હર ઘર તિરંગા અભિયાન શું છે ? અને સર્ટિફિકેટ ડાઉનલોડ કઈ રીતે કરવું ? | Har Ghar Tiranga Abhiyan

હર ઘર તિરંગા અભિયાન: આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભારત સરકાર દરેક ઘરે તિરંગા અભિયાનની શરૂઆત કરવા જઇ રહી છે. આ અભિયાન દ્વારા દરેક દેશવાસીને ઘરમાં તિરંગો ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. દરેક ઘરે તિરંગા અભિયાનનુ આયોજન 13 ઓગષ્ટથી શરૂ થશે અને 15 ઓગષ્ટ સુધી ચાલશે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રધ્વજ, ત્રિરંગા સાથે દેશના નાગરિકોનો વ્યક્તિગત સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતીયો રાષ્ટ્રીય ધ્વજ સાથે ખૂબ જ વ્યાવહારિક બંધન ધરાવે છે. આમ, સરકારે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું જેમાં દરેક ભારતીયને 13 ઓગસ્ટ 2022 થી 15 ઓગસ્ટ 2022 સુધી રાષ્ટ્રધ્વજ ફરકાવવાની તક મળે છે. હર ઘર તિરંગા અભિયાન શું છે ? સર્ટીફીકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું ? આ સંપૂર્ણ માહિતી અહી આર્ટિકલમાં આપેલ છે.

હર ઘર તિરંગા અભિયાન શું છે ? Har Ghar Tiranga 

75માં સ્વતંત્ર દિવસ નિમિતે ભારત સરકાર દ્વારા દેશના દરેક ઘરે 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી રાષ્ટ્રધ્વજ ફકાવવામાં માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંગે કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલયના સેક્રેટરી ગોવિંદ મોહને જણાવ્યું કે આ અભિયાન પોતાના તિરંગાની આન, બાન અને શાનને સમર્પિત થશે. દરેક દેશવાસીને તિરંગા વિશે વધુ માહિતગાર થઈ શકશે અને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 વિશે ઓળખાણ મેળવી શકશે. રાષ્ટ્રગાન પોર્ટલ અભિયાનને લગતી તમામ મહત્વપૂર્ણ માહિતી આપે છે. સરકારની વિચારણા મુજબ નાગરિકો નિશ્ચિતપણે વધુ દેશભક્તિ અનુભવશે અને અભિયાન પછી તિરંગા સાથે જોડાયેલા રહેશે.

સ્ટાઈલ 01: હર ઘર ત્રિરંગાનો તમારો ફોટો બનાવવા માટે અહીં ક્લિક કરો

સ્ટાઈલ 02: હર ઘર ત્રિરંગાનો તમારો ફોટો બનાવવા માટે અહીં ક્લિક કરો

સ્ટાઈલ 03: હર ઘર ત્રિરંગાનો તમારો ફોટો બનાવવા માટે અહીં ક્લિક કરો

હર ઘર તિરંગા સર્ટીફીકેટ

આ અભિયાન માં દેશના જે નાગરિકો 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવશે તેમને સર્ટીફીકેટ આપવામાં આવશે. આ અભિયાનની મહત્વપૂર્ણ માહિતી અને સર્ટીફીકેટ ડાઉનલોડ કરવા માટે આ harghartiranga.com પોર્ટલ શરૂ કરવામાં આવી છે.

હર ઘર તિરંગા સર્ટીફીકેટ કઈ રીતે ડાઉનલોડ કરવું ?

હર ઘર તિરંગા અભિયાન 13 થી 15 ઓગસ્ટ 2022 ની નોંધણી પૂર્ણ કરવા માટે નીચે મુજબ પ્રક્રિયા અનુસરો.

  1. સૌ પ્રથમ આ વેબસાઇટ harghartiranga.com પર કલીક કરો.
  2. ત્યાર પછી, “Pin a Flag” વિકલ્પ પર ક્લિક કરો.
  3. ત્યાં આપેલ તમામ માહિતી યોગ્ય રીતે ભરો અને NEXT બટન પર ક્લિક કરો.
  4. લોગઈન કર્યા પછી સંબંધિત વિકલ્પ પર ક્લિક કરીને તમારું સ્થાન શેર કરો.
  5. આ પછી, તમે હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરો.
સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે:  અહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઇટ: harghartiranga.com

અન્ય માહિતી

આ આર્ટિકલમાં હર ઘર તિરંગા અભિયાન વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો Comment કરીને પૂછી શકો છો. અમે જલદી જ તમારા પ્રશ્નનું સમાધાન આપીશું.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

હર ઘર તિરંગા અભિયાન કેટલા દિવસ ચાલુ રહેશે ?

હર ઘર તિરંગા અભિયાન 13 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ 2022 સુધી ચાલુ રહેશે.

હર ઘર તિરંગા અભિયાન માટે કઈ પોર્ટલ ચાલુ કરવામાં આવી છે ?

harghartiranga.com

Leave a Comment