નવું પાનકાર્ડ મેળવો ઘરે બેઠા તમારા મોબાઈલમાં, આ રીતે કરો અરજી

આધારકાર્ડ અને ચૂંટણી કાર્ડની જેમ પાનકાર્ડ પણ એક મહત્વનું ડોક્યુમેન્ટ છે. હવે પાનકાર્ડ કઢાવવા માટે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે લેપટોપ દ્વારા પાનકાર્ડ માટે અરજી કરી શકો છો. એટલું જ નહિ તરત જ e-PAN કાર્ડ પણ મેળવી શકો છો.

જો તમે હજુ સુધી પાનકાર્ડ નથી કઢાવ્યું તો આ આર્ટિકલ તમારા માટે જ છે. અને જો તમારી પાસે પહેલેથી જ પાનકાર્ડ છે તો તમારા માટે પાન કાર્ડ વિશે ખૂબ જ અગત્યની માહિતી આપેલ છે, જે ખાસ વાંચજો.

સૌથી પહેલા જોઈએ કે આ પાનકાર્ડ છે શું ?

પાનકાર્ડ શું છે ?

Permanent Account Number અથવા PAN એ 10 અંકનો આંકડા અને મૂળાક્ષર વાળો નંબર છે. જે દરેક પાનકાર્ડ ધારક નો અનન્ય ઓળખ નંબર છે. જે આવકવેરા વિભાગ પાસેથી મળે છે. પાનકાર્ડ ભારતમાં આવકવેરા અધિનિયમ 1961 હેઠળ લેમિનેટ કાર્ડ વડે બનાવવામાં આવે છે. પાનકાર્ડ પર પાનકાર્ડ ધારકનું નામ, જન્મતારીખ, ફોટો જેવી માહિતી હોય છે. પાનકાર્ડ હવે ઓળખના પુરાવા તરીકે પણ વપરાય છે.

કેન્દ્રીય બજેટ 2020 માં નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ એ ટૂંક સમયમાં તાત્કાલિક PAN સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. e-PAN સેવા 12 ફેબ્રુઆરી 2020 ના રોજ શરૂ કરવામાં આવી છે.જો તમારી પાસે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) ડેટાબેઝમાં નોંધાયેલ છે તો તમે આ સેવા દ્વારા અરજી કરી શકો છો.

પાનકાર્ડ નો ઉપયોગ શું છે ?

પાનકાર્ડ કઈ-કઈ જગ્યાએ ઉપયોગ થાય તેની નીચે આપેલ છે.

 • પાનકાર્ડમાં નામ, ફોટો અને સહી હોય છે તેથી તેનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે પણ કરી શકાય છે.
 • પાનકાર્ડ નો મુખ્ય ઉપયોગ આવકવેરો એટલે કે રીટર્ન ભરવા માટે થાય છે. પાનકાર્ડમાં દર્શાવેલ નંબર તમારા બેંક ખાતા સાથે જોડવામાં આવે છે જેના વડે તમારી તમામ લેવડ-દેવડની નોધ લઈ શકાય અને કર ચોરી અટકાવી શકાય.
 • પાનકાર્ડનો ઉપયોગથી તમે અન્ય વ્યવહારો કરી શકો છો જેવા કે નોકરી કરતો વ્યક્તિનો પગાર 50 હજારથી વધુ હોય તે સમયે પાનકાર્ડ જરૂરી છે કારણ કે પગાર ડાયરેક્ટ બેંકમાં જ જમા કરવાનો હોય છે.
 • હાલમાં તમામ બેન્કોમાં આધાર કાર્ડ સાથે પાનકાર્ડ પણ માંગવામાં આવે છે કારણ કે ભવિષ્યમાં તમારા વ્યવહાર 50 હજારથી વધે તે સમયે કોઈ તકલીફ ન પડે.
 • મકાન બનાવવા, પ્રોપર્ટી ખરીદવા કે વેંચતી વખતે પાનકાર્ડ એક અગત્યનો પુરાવા તરીકે ગણવામાં આવે છે. બેંકમાં લોન લેતી વખતે પાનકાર્ડ અગત્યોનું પ્રૂફ તરીકે ઉપયોગમાં લેવાય છે.
 • જો તમે NRI છો તો તમે સરળતાથી પાનકાર્ડની મદદથી પ્રોપર્ટી ખરીદી શકો છો.

e-PAN Card માટે અરજી કઈ રીતે કરવી ?

e-PAN Card ની અરજી કરવા માટે નીચે સ્ટેપ અનુસરો:

