કાયદેસર રીતે તમારું નામ બદલવા શું કરવું? કયા ડોક્યુમેન્ટ જોઈએ?

આજ કાલ ઘણા બધા લોકોને આ સવાલ છે કે, કાયદેસર રીતે નામ કઈ રીતે બદલી શકાય. અમુક લોકો ને એવું છે કે નામ માં શું છે! પણ એવા લોકો છે જેમને પોતાના નામ થી કઈક અંગત પ્રોબ્લેમ હોય છે. જેથી એમને કાયદેસર રીતે પોતાનું નામ બદલવું હોય છે પણ એની પ્રોસેસ ખબર નથી હોતી.

તો આ આર્ટિકલમાં,

 • કાયદેસર રીતે તમારું નામ બદલવા શું કરવું જોઈએ ?
 • એફિડેવિટ/સોગાંધનામુ કઈ રીતે બનાવવુ ?
 • લોકલ છાપામાં જાહેરાતમા શું આપવું ?
 • શું ધ્યાન રાખવું જોઈએ ?
 • ગેજેટમાં નામ બદલવા માટે શું કરવું જોઈએ ?
 • શું  ડોક્યુમેન્ટ જોઈએ ? ખર્ચો કેટલો થાય ? ફી કઈ રીતે ભરવી ?

આ આર્ટિકલમાં સંપૂર્ણ માહિતી આપેલ છે.

કાયદેસર રીતે તમારું નામ બદલવા શું કરવું જોઈએ
કાયદેસર રીતે તમારું નામ બદલવા શું કરવું જોઈએ

કાયદેસર રીતે તમારું નામ બદલવા શું કરવું ?

કાયદેસર રીતે તમારું નામ બદલવા નીચે મુજબની પ્રોસેસ કરવી.

આ પ્રકિયા સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી જોડે કરવાની હોય છે. નામ બદલવાની મુખ્ય ત્રણ (૩) પ્રોસેસ છે. જેમ કે,

 • પહેલી પ્રક્રીયામાં એફિડેવિટ (સોગાંધનામુ) બનાવવાનું હોય છે.
 • બીજી પ્રકિયમાં લોકલ છાપામાં એટલે કે ન્યૂઝ પેપર માં એડ આપવાની હોય છે.
 • ત્રીજી પ્રકિયમાં સરકારીરાજ પત્રમાં આપણું નામ બદલાવ્યું છે તેની પ્રિન્ટ કરાવાની હોય છે.

સૌથી પહેલા આપણે એફિડેવિટ બનાવવા ની પ્રકિયા જોઈએ,

એફિડેવિટ/સોગાંધનામુ કઈ રીતે બનાવવુ?

એફિડેવિટ (સોગાંધનામુ) બનાવવા માટે તમારે લોકલ નોટરી કરનાર પાસે જવાનું, ત્યાં તમને જાણ કરે તે સ્ટેમ્પ ઉપર તમારે આ 4 વસ્તુઓ લખાવાની છે.

 1. તમારું જૂનું નામ
 2. તમારું નવું નામ
 3. તમારૂ કાયમી Address ( સરનામું )
 4. કારણ આપવાનુ (કયા કારણ થી તમે નામ બદલવા માંગો છો)

આટલું કરાવ્યા પછી તમારે નોટરી રજિસ્ટર્ડ ની સહી અને સિક્કો કરાવવો જરૂરી છે. અને આ સોગાંધનામાં માટે બે શાક્ષીઓની સહી કરાવવાની રહેશે. આ સોગાંધનામાં ની ટ્રુ કોપી કરાઈ લેવાની. આ તમને ભવિષ્યમાં કામ લાગશે કારણ કે ઓરિજન સોગાંધનામુ જમાં કરાવવાનું રહેશે.

હવે આપણે બીજી પ્રકિયમાં લોકલ છાપામાં જાહેરાત (એડ) આપવી એ જોઈએ:

છાપામાં જાહેરાતમા શું આપવું અને શું ધ્યાન રાખવું જોઈએ?

