ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઇન ઘરે બેઠા મંગાવો

હાલમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે જેમને ધોરણ 10 અને 12 ની માર્કશીટ ખોવાઇ ગઇ, ચોરાઈ ગઈ કે ખરાબ થઈ ગઈ છે. તેના માટે વિધાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે ઘણું હેરાન થવું પડતું હતું અને કચેરીઓ ના ધક્કા ખાવા પડતા હતા. GSEB બોર્ડ દ્વારા આ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે. હવેથી વિદ્યાર્થીઓને ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, માઇગ્રેશન અને સમકક્ષતા પ્રમાણપત્ર લેવા માટે ગાંધીનગર જવું નહી પડે, જેથી તેમના સમય અને નાણાંની બચત થશે.

આ આર્ટિકલમાં આપણે જાણીએ કે,

 • ડિજીટાઇઝેશન એટલે શું ?
 • ધોરણ 10 ની ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
 • ધોરણ 12 ની ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?
 • ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઇન અરજીની ફી કેટલી છે ?

અહી આપણે સૌથી પહેલા ડિજીટાઇઝેશન શું છે તે જાણીએ,

ડિજીટાઇઝેશન એટલે શું ?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની જાહેર પરીક્ષા લેવામાં આવે છે. જેમાં ધોરણ-૧૦ નો વર્ષ ૧૯૫૨ થી આજ સુધી અને ધોરણ-૧૨ નો વર્ષ-૧૯૭૮ થી આજ સુધીના પરિણામના રેકર્ડ રજીસ્ટર સ્વરૂપમાં નિભાવવામાં આવેલ છે. બોર્ડની કચેરીમાં વિદ્યાર્થી સેવાકેન્દ્ર ખાતેથી આ રેકર્ડના આધારે વિદ્યાર્થીને ધોરણ-૧૦/૧૨ ની ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર, ધોરણ ૧૦/૧૨ પાસ વિદ્યાર્થીને માઇગ્રેશન આપવામાં આવતા હતા, જે માટે વિદ્યાર્થીને કચેરીનું ફોર્મ ભરી શાળાના આચાર્યના સહી/સિક્કા કરાવી બોર્ડની કચેરીએ રૂબરૂ આવવાનું હતુ.

ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી વર્ષ દરમ્યાન ઘણાં વિદ્યાર્થીઓ ઉપરોક્ત પ્રમાણપત્રો લેવા ગાંધીનગર આવતા હતા જેમાં તેમના સમય અને નાણાનો વ્યય થતો હતો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, દ્વારા અત્યાર સુધીના વર્ષોના ધોરણ- ૧૦/૧૨ ના ૫,૦૦,૦૦,૦૦૦ (પાંચ કરોડ) જેટલા વિદ્યાર્થીઓના પરિણામના રેકર્ડનું ડિજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. આ રેકર્ડ ડિજીટાઇઝેશન અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા પ્રમાણપત્રોની online પ્રક્રિયાનું ઉદ્દઘાટન માનનીય શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે તા.૧૭/૦૨/૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું.

ઉપરોક્ત પ્રમાણપત્રો મેળવવા માટે વિદ્યાર્થીઓએ gsebeservice.org વેબસાઇટ પર અરજી કરવાની રહેશે.

ધોરણ 10 અને 12ની ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઇન અરજી કઈ રીતે કરવી ?

ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઇન અરજી કરવા નીચે આપેલ પ્રક્રિયા અનુસરો.

 1. સૌથી પહેલા https://www.gsebeservice.com/ પર ક્લિક કરો.
 2. ત્યારબાદ, STUDENTS પર ક્લિક કરો.
 3. પછી તમે ધોરણ 10 કે 12 ની ડુપ્લીકેટ માર્કશીટ પર ક્લિક કરી ને અરજી કરી શકશે.

ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઇન અરજીની ફી કેટલી છે ?

ડુપ્લીકેટ માર્કશીટ માટે અરજીની ફી નીચે મુજબ અલગ-અલગ આપેલ છે.

 • ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્રની ફી ૫૦/-
 • માઇગ્રેશન ફી ૧૦૦/-
 • સમકક્ષતા પ્રમાણપત્રની ફી ૨૦૦/-
 • દરેકનો સ્પીડ-પોસ્ટનો ચાર્જ ૫૦/-

મહત્વની લિંક

પ્રેશ નોટ અહી ક્લિક કરો 
ડુપ્લીકેટ માર્કશીટ ની અરજી કરવા  અહી ક્લિક કરો 
ઓફિશિયલ વેબસાઈટ  www.gsebeservice.com

સારાંશ

અહીં, તમને ધોરણ 10 અને 12 ની ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઇન ઘરે બેઠા કઈ રીતે મેળવવી, તેના વિશેની જાણકારી આપી છે. અમે આશા રાખીએ છીએ કે, તમને આ માહિતી પસંદ આવી હશે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો અમને Comment કરી જરૂરથી જણાવજો.

આવી અન્ય માહિતી માટે અત્યારે જ WhatsApp અને Telegram ના માધ્યમથી અમારી સાથે જોડાઈ જાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

નીચે આપેલા Share બટન પર ક્લિક કરીને આ ડુપ્લીકેટ માર્કશીટ વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

ધોરણ 10 અને 12ની ડુપ્લીકેટ માર્કશીટ માટે ઓનલાઇન અરજી કઈ વેબસાઈટ પર કરવી ?

https://www.gsebeservice.com/

GSEB નો હેલ્પ લાઈન નંબર શું છે ?

079 23226016 / 079 23223054

Leave a Comment