3. Bagayati Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની ઘણી બધી બાગાયતી યોજના બતાવશે.
 4. જેમાં હાલની સ્થિતિએ ક્રમ નંબર—1 પર “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના” બતાવશે.
 5. જેના પર ક્લિક કરીને આગળ New Page ખોલવાનું રહેશે.
 6. હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
 7. ખેડૂત તરીકે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
 8. લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરવું.
 9. હવે “મફત છત્રી યોજના” નું ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ખૂલશે. જેમાં પોતાની સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ બટન પર ક્લિક કરો.
 10. ત્યાર બાદ ફરીથી ભરેલી વિગતો ચેક કરીને Application Confirm કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ અરજીમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
 11. લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. પ્રિન્‍ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
 12. છેલ્લે,લાભાર્થીએ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.

Mafat Chhatri Yojana Application Form Status

તમે ભરેલ ફોર્મ ભરાઈ ગયું છે કે કેમ તે તપાસવા માટે તમે ફોર્મનું Status જોઈ શકો છો.

 • તમારા ફોર્મની સ્થિતિ જાણવા માટે સૌપ્રથમ આ લીંક પર જાઓ : https://ikhedut.gujarat.gov.in/Scheme/frm_SchemeApplicationStatus.aspx
 • ત્યારબાદ તે પેજ પર ક્યા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માંગો છો? અને તમે અરજીનુ સ્ટેટસ કઇ રીતે જોવા માંગો છો? તે પસંદ કરો.
 • તમારી સામે તમારી અરજીનું સ્ટેટ્સ જોવા મળશે.

સારાંશ

આ આર્ટિકલમાં મફત છત્રી યોજના – Mafat Chhatri Yojana Gujarat વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે છતાં પણ તમારા મનમાં આ યોજના કે અન્ય કોઈ યોજના અંગે પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો. અમે તમને જલદી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અહીં આપેલા બટન પર ક્લિક કરીને આ યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

મફત છત્રી યોજના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16/07/2022 છે.

કઈ વેબસાઈટ પર મફત છત્રી યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે?

https://ikhedut.gujarat.gov.in/

આ યોજના હેઠળ શેની સહાય મળે છે?

આ યોજના હેઠળ રોકડ સહાયને બદલે એક છત્રી અથવા સેડ આપવામાં આવશે.

Leave a Comment