ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2022, ક્વિઝ રમો અને જીતો 25 કરોડના ઈનામો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 (G3Q) : ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” નિમિત્તે એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ક્વિઝ સ્પર્ધામાં 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકો ભાગ લઈ, 25 કરોડ રૂપિયા સુધીના ઈનામો જીતી શકે છે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા ઓનલાઈન રહેશે.

આ આર્ટિકલમાં ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે. જેવી કે, ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?, આ સ્પર્ધામાં કઈ રીતે ભાગ લેવો?, આ ક્વિઝ માટે કઈ રીતે રજીસ્ટ્રેશન કરવું?, આ સ્પર્ધામાં ભાગ લેનાર કઈ રીતે ઈનામ જીતી શકે છે? ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ કઈ રીતે જોવું? વગેરે.

Contents show

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે? (G3Q)

આઝાદીના ૭૫મા વર્ષ નિમિતે આખા દેશમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” યોજાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ” એટલે કે G3Q નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આ ક્વિઝ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. માનનિય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તારીખ 7 જુલાઈએ સાયન્સ સીટી અમદાવાદ ખાતેથી આ સ્પર્ધાનો શુભારંભ કરશે. આ સ્પર્ધા ૭૫ દિવસો સુધી ચાલશે. ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ગુજરાતના 25 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને ભણતા નથી તેવા લોકો ભાગ લેશે.

અગત્યની સૂચના

 • ચોથા રાઉન્ડની ક્વિઝનો સમય અને તારીખ: 14/08/2022 થી 19/08/2022 (સવારે 8 થી રાત્રે 11:00 વાગ્યા)
 • પરિણામ તારીખ : 20/08/2022 (શનિવાર)
 • આજની ક્વિઝ માં કયા પ્રશ્નો પુછાશે તે જોવા : અહીં ક્લિક કરો 

ખાસ નોંધ : પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરેલ હોય તો આગળના રાઉન્ડ માટે ફરીથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. તે જ ID અને Password થી લોગીન કરી ક્વિઝ આપી શકશો.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકે છે ?

શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કરેલ જાહેરાત મુજબ, આ ક્વિઝ માં ધોરણ 9 થી 12, કોલેજો અને યુનિવર્સિટી કક્ષાએ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. સાથે સાથે રાજ્યના વિધાર્થી ના હોય તેવા સામાન્ય નાગરીકો પણ આ ક્વિઝ માં ભાગ લઈ શકશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું માળખું

આ ક્વિઝ સ્પર્ધામાં કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, તેના મુખ્ય ઉદ્દેશ્યો, લાભાર્થીઓ, અત્યાર સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ તથા વિદ્યાર્થીઓના અનુભવગત પ્રશ્નો પૂછવામાં આવશે. 

 • ક્વિઝ નો સમય : દર અઠવાડિયે રવિવાર થી શુક્રવાર સુધી ક્વિઝ નું આયોજન કરવામાં આવશે, જ્યારે શનિવારે વિજેતા જાહેર કરવામાં આવશે.
 • 10 જુલાઈ 2022 થી 75 દિવસ સુધી આ રીતે ક્વિઝ નું ઓનલાઈન આયોજન થશે.
 • ક્વિઝમાં 20 પ્રશ્નો પૂછવામાં આવશે જેના માટે 20 મિનિટનો સમય હશે.
 • દરેક સાચા જવાબ માટે 1 ગુણ મળશે, જ્યારે ખોટા જવાબ માટે 0.33 ગુણ માઈન્સ થશે.
 • ક્વિઝ ના સ્પર્ધકો નું મેરીટ ગુણ અને તેમણે લીધેલ સમય પરથી નક્કી કરવામાં આવશે. સૌથી ઓછા સમયમાં સૌથી વધુ ગુણ મેળવનાર પ્રથમ ક્રમે રહેશે.
 • આ સ્પર્ધામાં અઠવાડિયા દરમિયાન સ્પર્ધકે “રવિવાર થી શુક્રવાર” વચ્ચે કોઇપણ એક જ દિવસે ક્વિઝ આપવાની રહેશે.
 • આ સ્પર્ધા માટે દરરોજ 250 જેટલી ડિજિટલ પ્રશ્ન પુસ્તિકાઓ વેબસાઈટ પર આપવામાં આવશે.
 • આ ક્વિઝ g3q.co.in વેબસાઈટ પર આયોજિત કરવામાં આવશે, જેથી Android, iphone, કમ્પ્યૂટર, લેપટોપ કે ઇન્ટરનેટ ચલાવી શકાય તેવા બધા જ સાધનો દ્વારા ભાગ લઈ શકાશે.

