ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં વિજેતા બન્યા પણ હજુ સુધી ઈનામ મળ્યું નથી? જાણો કઈ રીતે મળશે ઈનામ?

“ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં વિજેતા બન્યો પણ હજુ સુધી ઈનામ મળ્યું નથી શું કરવું?” મને પાછળના કેટલાક દિવસોથી ઘણા મિત્રોના આવા મેસેજ આવી રહ્યા છે. ઘણા મિત્રોને ઈનામ કઈ રીતે મેળવવું અને આગળ શું પ્રોસેસ કેવી તેના વિશે માહિતી નથી.

તમારો પણ આ જ પ્રશ્ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી, આ આર્ટિકલમાં તમને ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ઈનામ મેળવવા વિશે સંપૂર્ણ માહિતી આપી છે.

ગુજરાત-જ્ઞાન-ગુરુ-ક્વિઝ
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ઈનામ મેળવવા શું કરવું?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં વિજેતા બન્યા પછી શું કરવું?

સૌથી પહેલા તો તમે g3q માં વિજેતા બન્યા તેના માટે ખૂબ ખૂબ અભિનંદન! વિજેતા બન્યા બાદ g3q ની વેબસાઈટ પર લોગીન કરીને તમારી બેંક ખાતાની માહિતી, નામ, તમારું આધારકાર્ડ અને તમારો એક ફોટો અપલોડ કરવાનો છે. જો તમે બેંક ખાતાની માહિતી નાખી દીધી હોય તો હવે આગળ જોઈએ.

બેંક ખાતાની માહિતી નાખ્યા પછી શું કરવું?

જો તમે શાળા કે કોલેજના વિદ્યાર્થી તરીકે ક્વિઝ સ્પર્ધામાં ભાગ લીધો હોય તો તમારા રજીસ્ટર કરેલા મોબાઈલ નંબર પર એક SMS આવ્યો હશે જેમાં લખ્યું હશે,

Dear Student, You are winner of College Category. Please request to your college Principal and approve your application. – G3Q

અથવા

Dear Student, You are winner of School Category. Please request to your school Principal and approve your application. – G3Q

તો હવે તમારે તમારા શાળા કે કોલેજના પ્રિન્સિપાલ પાસેથી તમે તે શાળા કે કોલેજના વિદ્યાર્થી છો તે અંગેનું એપ્રુવલ અપાવવું પડશે. તેના માટે ની પ્રોસેસ કરવા તમારા પ્રિન્સિપાલ સરને એકવાર જાણ કરો.

શાળા અને કોલેજના પ્રિન્સીપાલે કઈ રીતે એપ્રુવલ અપાવવું?

શાળા કે કોલેજના પ્રિન્સિપાલે (આચાર્ય) એક અલગ એડમિન પેનલ મળશે જેમાં લોગીન કરવા માટેના id અને password શાળા કે કોલેજના રજીસ્ટર કરેલા મોબાઈલ નંબર પર નીચે આપેલ છે તેવા SMS માં આવશે.

SMS માં આપેલા Email અને Password નો ઉપયોગ કરી આ લીંક પર જઈ શાળા કે કોલેજના આચાર્યએ વિજેતા વિદ્યાર્થીને એપ્રુવલ આપવાનુ રહેશે. એપ્રુવલ આપ્યા પછી જ જેતે વિજેતાના ખાતામાં ઈનામની રકમ જમાં થશે.

શાળા કે કોલેજના આચાર્યએ લોગીન કરવાની લિંક : https://quiz.g3q.co.in/admin/login

ખાસ નોંધ: લોગીન કરવા માટેના id અને Password શાળા કે કોલેજના રજીસ્ટર કરેલા મોબાઈલ નંબર પર SMS સ્વરૂપે આવશે.

અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે અમારા ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો છો : અહી ક્લિક

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને કેટલું ઈનામ મળશે?

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને મળવાપાત્ર ઈનામ વિશેની માહિતી માટે અહી ક્લિક કરો.

Other કેટેગરીના ઉમેદવારોને શું ઈનામ મળશે?

Other કેટેગરીના ઉમેદવારોને પૈસા સ્વરૂપે કોઈ ઈનામ મળવાપાત્ર નથી, પરંતુ તેમને પરિવારના કુલ 4 સભ્યો સાથે સાયન્સ સિટી અને દાંડી કુટીર નું એક દિવસ નું ટુર મળશે.

અન્ય કોઈ પ્રશ્ન હોય તો કોને પૂછવો?

તમારા મનમાં હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો g3q ના હેલપલાઇન નંબર પર કોલ કરી શકો છો. : 9978701597

અથવા તમે નીચે Comment કરીને પણ તમારા પ્રશ્ન પૂછી શકો છો.

13 thoughts on “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં વિજેતા બન્યા પણ હજુ સુધી ઈનામ મળ્યું નથી? જાણો કઈ રીતે મળશે ઈનામ?”

  1. હુ વિદ્યાર્થી છું. અને પાંચમા વીકમાં પાંચમા નંબરે વિજેતા થયેલ છું. પરંતુ મારુ બેંકમાં ખાતુ ન હોવાથી મે મારા પપ્પા ની બેંકની ડીટેઈલ નાખેલી છે. અને આધારકાર્ડ પણ એમનુ બેંક સાથે લીંક હોવાથી એમનું જ નાખેલુ છે.પણ ફોટો મારો નાખ્યો છે. તો કાંઈ પ્રોબ્લેમ નહીં આવે ને ને તથા ઈનામ મળશે કે…?….જવાબ મોકલશો.

    Reply

Leave a Comment