બાળ આધાર કાર્ડ માટે ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે ? કઈ રીતે નાના બાળકનું આધારકાર્ડ કઢાવવું?

બાળકનું આધાર કાર્ડ હોવું ફરજીયાત છે. 5 વર્ષથી નીચે ઉમરના બાળકો ને “બાળ આધાર કાર્ડ” કઢાવું પડે છે. કાયદેસર આધાર કાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા કરતા બાળ આધાર કાર્ડ માટેની પ્રક્રિયા થોડી અલગ છે.

તો અહી આપણે આ આર્ટિકલમાં બાળ આધાર કાર્ડ વિશે જાણીએ,

  • બાળ આધાર કાર્ડ શું છે ?
  • બાળ આધાર કાર્ડ અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ
  • બાલ આધાર કાર્ડ માટે અરજી કરવા માટે ચૂકવણી કરવાની ફી
બાળ આધાર કાર્ડ
બાળ આધાર કાર્ડ

સૌથી પહેલા બાળ આધાર કાર્ડ શું છે તે આપણે જાણીએ,

બાળ આધાર કાર્ડ શું છે ?

બાળ આધાર કાર્ડ એ બાળક માટે માટે જરૂરી દસ્તાવેજ છે, જે નવજાત શિશુ સહિત પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે છે. બાળકનું બાળ આધાર કાર્ડ પાંચ વર્ષની ઉંમર સુધી માન્ય હોય છે, ત્યારબાદ આધાર કાર્ડને બાયોમેટ્રિક માહિતી અને દસ્તાવેજો સાથે અપડેટ કરવું જરૂરી છે.

બાળ આધાર કાર્ડ અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

બાળ આધાર કાર્ડ અરજી કરવા માટે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી છે.

  1. બાળકનું જન્મ પ્રમાણપત્ર (5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે)
  2. માતાપિતાના આધાર કાર્ડ માંથી કોઈપણ એક દસ્તાવેજોની મૂળ નકલ
  3. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક માહિતી જરૂરી નથી

બાળ આધાર કાર્ડની અરજી કરવા માટે ચૂકવણી કરવાની ફી કેટલી હોય છે ?

આધાર અથવા બાળ આધાર કાર્ડ માટે અરજી કરવાની કોઈ કિંમત નથી. આ ઉપરાંત, બાળ આધાર કાર્ડને નિયમિત આધાર કાર્ડમાં ફેરવવા માટે પણ કોઈ ફી નથી. જો કે, અરજદારે તેમની આધાર વસ્તી વિષયક અથવા બાયોમેટ્રિક માહિતી અપડેટ કરાવવા માટે થોડી ફી ચૂકવવી પડશે.

સારાંશ

આશા રાખીએ કે, બાળ આધારકાર્ડ વિશેની માહિતી સમજાઈ ગઈ હશે. એક જાગૃત વાલી તરીકે તમારા બાળકનું બાળ આધારકાર્ડ કઢાવી લેવું. આ આર્ટિકલ અંગે કોઈ પ્રશ્ન હોય તો નીચે Comment કરીને જરૂરથી જણાવશો.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

 

બાળક માટે બાળ આધાર કાર્ડ મેળવવા માટે કેટલા પૈસા ચૂકવવા પડશે ?

આધાર નોંધણી મફત છે અને બાળ આધાર કાર્ડ મેળવવા માટે કોઈ ફી ચૂકવવાની નથી.

શું મારા બાળકના બાળ આધાર કાર્ડ માટે માતાપિતાનું આધાર કાર્ડ સબમિટ કરવું ફરજિયાત છે ?

હા, બાળ આધાર કાર્ડ નોંધણી પ્રક્રિયા દરમિયાન માતાપિતાના આધાર કાર્ડની વિગતોમાંથી એક સબમિટ કરવી ફરજિયાત છે.

બાળ આધાર કાર્ડ મેળવવામાં કેટલો સમય લાગે છે ?

બાળ આધાર કાર્ડ મેળવવામાં લગભગ 90 દિવસ લાગે છે.

1 thought on “બાળ આધાર કાર્ડ માટે ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે ? કઈ રીતે નાના બાળકનું આધારકાર્ડ કઢાવવું?”

Leave a Comment