ન્યુઝ પેપર માં એડ આપવા નું મુખ્ય કારણ એ છે કે નામ બદલી ને કોઈ છેતપીંડી કરવાનું કામ અથવા ઠગવાનું કામ તો નથી કરી રહ્યાં ને તે માટે તમારા નામ ની જાહેરાત આપવી પડશે.

જાહેરાત આપવામા અમુક નિયમો છે તે ધ્યાનમાં રાખવા;

 • તમારે બે છાપામાં જાહેરાત આપવાની રહેશે.
 • બે ભાષાના છાપા માં એડ આપવાની રહેશે. એક અંગ્રેજી છાપામાં અને બીજી તમારી માતૃભાષાનું છાપુ આવે એમાં એડ આપવાની રહશે.

જાહેરાત (એડ) માં મુખ્ય ચાર વસ્તુ આપવાની રહેશે.

 1. તમારું નવું નામ
 2. તમારું જૂનું નામ
 3. તમારી જન્મ તારીખ અને
 4. તમારું સરનામું.

ગેજેટમાં નામ બદલવા માટે શું કરવું જોઈએ ?

ત્રીજી પ્રકિયમાં દેશનું સરકારીરાજ પત્રમાં “Submit Application of gavrment of printing and stationary for Gazette Publication” આપણા નામ ચેંજની માહિતી જાહેર થાય એટલે આપણું નામ બદલાઈ ગયું.

હવે, એના માટે આપણે એક અરજી ફોર્મ ભરવા નું રહેશે. આ ફોર્મ વિના મૂલ્યે નીચે મુજબના સ્થળોએ પણ મેળવી શકો છો અથવા નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.

 1. શ્રેયાન વ્યવસ્થાપક સરકારી મધ્યસ્થ પ્રેસ, સેકટર -૨૯, ઘ -૭ સર્કલ પાસે, ગાંધીનગર.
 2. કચેરી અધિક્ષક સરકારી પુસ્તક ભંડાર, આઝમખાન પેલેસ, ભદ્રકાળી મંદિરની બાજુમાં, લાલ દરવાજા, અમદાવાદ.
 3. કચેરી અધિક્ષક સરકારી પુસ્તક ભંડાર, હલુરીયા ચોક, ભાવનગર.
 4. કચેરી અધિક્ષક સરકારી પુસ્તક ભંડાર, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા.
ફોર્મ ડાઉનલોડ કરવા માટે:  અહી ક્લિક કરો 

ગેજેટમાં નામ ચેન્જ કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

 1. તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
 2. સોગંધનામુ (ઓરિજિનલ)
 3. તમારી વિગતો ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા માટેના હેતુ સાથે સોગંધનામુ (ઓરિજિનલ)
 4. જાહેરાત આપેલ ઓરિજિનલ ન્યુઝ પેપર (બંને)
 5. તમારા ઓળખના પ્રમાણપત્ર ( ટ્રુ કોપી સાથે )

વધારાના ડોક્યુમેન્ટ

18 વર્ષથી નાના બાળકનું નામ બદલવા માટે:

 1. માતા / પિતા / વાલી દ્વારા એફિડેવિટ
 2. ઉંમરનો પુરાવો

પુનર્લગ્ન કર્યા હોય અને પતીનું નામ ચેન્જ કરવા માટે:

 1. છૂટાછેડાનું દસ્તાવેજ
 2. પુનઃ લગ્નનો પુરાવો

પુનર્લગ્ન કર્યા હોય અને બાળકોના પિતાનું નામ ચેન્જ કરવા માટે:

 1. બાળકોના નામ, માતા અને પિતાની એફિડેવિટ

વિવાહિત સ્ત્રીનું નામ બદલવા માટે:

 1. લગ્નનું આમંત્રણ કાર્ડ
 2. લગ્નનો પુરાવો

લગ્ન જૂના થઈ ગયા હોય તો નામ બદલવા માટે:

 1. પતિ અને પત્નીના પુરાવા છે

છૂટાછેડા થઈ ગયા હોય તો નામ બદલવા માટે:

 1. છૂટાછેડાનું દસ્તાવેજ

બાળકની પાછળ પિતાના બદલે માતાનું નામ બદલવા માટે:

 1. બાળ કસ્ટડીનો પુરાવો
 2. છૂટાછેડાનું દસ્તાવેજ
 3. બાળક અને માતા દ્વારા એફિડેવિટ

પિતાનું નામ બદલવા માટે:

પિતાનું નામ બદલાશે નહિ. જો બદલવું હોય તો પિતાએ પોતાનું નામ બદલવું પડશે અને તેમનું નવું નામ બદલાઇને આવે પછી તમારા નામ પાછળ પિતાનું નામ બદલાઈ શકશો.

