આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ કઈ રીતે લિંક કરવું?

સરકારે તાજેતરમાં આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવા માટેની જાહેરાત કરી હતી. આધાર કાર્ડ સાથે પાનકાર્ડ, રેશનકાર્ડ વગેરે લિંક થવાના પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા. ભારતના ચૂંટણી કમિશન દ્વારા આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈ એક મતદાર એકથી વધુ મત વિસ્તારમાં ચૂંટણી કાર્ડ ન ધરાવતો હોય તેની ઓળખ કરવાનો અને મતદાર યાદીમાં મતદારોના નવા પ્રવેશને પ્રમાણિત કરવાનો છે.

આ આર્ટિકલમાં તમે વાંચશો,

  • આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ કઈ રીતે લિંક કરવું?
  • શું આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવું ફરજિયાત છે?
આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક
આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરો

આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ કઈ રીતે લિંક કરવું?

ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડ લિંક કરવાની પ્રક્રિયા બિલકુલ સરળ છે. નીચે આપેલા સ્ટેપ અનુસરી આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડ લિંક કરો:

  1. સૌથી પહેલા તમારા Android કે iphone પર Voter Helpline એપ ડાઉનલોડ કરો: Android | iPhone
  2. Voter helpline એપ ખોલો અને તમારી ભાષા પસંદ કરો.
  3. ત્યારબાદ Explore બટન પર ક્લિક કરો અને Voter Service માંથી Electrol Authentication Form (Form 6B) ઓપ્સન પર ક્લિક કરો.
  4. હવે, Lets Start પર ક્લિક કરી તમારો મોબાઈલ નંબર નાખો અને OTP વેરિફાય કરો.
  5. ત્યારબાદ, તમારો EPIC નંબર (ચૂંટણી કાર્ડ નંબર) દાખલ કરો અને તમારું રાજ્ય પસંદ કરો.
  6. Fetch Details પર ક્લિક કરો અને તમારી વિગતો સાચી હોય તો Proceed બટન પર ક્લિક કરો.
  7. આગળના પેજ પર તમારો આધારકાર્ડ નંબર, નામ અને Email દાખલ કરો, પછી Proceed બટન પર ક્લિક કરો.
  8. બસ, તમારું આધારકાર્ડ ચૂંટણી કાર્ડ સાથે સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે. તમારી સામે Reference ID પણ જોવા મળશે.

સારાંશ

આશા રાખીએ કે, આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવાની આ પ્રક્રિયા તમને સમજાઈ ગઈ હશે. એક જાગૃત નાગરિક તરીકે આ પ્રક્રિયા જરૂરથી કરી લેવી. ચુંટણી પંચ દ્વારા લિંક કરવાની પ્રક્રિયા ફરજિયાત નથી. આ આર્ટિકલ અંગે કોઈ મુજવણ હોયતો નીચે Comment કરીને જરૂરથી જણાવશો.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

જોડાઓ WhatApp ગ્રુપમાં Click Here
જોડાઓ Telegram ચેનલમાં Click Here

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

શું આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવું ફરજિયાત છે?

ના, અત્યાર સુધી આધારકાર્ડ સાથે ચૂંટણી કાર્ડને ફરજિયાત લિંક કરવા અંગે કોઈ સૂચના મળેલ નથી.

ચૂંટણીકાર્ડ અંગે માહિતી મેળવવા ક્યું એપ ડાઉનલોડ કરવું?

Voter Helpline App

Leave a Comment

જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં Click Here