G3Q ના તબક્કા

આ ક્વિઝ સ્પર્ધાનું ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવશે.

 1. પ્રથમ તબક્કામાં શાળા અને કોલેજોમાંથી તાલુકા કે વોર્ડ કક્ષાએ ક્વિઝ નું આયોજન કરવામાં આવશે.
 2. બીજા તબક્કામાં તાલુકા કે વોર્ડ કક્ષાએ વિજેતાઓ ની જિલ્લા કે મહાનગર પાલિકા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
 3. ત્રીજા તબક્કામાં જિલ્લા કે મહાનગર પાલિકા કક્ષાએ વિજેતાઓ ની રાજ્ય કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું ટાઇમટેબલ

ક્રમ ક્વિઝ તારીખ પરિણામ તારીખ
ક્વિઝ રાઉન્ડ ૧ ૧૦ જુલાઈ થી ૧૫ જુલાઈ ૧૬ જુલાઈ
ક્વિઝ રાઉન્ડ ૨  ૧૭ જુલાઈ થી ૨૨ જુલાઈ ૨૩ જુલાઈ
ક્વિઝ રાઉન્ડ ૩  ૨૪ જુલાઈ થી ૨૯ જુલાઈ ૩૦ જુલાઈ
ક્વિઝ રાઉન્ડ ૪  ૩૧ જુલાઈ થી ૫ ઓગસ્ટ ૬ ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ પ  ૭ ઓગસ્ટ થી ૧૨ ઓગસ્ટ ૧૩ ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ ૬  ૧૪ ઓગસ્ટ થી ૧૯ ઓગસ્ટ ૨૦ ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ ૭  ૨૧ ઓગસ્ટ થી ૨૬ ઓગસ્ટ ૨૭ ઓગસ્ટ
ક્વિઝ રાઉન્ડ ૮  ૨૮ ઓગસ્ટ થી ૨ સપ્ટેમ્બર ૩ સપ્ટેમ્બર
ક્વિઝ રાઉન્ડ ૯  ૪ સપ્ટેમ્બર થી ૯ સપ્ટેમ્બર ૧૦ સપ્ટેમ્બર
જીલ્લા કક્ષાની ક્વિઝ ૧૪ સપ્ટેમ્બર
રાજ્ય કક્ષાની ક્વિઝ  ૧૭ સપ્ટેમ્બર

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું ?

આ ક્વિઝ સ્પર્ધામાં રજીસ્ટ્રેશન કરવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

 1. સૌપ્રથમ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ની ઓફીસિયલ વેબસાઈટ પર જાઓ : g3q.co.in
 2. ત્યારબાદ પેજમાં નીચે જશો એટલે રજીસ્ટ્રેશન કરવાનુ ફોર્મ આવશે.
 3. આ ફોર્મમાં વિધાર્થીનું નામ, જાતિ, મોબાઈલ નંબર, સરનામું, શાળા/કોલેજ વગેરે માહિતી ભરો.
 4. પછી કઈ ભાષામાં ક્વિઝ આપવા માંગો છો તે પસંદ કરો. અને ખાનામાં લખેલ કેપચા કોડ લખો.
 5. હવે, Save બટન પર ક્લિક કરો જેથી તમારા નંબર પર OTP આવશે.
 6. OTP નાખી Confirm પર ક્લિક કરશો એટલે તમારૂ રજીસ્ટ્રેશન થઈ જશે.
 7. તમારા ID અને Password તમને SMS દ્વારા મળી જશે, જે નાખીને તમે Login કરી શકશો.

g3q Quiz Link

પ્રેસ નોટ: અહી ક્લિક કરો 
ઓફિસિયલ પરિપત્ર: અહીં ક્લિક કરો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું રજીસ્ટ્રેશન: અહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ: https://g3q.co.in/
Telegram ચેનલ માં જોડાવા: અહી ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના ઈનામો

તાલુકા કક્ષાએ ક્વિઝના ઈનામ (અઠવાડિયા દીઠ) :

