ધોરણ 10 અને 12 ની પુરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જુલાઈ 2022 માં લેવાશે પરીક્ષા

બોર્ડની પુરક પરીક્ષા જુલાઇ 2022નો કાર્યક્રમ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 એસ.એસ.સી. તથા સંસ્કૃત પ્રથમા અને ધોરણ-12 વિજ્ઞાનપ્રવાહ તથા સામાન્યપ્રવાહના ઉમેદવારોની જુલાઇ 2022ની પુરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. જે બોર્ડની સતાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે.

કઈ રીતે ડાઉનલોડ કરવું ટાઈમ ટેબલ? અને વિધ્યાર્થીઓ માટે શું-શું અગત્ય ની સુચનાઓ છે? તમામ માહિતી આ પોસ્ટમાં આપેલ છે.

બોર્ડની પુરક પરીક્ષા જુલાઇ - 2022નો કાર્યક્રમ
બોર્ડની પુરક પરીક્ષા જુલાઇ – 2022નો કાર્યક્રમ

ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ – જુલાઈ 2022

ધોરણ-10 ના વિદ્યાર્થીઓએ 2022 માર્ચમાં આપેલી પરીક્ષામાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારોએ પુરક પરીક્ષાનું ફોર્મ ભરેલ હતું તેમના માટે 18/07/2022 થી પરીક્ષા શરૂ થશે. ધોરણ 10 ની પૂરક પરીક્ષા નો કાર્યક્રમ અહી આપેલ છે.

ધોરણ 10 પૂરક પરીક્ષા કાર્યક્રમ

ધોરણ 10માં સંસ્કૃત પ્રથમ ભાષા નો કાર્યક્રમ નીચે મુજબ છે.

ધોરણ 10 સંસ્કૃત પ્રથમ પૂરક પરીક્ષા

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા કાર્યક્રમ 2022

ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ થયેલા માટે 21/07/2022 બપોરે 3 થી 6:15 સુધી સામાન્ય પ્રવાહ, બુનિયાદી પ્રવાહ તથા વ્યવસાયલક્ષી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમા અને કમ્પ્યૂટર એપ્લિકેશનની પરીક્ષા લેવામાં આવશે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા કાર્યક્રમ 2022

ધોરણ 12 સાયન્સ ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ અહી આપેલ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા તારીખ 18/07/2022 થી શરૂ થશે.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષા

કઈ રીતે ડાઉનલોડ કરવું ટાઈમ ટેબલ?

બોર્ડની પુરક પરીક્ષા જુલાઇ – 2022 નું ટાઈમ ટેબલ ડાઉનલોડ કરવા માટે નીચે મુજબ સ્ટેપ પર જાઓ.

 1. સૌ પ્રથમ આ વેબસાઇટ પર https://www.gsebeservice.com/ જાઓ,
 2. ત્યારબાદ, બોર્ડની જાહેર પુરક પરીક્ષા જુલાઈ -૨૦૨૨નો કાર્યક્રમ લિંક પર ક્લિક કરો,
 3. બોર્ડની પુરક પરીક્ષા જુલાઇ – 2022નો કાર્યક્રમ સ્ક્રીન પર દેખાશે,
 4. ત્યાથી ટાઈમ ટેબલની PDF ડાઉનલોડ કરો.

ધોરણ 12 સાયન્સ પુરક પરીક્ષા માટે પ્રવેશપત્ર/હોલટિકિટ કઈ રીતે ડાઉનલોડ કરવી?

વિજ્ઞાન પ્રવાહની માર્ચ-૨૦૨૨ ની પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલ ઉમેદવારોની જુલાઇ પૂરક પરીક્ષા તારીખ ૧૮/૦૭/૨૦૨૨ થી શરૂ થનાર છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર (હોલટિકિટ) તા.૦૮/૦૭/૨૦૨૨ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકથી બોર્ડની વેબસાઇટ sci.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્ષ નંબર તથા શાળાનો નોંધાયેલ મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ આઇ.ડી. દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે.

