ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને ગુજરાત સરકર આપશે 41,000 ઈનામ, જાણો કોને મળશે?

ધોરણ 10 અને 12માં જે બાળકો ઉતીર્ણ થયા છે તેમના માટે ગુજરાત સરકાર દ્વારા એક યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના થકી ધોરણ 10 માં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને ₹41,000 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને ₹31,000 ઈનામ રકમ મળી શકે છે.

આ યોજનાનો લાભ લઈ કોણ ઈનામ મેળવી શકે છે? આ યોજના માટે કઈ રીતે અને ક્યાં ફોર્મ ભરવું? તથા ગુજરાત સરકારની આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલમાં મુકેલ છે.

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઈનામ યોજના

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા ધોરણ 10 અને 12ના બાળકો માટે એક યોજના શરૂ કરવામાં આવી છે. 2022માં સમગ્ર રાજયના સફાઈ કામદારો અને તેના આશ્ચિત બાળકોમાં પાસ થયેલા બાળકોને ઈનામ અને પ્રશિસ્ત પત્રથી પ્રોત્સાહિત કરવા માટે યોજના અમલમાં મુકવામાં આવી છે.

કોને મળશે લાભ ?

આ યોજનામાં કોણ લાભ લઈ શકશે અને તેમના માટે શું પાત્રતા જોઈએ તેની તમામ માહિતી નીચે પ્રમાણે આપેલ છે.

 • વર્ષ 2022 દરમ્યાન લેવામાં આવેલ S.S.C. બોર્ડ અને H.S.C. બોર્ડની પરીક્ષામાં પાસ થયેલ વિધાર્થીઓ જ આ યોજનનો લાભ લઇ શકશે.
 • વિદ્યાર્થીએ સફાઇ કામદાર અથવા આશ્રિત હોવા અંગેનું સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણ પત્ર તેમજ માર્કશીટની નકલ રજૂ કરવાની રહેશે.
 • આ યોજનાનો લાભ પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને મળશે.
 • ઉમેદવારની બેંકની પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે.

કેટલું ઈનામ મળવાપાત્ર છે?

ધોરણ 10માં અને ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ/સમાન્ય પ્રવાહ) માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓને મળવાપાત્ર ઈનામ નીચે મુજબ આપવામાં આવશે.

ધોરણ 10માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે:

 1. પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી ને 41,000/- મળવાપાત્ર છે
 2. બીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને 21,000/- મળવાપાત્ર છે
 3. ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને 11,000/- મળવાપાત્ર છે

ધોરણ 12 (વિજ્ઞાન પ્રવાહ/સમાન્ય પ્રવાહ) માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે:

 1. પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી ને 31,000/- મળવાપાત્ર છે
 2. બીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને 21,000/- મળવાપાત્ર છે
 3. ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થી ને 11,000/- મળવાપાત્ર છે

અરજી કઈ રીતે કરવી?

આ યોજના ની ઓનલાઈન અરજી કરવા માટે નીચે મુજબ પ્રક્રિયા અનુસરો.

 1. સૌથી પહેલા, આ યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પર જાઓ.
 2. ત્યારબાદ આ ડાયરેક્ટ લિંક પર ક્લિક કરો : https://sje.gujarat.gov.in/ddcw/ અથવા “Director, Developing Caste Welfare” પર ક્લિક કરો અને ત્યારબાદ હોમ પેજ ઉપર જઈને રજીસ્ટ્રેશન (“Register Yourself”) બટન પર ક્લિક કરો.
 3. રજીસ્ટ્રેશન માટે જરૂરી વિગતો નાખી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
 4. સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થઈ ગયા પછી મળેલ ID અને Password થી લોગીન કરો.
 5. લોગીન થયા બાદ તમે આ યોજના પર ની બધી જ માહિતી દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.
 6. બસ ! તમારું આ યોજનાનું ફોર્મ ભરાઈ ગયું છે.

અગત્યની તારીખ

 • અરજી ફોર્મ ભરવા માટે શરૂ તારીખ: 01/08/2022
 • અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 30/08/2022

હેલ્પ લાઇન નંબર

આ યોજના માટે હેલ્પ લાઇન નંબર મેળવવા અહી ક્લિક કરો.

અગત્યની લિંક

રજીસ્ટ્રેશન માટે: અહી ક્લિક કરો
લૉગિન માટે: અહી ક્લિક કરો
ઑફિશિયલ વેબસાઈટ: અહી ક્લિક કરો

મહત્વની જાણકારી

આ આર્ટિકલમાં ધોરણ 10 અને 12ના બાળકોને ઈનામ અને પ્રશિસ્ત પત્રથી પ્રોત્સાહિત યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો Comment કરીને પૂછી શકો છો. અમે જલદી જ તમારા પ્રશ્નનું સમાધાન આપીશું.

આ પણ વાંચો: ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ, ક્વિઝ રમો અને જીતો 25 કરોડ ના ઈનામ

આવી અન્ય માહિતી માટે અત્યારે જ WhatsApp અને Telegram ના માધ્યમથી અમારી સાથે જોડાઈ જાઓ. નીચે આપેલા Share બટન પર ક્લિક કરીને આ યોજના વિશેની આ માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

જોડાઓ WhatApp ગ્રુપમાં Click Here
જોડાઓ Telegram ચેનલમાં Click Here

FAQs

ધોરણ 10 અને 12ના બાળકોને ઈનામ અને પ્રશિસ્ત પત્રથી પ્રોત્સાહિત યોજનામાં વાર્ષિક આવક મર્યાદા કેટલી હોય છે?

આ યોજનામાં વાર્ષિક આવક મર્યાદા હોતી નથી.

ધોરણ 10 અને 12ના બાળકોને ઈનામ યોજના કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી ?

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ

આ યોજના માટે કઈ વેબસાઈટ પર ફોર્મ ભરવું?

https://esamajkalyan.gujarat.gov.in

આ માહિતી Share કરો:

Leave a Comment

જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં Click Here