ગુજરાત શિક્ષણ બોર્ડ: ધોરણ 9 થી 12 ની પરીક્ષા પધ્ધતીમા ફેરફાર, જાણો કેટલા ટકા MCQ પુછશે?

ગુજરાત શિક્ષણ બોર્ડ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2020-21 મા કોરોના વાયરસ ને લીધે પરીક્ષા પધ્ધતીમા ફેરફાર કર્યા હતા, હવે ફરી થી ધોરણ 9 થી 12 ની પરીક્ષા પધ્ધતીમા ફેરફાર કર્યા છે. વર્ષ 2019-20 દરમીયાન 30 ટકા MCQ પ્રશ્નો પેપરમા પુછતા હતા. શુ-શુ ફેરફાર કર્યા છે? કેટલા ટકા MCQ પુછશે? આ વિશે સમ્પુર્ણ માહિતી પોસ્ટમા આપેલ છે.

જૂની પરીક્ષા પધ્ધતીનુ અમલીકરણ કરવા આદેશ

વર્તમાનમા પણ કોરોના આવી રહ્યા છે, પરંતુ કાળજી રાખીને ઓફલાઇન શિક્ષણકાર્ય ચાલુ કર્યુ છે, રાબેતા પ્રમાણે અભ્યાશ શરુ કર્યો છે. હવે પરીક્ષા પધ્ધતી વર્ષ 2019-20 પ્રમાણે કરવામા આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2022-23ની પરીક્ષા પેટર્ન વર્ષ 2019-20 પ્રમાણે અમલ કરવાનો આદેશ આપ્યો છે.

કેટલા ટકા MCQ પુછશે?

હવે ધોરણ 9 થી 12 ની પરીક્ષામા 20 ટકા MCQ પ્રશ્નો અને 80 ટકા વર્ણાનાત્મક પ્રશ્નો પેપરમા પુછાશે. આમ પેપર પરિપત્ર મુજબ યથાવત રહેશે.

વર્ષ 2019-20 પરીક્ષા પેટર્ન શુ છે?

વર્ષ 2019-20 પરીક્ષા પેટર્ન ધોરણ 10મા આંતરીક મુલ્યાંકન 20 માર્ક અને બોર્ડના પેપરમ 80 માર્ક, જેમા 20 માર્ક માથી 7 માર્ક અને 80 માર્ક માથી 26 માર્ક મેળવનાર વિધ્યાર્થી પાસ ગણાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ માર્ક 100 માંથી 20 માર્કના હેતુલક્ષી પ્રશ્નો અને 80 માર્કના ટૂંકા અને લાંબા પ્રકારના પ્રશ્નો પૂછાશે, અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ માર્ક 100 માંથી 100 ટકા થીયરી પ્રકારના પ્રશ્નો પ્રમાણે પેપર પરિપત્ર મુજબ યથાવત રહેશે.

4 thoughts on “ગુજરાત શિક્ષણ બોર્ડ: ધોરણ 9 થી 12 ની પરીક્ષા પધ્ધતીમા ફેરફાર, જાણો કેટલા ટકા MCQ પુછશે?”

Leave a Comment