માત્ર એક લોગો બનાવો અને જીતો ₹ 25,000

તમારા મનમાં પહેલો જ સવાલ આવ્યો હશે કે આવું તે કંઈ હોતું હશે ? એક લોગો બનાવવા માટે કોણ 25,000₹ આપે ? હા, પણ આ સાચું જ છે. અને લોગો બનાવવા માટે પૈસા બીજું કોઈ નહિ પણ ભારત સરકાર આપવાની છે. રાષ્ટ્રીય શહેરી બાબતોના મંત્રાલયે “રાષ્ટ્રીય શહેરી ડિજિટલ મિશન” શરૂ કર્યું છે. તેના માટે આ લોગો બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

હવે તમારા મનમાં ઘણા બધા સવાલો હશે કે,

 • આ લોગો ડિઝાઇન સ્પર્ધા શું છે?
 • શેનો લોગો બનાવવાનો છે?
 • લોગો બનાવી કયા સબમિટ કરવો?
 • વિજેતાને કેટલું ઈનામ મળવાપાત્ર છે?

તમારા આવા બધા જ સવાલોના જવાબ આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચશો એટલે મળી જશે.

લોગો બનાવો સ્પર્ધા
લોગો બનાવો અને જીતો ઈનામ

સૌ પ્રથમ, આ લોગો ડિઝાઇન સ્પર્ધા છે શું એ સમજીએ.

National Urban Digital Mission લોગો ડિઝાઇન સ્પર્ધા શું છે ?

રાષ્ટ્રીય શહેરી બાબતોના મંત્રાલય દ્વારા આ લોગો ડિઝાઇન સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. આ લોગો રાષ્ટ્રીય શહેરી ડિજિટલ મિશન (National Urban Digital Mission) માટે બનાવવાનો છે. લોગો અંગ્રેજી કે હિન્દી ભાષા માં જ બનાવવાનો છે. આ સ્પર્ધામાં તમામ લોકો ભાગ લઈ શકે છે. લોગોની ડીઝાઇન કરી ને ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. વિજેતાને ઈમેલ એડ્રેસ દ્વારા જણાવવામાં આવશે. વિજેતાએ ડિઝાઇન કરેલા લોગોની મૂળ ડીઝાઇન ફાઇલ આપવી જરૂરી રહેશે.

લોગો ડિઝાઇન માં શું ધ્યાન રાખવું?

લોગો ડિઝાઇન સ્પર્ધામાં લોગો સબમિટ કરવા નીચે પ્રમાણે બાબતો નું ધ્યાન રાખવું જોઈએ.

 • લોગો માં NIUA ટેગલાઈન હોવી જોઈએ.
 • ઉમેદવારોએ લોગો JPG, JPEG અથવા PNG ફોર્મેટમાં સબમિટ કરવાનો રહેશે.
 • લોગો રંગીન ફોર્મેટમાં ડિઝાઇન થવો જોઈએ.
 • લોગો ઈમેજ ન્યૂનતમ 300 DPI સાથે ઉચ્ચ ગુણવતા માં હોવી જોઈએ.
 • લોગો ડિઝાઇન બનાવવામાં હિન્દી અથવા અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવાનો રહેશે.
 • લોગોની ડિઝાઈન છાપેલી કે વોટરમાર્ક ન હોવી જોઈએ.
 • જ્યારે સ્ક્રીન 100% પર જોવામાં આવે ત્યારે લોગો સ્વચ્છ દેખાવો જોઈએ.
 • લોગોની Size ઓછામાં ઓછી 1000px હોવી જોઈએ.
 • લોગો વિશેની સંપૂર્ણ માહિતી PDF માં પણ આપેલ છે.

વિજેતાને કેટલું ઈનામ મળશે?

આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા ને ઈનામ આપવામાં આવે છે જે નીચે પ્રમાણે ઈનામ રકમ જીતી શકો છો.

 • પ્રથમ વિજેતા: 25 હજાર રૂપિયા

વિજેતાની જાહેરાત MyGov ની ઓફિસિયલ વેબસાઈટ પર કરવામાં આવશે.

મહત્વની લિંક

લોગો ડિઝાઇન અંગેની માહિતી આપતી PDF: અહી ક્લિક કરો
રજીસ્ટ્રેશન કે લોગીન કરવા માટે: અહી ક્લિક કરો
સ્પર્ધા અંગે સંપૂર્ણ માહિતી માટે: અહી ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ: અહી ક્લિક કરો

સારાંશ

આ આર્ટિકલમાં લોગો ડિઝાઇન સ્પર્ધા વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે છતાં પણ તમારા મનમાં આ સ્પર્ધા કે અન્ય કોઈ સ્પર્ધા અંગે પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો. અમે તમને જલદી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

અહીં આપેલા બટન પર ક્લિક કરીને આ યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

લોગો ડિઝાઇન સ્પર્ધામાં ઈનામ કઈ રીતે મળવાપાત્ર છે?

આ સ્પર્ધામાં વિજેતા દ્વારા ઈમેલ દ્વારા સબમિટ કરવામાં આવેલી બેંક વિગતો મુજબ ઈનામની રકમ વિજેતાને ટ્રાન્સફર કરવામાં આવશે.

લોગો ડિઝાઇન સ્પર્ધામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

આ સ્પર્ધામાં અરજી કરવાની છેલ્લી તારીખ 24 ઓગસ્ટ 2022 છે.

લોગો ડિઝાઇન સ્પર્ધાની સત્તાવાર વેબસાઇટ કઈ છે ?

https://www.mygov.in/

1 thought on “માત્ર એક લોગો બનાવો અને જીતો ₹ 25,000”

Leave a Comment