હોસ્ટેલ ભોજન બીલ સહાય યોજના

હોસ્ટેલ ભોજન બીલ સહાય યોજના: બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાનામેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા મેડીકલમાં અભ્યાસ કરતાં અને પોતાના પરિવારથી દુર પોતાના તાલુકામાં શૈક્ષણિક વ્યવસ્થા ન હોય અને તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/અનુદાનિત સિવાયના છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ભોજનબીલ સહાય યોજના શરૂ કરવામાં આવી છે.

અહીં આપણે આર્ટિકલમાં જાણીશું કે,

 • ભોજન બીલ સહાય યોજના શું છે ?
 • ભોજન બીલ સહાયની અરજી કઈ રીતે કરવી ?
 • ભોજન બીલ સહાયની ઓનલાઈન અરજી કર્યા બાદ શુ કરવાનુ રહેશે ?
 • ભોજન બીલ સહાયની અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ
  હોસ્ટેલ ભોજન બીલ સહાય યોજના
  હોસ્ટેલ ભોજન બીલ સહાય યોજના

તો આપણે સૌથી પહેલા ભોજન બીલ સહાય યોજના શું છે તે જાણીએ,

ભોજન બીલ સહાય યોજના શું છે ?

ગુજરાત અનરિઝર્વ્ડ એજ્યુકેશન અને ઇકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUEEDC) દ્વારા કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા સંચાલીત કન્યા છાત્રાલયોમાં રહીને ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓને પણ 10 મહિના માટે દર મહિને 1200/- ફુડબીલ સહાય મળવાપાત્ર થશે.

આવક મર્યાદા

 • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા ૪.૫૦ લાખ કે તેથી ઓછી રહેશે.

ભોજન બીલ સહાયની ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

આ ભોજન બીલ સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરવા નીચે આપેલ પગલા અનુસરો.

 1. સૌ પ્રથમ, આ લીંક https://gueedconline.gujarat.gov.in/ પર ક્લિક કરો.
 2. ત્યાર બાદ, રજિસ્ટ્રેશન કરવું અને પછી લોગીન કરવું
 3. લોગીન કર્યા પછી ભોજન બીલ સહાય સામે Apply Now બટન પર ક્લિક કરો
 4. ત્યાર પછી માગ્યા મજુબની તમામ વીગતો ભરી Save and Upload Photo & Signature પર ક્લિક કરવાની રહશે.
 5. ત્યાં તમારે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરીને Save બટન પર ક્લિક કરવાનું રહેશે.
 6. પછી બધી વિગતો ચેક કરી ને confirm Application બટન પર ક્લિક કરવાની રહેશે.

ભોજન બીલ સહાયની ઓનલાઈન અરજી કર્યા બાદ શુ કરવાનુ રહેશે ?

ઓનલાઇન અરજી કર્યા બાદ અરજી પ્રિન્ટ આઉટ કરીને નીચે સહી કરીને અપલોડ કરેલ તમામ ડોક્યુમેન્ટ ની પ્રમાણીત કરેલ નક્લ જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના નાયબ નિયામક (વિ.જા)/જિલ્લા સમાજકલ્યાણ અધિકારીશ્રીને સહાયની તમામ અરજીઓ કુરીયર/પોસ્ટ/રૂબરુ મોક્લવાના રહેશે.

એડ્રેસ

ભોજન બીલ સહાયની અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ

આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ નીચે મુજબ લીસ્ટ આપેલ છે.

 1. આધાર કાર્ડ
 2. મોબાઈલ નંબર
 3. આવકનો દાખલો
 4. બિન અનામતનું પ્રમાણપત્ર
 5. એડમિશન સ્લીપ (સ્કૂલ ની)
 6. એડમિશન સ્લીપ (હોસ્ટેલ ની)
 7. બેન્કપાસ બુક
 8. હોસ્ટેલ ની તમામ વિગત
 9. હોસ્ટેલ રજીસ્ટ્રેશન નંબર
 10. ભોજન બિલની પહોચ
 11. રેશન કાર્ડ અથવા લાઇટબિલ
 12. LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર)
 13. છેલ્લી પાસ કરેલ માર્કશીટ
 14. હોસ્ટેલ સમાજ/ટ્રસ્ટ/સંસ્થા સંચાલિત છે તેનો પુરાવો

હેલ્પ લાઇન નંબર

 • દરેક યોજના વિશે માહિતી, કોઈ ડોક્યુમેન્ટ કેવી રીતે મેળવવું કે ક્યાંથી કઢાવવા બાબત, વહીવટી અથવા તેને લગતી અન્ય બાબત માટે ફોન કરો GUEEDC નિગમ ની કચેરી ની વહીવટી હેલ્પલાઈન નંબર : 079-23258688/079-23258684

નોધ: રજાના દિવસે ટેકનિકલ સપોર્ટ ઉપલબ્ધ રહેશે નહિ.

અથવા તમે તમારા District Implimenting Officer નો સંપર્ક કરી શકો છો (District Implimenting Officer નો નંબર જાણવા અહીં Click કરો)

(Timings : 10:30 AM to 2:00 PM and 3:00 PM to 6:00 PM – સરકારી કામકાજના દિવસો દરમ્યાન)

મહત્વની લિંક

ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો 
ઓફિશિયલ વેબસાઈટ gueedc.gujarat.gov.in

અન્ય માહિતી

ભોજન બીલ સહાય વિશે અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

વિદ્યાર્થીઓને ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

ભોજન સહાય કયા કયા અભ્યાસક્રમનાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે ?

સ્નાતક કક્ષાનાં (મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ, પેરા ટેકનીકલ) જેવાં અભ્યાસક્રમો કરતાં વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.

વિદ્યાર્થીને ભોજન સહાય કેટલું મળવાપાત્ર છે ?

પ્રતિ માસ ૧૨૦૦/- રૂ. લેખે ૧૦ માસના રૂ.૧૨,૦૦૦/- સહાય મળવાપાત્ર છે.

વિદ્યાર્થીને ભોજન સહાય માટે કઇ પાવતી હોવી જરૂરી છે ?

છાત્રાલયમાં ભોજન બિલ ભરતા હોવાની પાવતી.

ભોજન સહાયમાં કુટુંબની વાર્ષિક આવક મર્યાદા કેટલી હોવી જોઇએ ?

રૂ. ૪.૫૦ લાખથી ઓછી હોવી જોઇએ.

ભોજન સહાય માટે પ્રતિ વર્ષ અરજી કરવાની હોય છે કે કેમ ?

હા! (દર વર્ષે)

છાત્રાલયને ગ્રાન્ટ મળતી હોય તો વિદ્યાર્થીને ભોજન સહાય મળવાપાત્ર છે કે કેમ ?

ના

ઓનલાઈન કરેલ અરજી કર્યાબાદ જો હાર્ડ કોપી મોક્લવામાં ના આવે તો શું થાય ?

અરજી સ્વીકાર્ય રાખવામાં આવશે નહી.

Leave a Comment