લેપટોપ સહાય યોજના 2022, મળશે રૂ. 1.50 લાખ સુધીની લોન

લેપટોપ સહાય યોજના 2022 : લેપટોપ સહાય યોજના દ્વારા આદિજાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે સહાય આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થીઓને ગુજરાત સરકાર દ્વારા 80% સહાય આપવામાં આવે છે. 

લેપટોપ કે કમ્પ્યુટર ખરીદવા માંગતા મિત્રો માટે આ યોજના વરદાનરૂપ સાબિત થશે. આ આર્ટીકલમાં લેપટોપ સહાય વિશેની નીચે આપેલ માહિતીને આવરી લેવામાં આવેલ છે.

 • લેપટોપ સહાય યોજના નો લાભ કોણ લઈ શકે છે ?
 • લેપટોપ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળશે ?
 • આ યોજના માટેનું ફોર્મ કઈ રીતે ભરવું ?
 • લેપટોપ સહાય યોજનાનું ફોર્મ ભરવા માટે ક્યા ડોક્યુમેન્ટ જોઈશે ?
Laptop Sahay Yojana
લેપટોપ સહાય યોજના

લેપટોપ સહાય યોજના – Laptop Sahay Yojana

આ એક આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરાયેલ યોજના છે. લેપટોપ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ આદિજાતિના વિદ્યાર્થીઓને નવા લેપટોપ ખરીદી કરવા માટે છે. આ યોજના થકી ગુજરાત સરકાર (S.T) આદિજાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા માટે સહાય પૂરી પાડે છે.

લેપટોપ સહાય યોજના ના લાભ – Laptop Sahay Yojana Benefits

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા (S.T) આદિજાતિના વિદ્યાર્થીઓને લેપટોપ સહાય યોજનનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.

જેમ કે;

જો લાભાર્થી 50,000/- નું લેપટોપ ખરીદે છે તો લાભાર્થીને ગુજરાત સરકાર 80% એટલે કે 40,000/- રૂપિયા ની લોન આપશે અને અને બાકી 20% એટલે કે 10,000/- રૂપિયા લાભાર્થી ને ચૂકવવાના રહેશે.

લેપટોપ યોજનાનો લાભ કોણ લઇ શકે છે?

લેપટોપ સહાય યોજના નો લાભ (S.T) આદિજાતિ ના વ્યક્તિઓને મળશે.

લેપટોપ સહાય યોજના માટે પાત્રતા – Laptop Sahay Scheme Eligibility Criteria

જો તમે લેપટોપ સહાય યોજના નો લાભ લેવા માંગતા હોવ તો નીચે આપેલ પાત્રતા હોવી જરૂરી છે.

 • અરજી કરનાર વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
 • આ યોજના માટે માત્ર ST અરજદાર જ અરજી કરી શકે છે.
 • અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
 • લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
 • અરજદાર કે તેના પરિવારમાંથી કોઈને સરકારી વિભાગમાં નોકરી ન હોવી જોઈએ.
 • લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર.
 • કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર.
 • અરજી કરનાર વ્યક્તિની આવક મર્યાદા નીચે મુજબની હોવી જોઈએ.
શહેરી વિસ્તાર માટે:₹1,50,000
ગ્રામ્ય વિસ્તાર માટે:₹1,20,000

લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ – Laptop Sahay Scheme Document

આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.

 1. આધાર કાર્ડની નકલ
 2. અરજદારનો જાતિનો દાખલો (મદદનીશ કમીશ્નરશ્રી / મામલતદાર પ્રમાણીત) *
 3. અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો) *
 4. જામીનદાર-૧ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) *
 5. જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) *
 6. ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
 7. જામીનદાર-૧ નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
 8. જામીનદાર-૨ નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
 9. જામીનદારોએ રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામુ
 10. રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

Laptop Sahay Scheme Online Form Links

નવા યુઝર માટે ઓનલાઈન અરજી કરો:અહીં ક્લિક કરો
રજીસ્ટર યુઝર માટે ઓનલાઈન અરજી કરો:અહીં ક્લિક કરો
Official Website:adijatinigam.gujarat.gov.in

લેપટોપ સહાય યોજના માટે અરજી કરી રીતે કરવી ?

Laptop Sahay Scheme Online Form Process નીચે મુજબની છે :

 1. સૌ પ્રથમ Tribal Development Corporation Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ ખોલો.
 2. ત્યારબાદ, તમને Home Page પર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.
 3. જો તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ.ડી બનાવવાનું રહેશે.
 4. તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login Here” માં પોતાના Login ID અને Password નાખી Login કરવાનું રહેશે.
 5. લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
 6. Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
 7. લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશે.
 8. હવે તમારા દ્વારા “સેલ્ફ એમ્પોલયમેન્‍ટ” પર ક્લિક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
 9. જેમાં યોજનાની પસંદગીમાં “કોમ્પ્યુટર મશીન” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
 10. તમે નક્કી કરેલા જામીનદારની મિલકતની વિગત, બેંક એકાઉન્‍ટની વિગત, અન્ય માંગ્યા મુજબના ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
 11. તમામ વિગતો ઓનલાઈન ભર્યા બાદ ફરીથી એકવાર ચકાસણી કરીને એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
 12. સેવ કરેલી એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્‍ટ લઈને સાચવી રાખવાની રહેશે.
 13. બસ ! તમારું લેપટોપ સહાય યોજના નું ફોર્મ ભરાઈ ગયું છે.

Laptop Sahay Yojana Helpline Number

આ યોજના અંગેની કોઈપણ સમસ્યા માટે હેલ્પલાઇન નંબર: (079)23257552

સારાંશ

આ આર્ટિકલમાં લેપટોપ સહાય યોજના – Laptop Sahay Yojana Gujarat વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે છતાં પણ તમારા મનમાં આ યોજના કે અન્ય કોઈ યોજના અંગે પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો. અમે તમને જલદી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.

આવી અન્ય યોજનાઓની માહિતી માટે WhatsApp અને Telegram ના માધ્યમથી અત્યારે જ અમારી સાથે જોડાઈ જાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

અહીં આપેલા બટન પર ક્લિક કરીને આ યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

લેપટોપ સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

લેપટોપ સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ છે.

લેપટોપ સહાય યોજના માટે વ્યાજ નો દર કેટલો છે?

લેપટોપ સહાય યોજના માટે વાર્ષિક 4% વ્યાજ છે.

લેપટોપ સહાય યોજના હેઠળ કઈ જાતિના વિદ્યાર્થીઓ ને લાભ મળશે?

લેપટોપ સહાય યોજના એ ફક્ત Scheduled Tribe (ST) જ્ઞાતી વાળા વિદ્યાર્થીઓ ને જ આપવામાં આવે છે.

Leave a Comment