 1. સૌપ્રથમ PAN કાર્ડ માટેની ઓફીસિયલ વેબસાઈટ પર incometaxindiaefiling.gov.in વિઝિટ કરો.
 2. હવે Instant E-PAN ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ Get New e-PAN પર ક્લિક કરો.
 3. બોક્સ ખુલશે જેમાં 12 અંકનો આધારકાર્ડ નંબર નાખો અને આપેલ ચેક બોક્સમાં ટીક માર્ક કરી Continue બટન પર ક્લિક કરો.
 4. OTP Validation બોક્સ ખુલશે જેમાં સુચના વાંચી ટીક માર્ક કરી Continue બટન પર ક્લિક કરો.
 5. આધારકાર્ડ સાથે રજીસ્ટ્રર મોબાઈલ નંબર પર otp આવશે તે લખી ચેક બોક્સમાં ટીકમાર્ક Continue પર ક્લિક કરો.
 6. Validate Aadhaar Details બોક્સ ખુલશે જેમાં માહિતી ચેક કરો અને કંડીશન સ્વીકારો અને ટીક માર્ક કરી Continue પર ક્લિક કરો.
 7. Select & Update PAN Details બોક્સ ખુલશે જેમાં Successfully e-PANનો મેસેજ ડિસ્પ્લે થશે.

e-PAN Card નું સ્ટેટસ તપાસવા અથવા ડાઉનલોડ કઈ રીતે કરવું ?

e-PAN Card નું સ્ટેટસ તપાસવા અથવા ડાઉનલોડ કરવા માટે નીચે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપેલ છે.

 1.  સૌપ્રથમ આ વેબસાઈટ પર incometaxindiaefiling.gov.in ક્લીક કરો.
 2. હવે Instant E-PAN ઓપ્શન પર ક્લિક કરો.
 3. હવે Check Status / Download PAN બોક્સમાં Continue પર ક્લિક કરો.
 4. 12 અંકનો આધાર કાર્ડ નંબર નાખો અને Continue પર ક્લિક કરો.
 5. આધારકાર્ડ સાથે રજીસ્ટ્રર મોબાઈલ નંબર પર otp આવશે તે લખી ચેક બોક્સમાં ટીકમાર્ક કરી Continue પર ક્લિક કરો.
 6. પછી પાનકાર્ડનું સ્ટેટ્સ જોઈ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો.

ઉપયોગી લીંક

e-PAN Card અરજી કરવા માટે: અહી ક્લિક કરો
e-PAN Card નું સ્ટેટસ તપાસવા અથવા ડાઉનલોડ માટે: અહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ  અહી ક્લિક કરો

અન્ય માહિતી

આ આર્ટિકલમાં પાનકાર્ડ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તમે છતાં પણ તમારા મનમાં આ માહિતી કે અન્ય કોઈ માહિતી અંગે પ્રશ્ન હોય તો Comment માં લખીને જણાવશો. અમે તમને જલદી જ ઉત્તર આપવાનો પ્રયત્ન કરીશું.

આ પણ વાંચોનવું રેશનકાર્ડ કઢાવવા કે રેશનકાર્ડમાં ફેરફાર કરવા શું કરવું? કયા ડોક્યુમેન્ટ જોઈએ?

આવી અન્ય માહિતી માટે WhatsApp અને Telegram ના માધ્યમથી અત્યારે જ અમારી સાથે જોડાઈ જાઓ.
અહીં આપેલા બટન પર ક્લિક કરીને આ પાનકાર્ડ વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

જોડાઓ WhatApp ગ્રુપમાં Click Here
જોડાઓ Telegram ચેનલમાં Click Here

FAQs

e-PAN Card શુ છે ?

e-PAN Cardએ ડિજિટલી હસ્તાક્ષરિત પરમેનન્ટ એકાઉન્ટ નંબર કાર્ડ (પાનકાર્ડ) છે જે આવકવેરા વિભાગ દ્વારા ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં જારી કરવામાં આવે છે.

પાનકાર્ડ ખોવાઈ જાય તો બીજીવાર નવું પાનકાર્ડ બનાવી શકાય છે ?

ના! ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, વ્યક્તિને માત્ર એક જ પાન કાર્ડ આપવામાં આવે છે. જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું હોય તો તમે ડુપ્લિકેટ પાન કાર્ડ માટે અરજી કરી શકો છો.

PAN Cardનું પૂરું નામ શું છે ?

Permanent Account Number

પાનકાર્ડ માટેની ઑફીસિયલ વેબસાઈટ કઈ છે ?

https://www.pan.utiitsl.com/

આ માહિતી Share કરો:

Leave a Comment

જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં Click Here