નોંધ: ગેઝેટમાં બધાના નામ બદલી ને આવે ત્યારે તમારા નામમાં પ્રિન્ટમાં કઈ ભૂલ હોય કે જે તમારે નામ નથી જોઈતું એ નામ હોય તો તમારે 2 મહિના ની અંદર પ્રિન્ટીંગ અને સ્ટેશનરીની સરકાર ગેઝેટ પ્રકાશનને જવાબ આપવાનો રહેશે. અને તમારી પાસે જે ગેઝેટ ની કોપી આવી છે એ પણ ત્યાં સબમિટ કરાવી પડશે.

નામ બદલવા કેટલો ખર્ચો થાય ?

તમારું નામ બદલવામાં ખર્ચ ST તથા SC અને જનરલ કેટેગરી માટે અનુક્રમે 120/– રૂપિયા અને 200/- રૂપિયા જેટલો ખર્ચ થાય છે. આ નામ બદલવાની ફી ભરવા પેટે રૂપિયા હોય છે. આ ફી સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી વિભાગમાં ભરવાની રહેશે.

ફી કઈ રીતે ભરવી ?

તમારું નામ બદલવા માટે ફી બે રીતે ભરાય છે.જે નીચે પ્રમાણે તમે ભરી શકો છો.

1. તમે રૂબરૂ ફી ભરી શકો છો. જેનો ટાઈમ આ રીતે છે.

 • સોમવાર થી શુક્રવારનાં 11:00 થી 04:00 વાગ્યા સુધી છે,
 • 1,3 અને 5માં શનિવારના 11:00 થી 02:00 વાગ્યા સુધી ચાલું છે અને
 • 2 અને 4 શનિવાર અને રવિવારની રજા હશે.

2. રૂબરૂ ના જવું હોય તો મની ઓડર પણ કરી શકો છો.

ફી ભરવા માટેનું સરનામું: સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી, રીડ કલબ રોડ, નવી કલેકટર કચેરી નજીક, રાજકોટ -૩૬૦૦૦૧. GOVERNMENT PRINTING AND STATIONARY, RID CLUB ROAD NR. NEW COLLECTOR KACHERI, RAJKOT – 360001

સારાંશ

આ આર્ટિકલ માં કાયદેસર રીતે નામ બદલવા શું કરવું, તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો Comment કરીને પૂછી શકો છો. અમે જલદી જ તમારા પ્રશ્નનું સમાધાન આપીશું.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

નીચે આપેલા Share બટન પર ક્લિક કરીને નામ બદલવા વિશેની આ માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી ક્યાં આવેલ છે ?

સરકારી મુદ્રણાલય અને લેખન સામગ્રી, રીડ કલબ રોડ, નવી કલેકટર કચેરી નજીક, રાજકોટ -૩૬૦૦૦૧.

નામ બદલાવ્યા પછી પ્રિન્ટની ભૂલથી નામ ખોટું હોય તો શું કરવું ?

2 મહિનાની અંદર પ્રિન્ટીંગ અને સ્ટેશનરીની સરકાર ગેઝેટ પ્રકાશનને રિટનમાં જવાબ આપવાનો રહેશે. અને તમારી પાસે જે ગેઝેટ ની કોપી આવી છે એ પણ ત્યાં સબમિટ કરાવી પડશે.

ફી ભરવા માટે રૂબરૂ ના જવું હોય તો મની ઓડર કયા નામથી કરવાનો હોય છે ?

તમારા જૂના નામથી મની ઓડર કરવાનો રહેશે.

ગેજેટમાં નામ બદલવા માટે અરજી ફોર્મ ની શું ફી હોય છે ?

આ અરજી ફોર્મ કચેરીમાં વિના મૂલ્યે મળે છે.

Leave a Comment