શાળા કક્ષાના ઈનામ
વિજેતા ક્રમ ઈનામની રકમ વિજેતાની સંખ્યા
પ્રથમ ₹ 2,100 1
દ્વિતીય ₹ 1,500 4
તૃતીય ₹ 1,000 5
કોલેજ કક્ષાના ઈનામ
પ્રથમ ₹ 3,100 1
દ્વિતીય ₹ 2,100 4
તૃતીય ₹ 1,500 5
શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ
વિજેતા ક્રમ ઈનામની રકમ વિજેતાની સંખ્યા
પ્રથમ ₹ 1,00,000 1
દ્વિતીય ₹ 75,000 1
તૃતીય ₹ 50,000 1
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામ
પ્રથમ ₹ 2,00,000 1
દ્વિતીય ₹ 1,25,000 1
તૃતીય ₹ 75,000 1
 • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ વિભાગના કુલ વિજેતાઓમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા ની પસંદગી માટે સતત ૭૫ દિવસ બાદ તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ)/વોર્ડ કક્ષા એક ઓનલાઇન ક્વિઝનું આયોજન કરવામાં આવશે અને તેમાંથી પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતાની પસંદગી કરવામાં આવશે.
 • તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ) કક્ષાએ દરેક વિજેતાને પરીવારના ૪ સદસ્યો સાથે એક વર્ષના સમયગાળામાં એક વખત નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.
 • ક્વિઝના તમામે તમામ સ્પર્ધકોને એક વર્ષના સમયગાળા દરમિયાન (૧ + ૧) એમ બે વ્યક્તિ માટે નિઃશુલ્ક સ્ટડી ટુર યોજવામાં આવશે.

જિલ્લા-મહાનગરપાલિકા કક્ષાની ક્વિઝના ઈનામ:

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ
વિજેતા ક્રમ ઈનામની રકમ વિજેતાની સંખ્યા
પ્રથમ ₹ 2,00,000 1
દ્વિતીય ₹ 1,25,000 1
તૃતીય ₹ 75,000 1
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામ
પ્રથમ ₹ 3,00,000 1
દ્વિતીય ₹ 2,00,000 1
તૃતીય ₹ 1,00,000 1
 • જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા વિદ્યાર્થીઓ શક્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે. આ વિજેતાઓ બે દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
 • જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાના શાળા અને કોલેજ-યુનિવર્સીટી વિભાગનાં દસ + દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

રાજ્ય કક્ષાની ગ્રાન્ડ ફિનાલે મેગા ક્વિઝના ઈનામ:

શાળા કક્ષાના વિશિષ્ટ ઈનામ
વિજેતા ક્રમ ઈનામની રકમ વિજેતાની સંખ્યા
પ્રથમ ₹ 3,00,000 1
દ્વિતીય ₹ 2,00,000 1
તૃતીય ₹ 1,00,000 1
કોલેજ કક્ષાના વિશિષ્ટ ઈનામ
પ્રથમ ₹ 5,00,000 1
દ્વિતીય ₹ 3,00,000 1
તૃતીય ₹ 1,50,000 1
 • જિલ્લા અને મહાનગરપાલિકાના વિજેતા જાહેર થયેલા સ્પર્ધકો રાજ્ય કક્ષાની ક્વિઝમાં ભાગ લેશે.
 • આ રાજ્ય કક્ષાની ક્વિઝમાં ૭પ શાળા કક્ષાના અને ૭પ કોલેજ કક્ષાના એમ કુલ ૧૫૦ વિજેતા જાહેર કરવામાં આવી. રાજ્ય કક્ષાના ૧૫૦ વિજેતાઓને ત્રણ દિવસની સ્ટડી ટુર ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.

અન્ય કક્ષાના સ્પર્ધકો માટે ક્વિઝના ઈનામ:

