WhatsApp થી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો, માત્ર એકજ કલિકમાં

હવે તમે WhatsApp પરથી પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, વાહન આર.સી, વીમો, બોર્ડ પરિણામ માર્કશીટ જેવા ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. માત્ર એક નંબર પર WhatsApp મેસેજ મોકલીને તમે તમારા મહત્વના ડોક્યુમેન્ટ ગમે ત્યાં અને ગમે ત્યારે ડાઉનલોડ કરી શકો છો. ગુજરાત સરકારે વોટ્સએપ વપરાશકર્તાઓને આ ડિજિટલ સુવિધા આપી છે.

WhatsApp પરથી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરો

WhatsApp એ ખૂબ જ લોકપ્રિય મેસેજિંગ એપ છે. વિશ્વભરના લાખો લોકો તેનો ઉપયોગ કરે છે. તમે તેનો ઉપયોગ કોરોના રસી નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા થી લઇને વિડિઓ કૉલ કરવા સુધી ઉપયોગ કરી શકો છો. હવે WhatsApp ચેટબોટ પણ કોમ્યુનિકેશનનું આવશ્યક સાધન બની ગયું છે. આના દ્વારા તમે WhatsApp પર જરૂરી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. MyGov ચેટબોટનો ઉપયોગ કરીને તમે ડિજીલોકરમાંથી જરૂરી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો. તમે WhatsApp પર ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો.

નોંધ : આ માટે માત્ર એક જ શરત છે – આ તમામ ડોક્યુમેન્ટ તમારા ડિજીલોકરમાં સેવ કરવા જરૂરી છે.

WhatsApp પરથી ક્યાં ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકાય છે

નીચે આપેલ ડોક્યુમેન્ટની યાદી WhatsApp પરથી ડાઉનલોડ કરી શકાય છે

  1. 10મા ધોરણની માર્કશીટ
  2. 12મા ધોરણની માર્કશીટ
  3. પાન કાર્ડ
  4. લાઇસન્સ
  5. વાહન નોંધણી (RC)
  6. ટુ વ્હીલર વીમા પોલિસી
  7. CBSE 10મું પાસ થવાનું પ્રમાણપત્ર
  8. વીમા પૉલિસી ડોક્યુમેન્ટ (ડિજિલૉકર પર જીવન અને બિન-જીવન ઉપલબ્ધ છે) વગેરે..

Whatsapp થી કેવી રીતે ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવા ?

Whatsapp થી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવા માટેની પ્રક્રિયા નીચે મુજબ અનુસરો.

  1. સૌ પ્રથમ તમારે MyGov Helpdesk નો મોબાઈલ નંબર +91 9013151515 તમારા મોબાઈલમાં સેવ કરવાનો રહેશે.
  2. પછી તમારે વોટ્સએપમાં આ નંબર પર Namaste, Hello, Hi અથવા Digilocker લખીને મોકલવાનું રહેશે.
  3. ત્યાર બાદ તમારા વોટ્સએપમાં જવાબ આવશે. હવે તમારે DigiLocker Services પસંદ કરવાની રહેશે.
  4. તમને પૂછવામાં આવશે કે શું તમારી પાસે DigiLocker એકાઉન્ટ છે, જો હા તો તમારે YES પર ક્લિક કરવી પડશે અને જો નહીં તો તમારે પહેલા DigiLocker પર એકાઉન્ટ બનાવવું પડશે.
  5. હવે તમારી પાસે આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે. તમારે તેને આધાર કાર્ડ નંબર લખીને મોકલવાનો રહેશે.
  6. આધાર કાર્ડ સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર OTP આવશે. તેને લખીને મોકલો.
  7. પછી તમે Digilockerમાં સફળતાપૂર્વક લોગિન થયા છો. હવે તમે WhatsApp દ્વારા તમારા ડોક્યુેન્ટ્સ એક્સેસ કરી શકો છો.
  8. ત્યાં તમારી સામે એક લિસ્ટ આવશે. આ લિસ્ટમાં તમે નંબર લખીને મોકલશો. તે ડોક્યુમેન્ટ તમારી સામે દેખાશે.
  9. તમે આપેલ સૂચિમાંથી કોઈપણ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

DigiLocker એક સરકારી પ્લેટફોર્મ છે. અહીં તમામ ડોક્યુમેન્ટ સુરક્ષિત રાખવામાં આવ્યા છે. જો તમે હજી સુધી તમારા ડોક્યુમેન્ટ DigiLocker પર સાચવ્યા નથી, તો તમે કરી શકો છો. જો તમે ક્યાંક જતી વખતે તમારા ડોક્યુમેન્ટ ભૂલી જાઓ છો. પછી તમે DigiLocker પર ઉપલબ્ધ ડોક્યુમેન્ટમાંથી તમારા કાર્ય સાથે આગળ વધી શકો છો.

મહત્વપૂર્ણ લિંક

WhatsApp પરથી ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
Digi Locker ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment