મિત્રો, તા. 13-8-2008ના ઠરાવથી રાજય સરકારની સેવામાં સીધી ભરતી માટે કોમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નકકી કરવામાં આવેલ છે. અને ઠરાવના પત્રક -1 માં દર્શાવેલ અભ્યાસક્રમને કોમ્પ્યુટરના બેઝીક નોલેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
આ ઠરાવમાં ધોરણ -10 અને ધોરણ -12 ની પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પસાર કરેલ હોય તો તેવા પ્રમાણપત્રોને રાજય સરકારની સેવામાં સીધી ભરતી માટે માન્ય ગણવામાં આવેલ છે. આ ઠરાવ પ્રમાણે ધોરણ -10 અને ધોરણ -12 બન્ને વર્ષમાં કોમ્પ્યુટર વિષય સાથે પરીક્ષા પાસ કરેલ હોવી જોઇએ તેવું અર્થઘટન થવાની શકયતા હતી.
તેથી હવે તેમાં સુધારો કરીને ધોરણ -10 અને ધોરણ -12ના બદલે ધોરણ -10 અથવા ધોરણ -12 માં કોમ્પ્યુટરના વિષય સાથે પરીક્ષા પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો રાજય સેવાની સીધી ભરતી માટે કોમ્પ્યુટર બેઝીક નોલેજના પ્રમાણપત્ર તરીકે માન્ય ગણવાનું હવે સ્વીકારવામાં આવેલ છે.