 • સતત ૭૫ દિવસ ચાલનારી ક્વિઝમાં ભાગ લીધેલ સ્પર્ધકોમાંથી કુલ ૭૫ વિજેતાઓ જાહેર કરવામાં આવશે. 
 • ક્વિઝની અન્ય કક્ષાના આ ૭૫ વિજેતાઓ ૦૨ દિવસની પરિવારના કુલ ૦૪ સદસ્યો સાથેની ટુર (પતિ-પત્ની ૨ બાળકો એમ કુલ ૦૪ ખથવા તો કુટુંબના કોઈપણ ૦૪ સભ્યો) ઈનામ સ્વરૂપે પ્રાપ્ત થશે.
 • આ ઉપરાંત તાલુકા(નગરપાલિકા સમાવિષ્ટ), જિલ્લા-મહાનગરપાલિકા અને રાજ્ય કક્ષાની ક્વિઝના સ્પર્ધકોને તમામ સ્પર્ધકો અને વિજેતાઓને ગુજરાત સરકાર લેવલે ડીઝીટલ પ્રમાણપત્ર
 • જે-તે શાળા કે કોલેજ-યુનિવર્સીટીમાં સૌથી વધારે ભાગ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે શાળા કે કોલેજ-યુનિવર્સીટીને પ્રશસ્તિપત્ર (કોલેજ શાળાના કુલ વિદ્યાર્થીઓના ટકાવારી મુજબ)

g3q માં સમાવિષ્ટ વિષયો

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધામાં અહી આપેલ વિષયોનો સમાવેશ થાય છે. ક્વિઝમાં પુછાતા બધાજ પ્રશ્નો આ વિષયોમાંથી જ હશે.

શિક્ષણ વિભાગ યાત્રા ધામ વિકાસ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ  ગ્રામ વિકાસ
સામાજિક અને ન્યાય વિભાગ  શહેરી વિકાસ
ઉદ્યોગ ફૂડ અને સિવિલ સપ્લાય
મહિલા અને બાળ વિકાસ કલ્ચરલ અને ઈતિહાસ
આદિજાતિ વિકાસ  રમતગમત અને ખેલકૂદ
કલાઈમેન્ટ ચેન્જ  નર્મદા અને જળસંપતિ
સાયન્સ અને ટેકનોલોજી  સહકાર વિભાગ
વાઈબ્રન્ટ ગુજરાત  નાણા વિભાગ
સ્ટેચ્યુ ઓફ યુનિટી  શ્રમ અને રોજગાર
વડનગર  ગૃહ વિભાગ
સાહિત્ય અને ગુજરાતનો વારસો  વન અને પર્યાવરણ
ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી પર આધારીત  દેશની પાર્લામેન્ટમાં પુછાયેલ પ્રશ્નો પર આધારિત

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ક્યાં મળશે?

G3Q માં પૂછાતા પ્રશ્નો જોવા માટે નીચે આપેલ સ્ટેપ અનુસરો:

 1. સૌ પ્રથમ G3Q.co.in ની વેબસાઈટ ખોલો અથવા અહીં ક્લિક કરો.
 2. ત્યારબાદ મેનુ માંથી Today’s Quiz Bank પર ક્લિક કરો.
 3. તમારી સામે નવું પેજ ખુલે તેમાં શૈક્ષણિક પ્રકાર અને ક્વિઝ માધ્યમ પસંદ કરો.
 4. હવે, Search બટન પર ક્લિક કરો એટલે તમારી સામે આજે ક્વિઝ માં પૂછાવાના છે તે બધા પ્રશ્નો આવી જશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પરિણામ કઈ રીતે જોવું

g3q સ્પર્ધામાં રવિવાર થી શુક્રવાર દરમિયાન જે સ્પર્ધકો ક્વિઝ આપે છે, તેમનું પરિણામ તે જ અઠવાડિયાના શનિવારે જાહેર કરવામાં આવે છે. પ્રથમ રાઉન્ડના પરિણામ ક્યારે જાહેર થશે તેની માહિતી અહી આપેલ છે.

ક્વિઝ નો રાઉન્ડ: પાંચમો
પરિણામ તારીખ: 13/08/2022
પરિણામ સમય: 9 PM (રાત્રે)
પરિણામ જોવાની લિંક: અહી ક્લિક કરો 
 1. તમારૂ પરિણામ જોવા સૌપ્રથમ ઉપર આપેલ લિંક પર જાઓ. અથવા અહી ક્લિક કરો.
 2. ત્યારબાદ Education Type માં School કે College સિલેક્ટ કરો.
 3. આગળ તમારો તાલુકો પસંદ કરો. (જે તાલુકામાં તમારી કોલેજ હોય તે તાલુકો)
 4. બસ, Get Results પર ક્લિક કરો, તમારી સામે પરિણામ આવી જશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં બેંક ખાતુ કઈ રીતે એડ કરવું?

જો તમે g3q માં વિજેતા બન્યા હોવ તો, ઇનામની રકમ મેળવવા માટે તમારા બેંક ખાતાની માહિતી ભરવી જરૂરી છે. 