ટાઈમ ટેબલની PDF ડાઉનલોડ કરો: અહીં ક્લિક કરો
12 સાયન્સની હોલટિકિટ ડાઉનલોડ કરો: અહીં ક્લિક કરો
ઓફિસિયલ પરિપત્ર: અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ: અહીં ક્લિક કરો

અગત્ય ની સુચનાઓ

સામાન્ય પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ 

 1. કમ્પ્યુટર એજ્યુકેશન ( ૩૩૨ ) વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળાઓ દ્વારા લેવાની રહેશે . જેનાં ગુણ શાળાએ બોર્ડને તા .૧૪ / ૦૭ / ૨૦૨૨ સુધીમાં રૂબરૂમાં મોકલવાનાં રહેશે.
 2. પરીક્ષાર્થીઓએ પોતે જે માધ્યમમાં ઉત્તરો લખવાનાં છે તે ભાષાના કોડ નંબર તેમજ લીધેલાં વિષયોનાં કોડ નંબર તથા તે વિષયોની પરીક્ષાની તારીખ , વાર , સમય બાબતે પોતાની શાળામાંથી સંપૂર્ણ માર્ગદર્શન મેળવી લેવું.
 3. પરીક્ષાના દિવસે પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના ૩૦ મિનિટ અગાઉ પરીક્ષા સ્થળે અચૂક પહોંચી જવું.
 4. પ્રશ્નપત્રને લગતું કોઈપણ સાહિત્ય , પુસ્તક , ગાઈડ , ચાર્ટ , મોબાઈલ ફોન તેમજ ડિઝીટલ ઘડીયાળ જેવાં ઈલેક્ટ્રોનિક સાધનો વગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઈ જવાની મનાઈ છે. પરંતુ સાદું કેલક્યુલેટર સાથે લઈ જવાની છૂટ રહેશે. તેમ છતાં પરીક્ષાર્થી પાસે પરીક્ષા શરૂ થયા બાદ નિરીક્ષણ દરમિયાન કોઈપણ સાહિત્ય મળશે , તો તેમની સામે ગેરરીતિનો કેસ નોંધવામાં આવશે અને શિક્ષાને પાત્ર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા ખંડમાં પ્રવેશિકા સિવાય કોઈપણ પ્રકારનું હાથે લખેલું કે છાપેલું સાહિત્ય પરીક્ષાર્થી પાસેથી મળશે તો ગેરરીતિનો કિસ્સો નોંધવા માટે પુરાવા માનવામાં આવશે. તેની ખાસ નોંધ લેવી.
 5. સામાન્ય પ્રવાહના સંગીત પ્રાયોગિક ( ૧૪૭ ) વિષયની પ્રાયોગિક પરીક્ષા શાળાઓ દ્વારા લેવાની રહેશે અને તેના ગુણ બોર્ડની સૂચના અનુસાર બોર્ડને તા.૧૪ / ૦૭ / ૨૦૨૨ સુધીમાં રૂબરૂમાં મોકલી આપવાનાં રહેશે.
 6. વ્યવસાયલક્ષી પ્રવાહના કૃષિ , કોમર્સ , ગૃહવિજ્ઞાન અને તાંત્રિક જૂથના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પ્રાયોગિક તથા ઉત્તર બુનિયાદી પ્રવાહના પ્રાયોગિક પરીક્ષાના વિષયોની પરીક્ષા સંબંધિત શાળાઓ દ્વારા લેવામાં આવશે. આવી શાળાઓ પોતાની શાળાના પરીક્ષાર્થીઓને પૂરતા સમય અગાઉ કાર્યક્રમની જાણ કરવાની રહેશે.
 7. તમામ પ્રવાહોના કમ્પ્યુટર પરિચય વિષયની પ્રાયોગિક પરીક્ષા સંબંધિત શાળા દ્વારા લેવામાં આવશે. શાળાઓએ તેની જાણ વિદ્યાર્થીને કરવાની રહેશે.

વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ 

 1. ઉ.મા.પ્ર. પરીક્ષા વિજ્ઞાનપ્રવાહ માર્ચ -૨૦૨૨ માં એક બે વિષયમાં N.I. ( અનઉત્તિર્ણ ) થયેલ ઉમેદવારોની પરીક્ષા બે સેશનમાં લેવાશે.
 2. કમ્પ્યુટર એજ્યુકેશન ( સૈદ્ધાંતિક ) ની પરીક્ષા ફક્ત OMR ઉત્તરપત્રિકાથી લેવામાં આવશે. જેનો સમય 10:30 થી 12:45 નો રહેશે.
 3. પ્રથમ ભાગમાં પ્રશ્નપત્રનો PART – A કે જેમાં બહુવિકલ્પ પ્રકારનાં ( OMR પદ્ધતિ ) ૫૦ પ્રશ્નો હશે અને તેમાં કુલ ગુણ ૫૦ તથા તેનો સમયગાળો ૬૦ મિનિટનો રહેશે.
 4. બીજા ભાગમાં પ્રશ્નપત્રનો PART – B રહેશે , જેમાં વર્ણનાત્મક પ્રકારનાં પ્રશ્નો રહેશે . તેમાં કુલ ગુણ ૫૦ તથા તેનો સમયગાળો ૧૨૦ મિનિટનો રહેશે .

સારાંશ

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

Leave a Comment