 1. સૌપ્રથમ આ લિંક પર જાઓ : https://quiz.g3q.co.in/ ત્યારબાદ તમારા ID અને Password થી લોગીન કરો.
 2. ત્યારબાદ Bank Details બટન પર ક્લિક કરો.
 3. હવે તમારો બેંક ખાતા નંબર, તમારું બેંક ખાતામાં જે નામ આપેલ છે તે, IFSC કોડ અને આધાર કાર્ડ નંબર દાખલ કરો.
 4. બસ ! Update બટન પર ક્લિક કરો. તમારી માહિતી સફળતાપૂર્વક એડ થઇ ગઈ છે.

આ પણ વાંચો

આશા રાખીએ કે અમારા દ્વારા આપવામાં આવેલ ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ અંગેની માહિતી તમને ગમી હશે. જો તમારા મનમાં આ સ્પર્ધા વિશે કોઈ પ્રશ્ન હોય તો Comment કરીને જણાવશો.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ માટે અમે સ્પેશિયલ WhatsApp ગ્રુપ અને Telegram ચેનલ બનાવેલ છે. જેના પર આ સ્પર્ધા અંગે સંપૂર્ણ માર્ગદર્શન અને અગત્યની સૂચનાઓ મળી રહેશે, તો અત્યારે જ આ લીંક પરથી અમારી સાથે જોડાઓ.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ કેટલા દિવસ સુધી ચાલશે ?

75 દિવસ

આ ક્વિઝ માં કેટલા પ્રશ્નો પૂછશે ?

દરેક ક્વિઝ સ્પર્ધામાં 20 પ્રશ્નો પુછાશે જેના માટે 20 મિનિટનો સમય મળશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ ભાગ લેવા કઈ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું ?

g3q.co.in

દરેક રાઉન્ડમાં કેટલી વખત ક્વિઝ આપવાની રહેશે?

રવિવાર થી શુક્રવાર વચ્ચે કોઇપણ દિવસે એક જ વખત ક્વિઝ આપવાની રહેશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું પરિણામ ક્યારે જાહેર થશે?

દરેક રાઉન્ડની ક્વિઝનું પરિણામ શનિવારે જાહેર થશે.

જે એક રાઉન્ડમાં વિજેતા બન્યા છે તે આગળના રાઉન્ડની ક્વિઝમાં ભાગ લઇ શકશે?

ના, જે મિત્રો એક રાઉન્ડમાં વિજેતા બનશે તે આગળના કોઇપણ રાઉન્ડની ક્વિઝ નહિ આપી શકે.

જે પ્રથમ રાઉન્ડ વિજેતા નથી બન્યા તે આગળના રાઉન્ડમાં ભાગ લઇ શકશે ?

હા, તમે જ્યાં સુધી વિજેતા ન બનો ત્યાં સુધી દરેક રાઉન્ડમાં ભાગ લઇ શકશો?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો ક્યાંથી મળશે?

આ લિંક પર જઈને દરરોજના પ્રશ્નો જોઈ શકો છો : https://quiz.g3q.co.in/quizbank

જે તાલુકા ક્ક્ષાએ વિજેતા બન્યા છે તેઓ આગળ ક્વિઝ આપી શકશે?

તાલુકા ક્ક્ષાએ વિજેતા બન્યા છે, તે જીલ્લા ક્ક્ષાએ ક્વિઝ આપી શકશે.

જોડાઓ WhatApp ગ્રુપમાં Click Here
જોડાઓ Telegram ચેનલમાં Click Here

વિજેતાને ઇનામ કઈ રીતે મળશે?

જો તમે વિજેતા બન્યા હોવ તો, login કરીને તમારી Bank Details ફરજીયાત નાખવી. જેથી તમારા બેંક ખાતામાં ઇનામની રકમ આવી શકે.

આ માહિતી Share કરો:

80 thoughts on “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ 2022, ક્વિઝ રમો અને જીતો 25 કરોડના ઈનામો”

 1. Sir my name is Narmal dineshbhai Amrutbhai hu banaskantha .Ta. Vadgam the shu hu kews mo Taluka mo 3 number che pen bank no oppation malto nathe chu karu hu maheti apcho

  Reply
 2. I got 10th number in my taluka then how much prize money will I get and can I participate in the next quiz

  Reply

Leave a Comment

જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં Click Here