તમારા મોબાઈલ ની કોલ હિસ્ટ્રી ચેક કરો – માત્ર એક જ કલીક માં

કોલ હિસ્ટ્રી: હવે ફોન કોલ્સ અને મેસેજનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પહેલા ફોનનો ઉપયોગ જરૂર મુજબ જ થતો હતો. હવે કોલિંગ લગભગ ફ્રી છે અને મોબાઈલ સર્વિસ કંપનીઓ તમારી પાસેથી ઈન્ટરનેટ પેક મુજબ ચાર્જ લે છે. પછી તમે તમારા ફોનમાંથી કોને અને કેટલી વાર ફોન કર્યો છે તેની તમામ વિગતો માટે માસિક બિલની રાહ જોવાની જરૂર નથી. હવે એક ક્લિક પર PDF ફાઈલ તૈયાર થઈ જશે.

આ એપ્સનો ઉપયોગ કરવા માટે તમારે માત્ર ચોક્કસ સમયગાળો જણાવવો પડશે. તમને PDF ફોર્મેટમાં સમગ્ર સમયગાળાની કોલ ની માહિતી મળશે. દિવસ કે મહિના દરમિયાન તમે કેટલા લોકોને ફોન કર્યા છે તે જાણવા માટે બહુ મહેનત કરવાની જરૂર નથી. તમે એક ક્લિકમાં તમામ કોલ વિગતો જાણી શકો છો. આ માટે તમારે માત્ર એક એપ ડાઉનલોડ કરવાની રહેશે.

આ આર્ટિકલમાં તમે જાણશો કે,

 • Jio કોલ હિસ્ટ્રી ડાઉનલોડ કઈ રીતે કરવી ?
 • Vodafone & Idea કોલ હિસ્ટ્રી ડાઉનલોડ કઈ રીતે કરવી ?
 • Airtel કોલ હિસ્ટ્રી ડાઉનલોડ કઈ રીતે કરવી ?

ટેલિકોમ કંપની Reliance Jio, Airtel અને Vodafone & Idea આ સુવિધા તેના ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવી રહી છે, જેમાં ગ્રાહક જાણી શકે છે કે તેણે આખા મહિનામાં અથવા ચોક્કસ સમયગાળામાં કેટલા લોકોને કૉલ કર્યા છે. કોલ હિસ્ટ્રી જાણવા માટે તમારે જે તે ટેલિકોમ ની એપ ડાઉનલોડ કરવી પડશે, ત્યારબાદ તમે કોલ હિસ્ટ્રી સરળતાથી ડાઉનલોડ કરી શકશો.

Jio કોલ હિસ્ટ્રી ડાઉનલોડ કઈ રીતે કરવી ?

આ માટે તમારે નીચે મુજબનાં સ્ટેપ્સ અનુસરવા જરૂરી છે:

 1. સૌપ્રથમ, તમે આ https://play.google.com/store/apps/details?id=com.jio.myjio લીંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરો.
 2. પછી, Jio નંબર પરથી My Jio એપ્લિકેશનમાં લોગ ઈન કરો
 3. ત્યારબાદ મેનુમાં જઈને સ્ટેટમેન્ટ પર ક્લિક કરો.
 4. ડ્યુરેશન પસંદ કરો. જેમાં 7 દિવસ, 15 દિવસ, 30 દિવસ કે કસ્ટમ તારીખને પસંદ કરવાનો વિકલ્પ મળશે.
 5. તારીખ પસંદ કર્યા બાદ Email Statement પર ક્લિક કરો અને પોતાનું ઈમેલ આઈડી લખો. આમ કરવાથી તમે માગેલા સમયગાળાની કૉલ હિસ્ટ્રી PDF ફોર્મેટમાં આવી જશે.

Vodafone & Idea કોલ હિસ્ટ્રી ડાઉનલોડ કઈ રીતે કરવી ?

આ માટે તમારે નીચે મુજબનાં સ્ટેપ્સ અનુસરવા જરૂરી છે:

 1. સૌપ્રથમ, તમે આ https://play.google.com/store/apps/details?id=com.mventus.selfcare.activity લીંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરો.
 2. પછી, VI નંબર પરથી V! એપ્લિકેશનમાં લોગ ઈન કરો
 3. ત્યારબાદ મેનુમાં જઈને ‘My Prepaid’ વિકલ્પ પર ક્લિક કરો.
 4. તેમાં ‘View Call History’ વિકલ્પ પર ક્લિક કરો.
 5. બસ! આટલું કરશો એટલે તમારા મોબાઈલ ની કોલ હિસ્ટ્રી આવી જશે.

Airtel કોલ હિસ્ટ્રી ડાઉનલોડ કઈ રીતે કરવી ?

આ માટે તમારે નીચે મુજબનાં સ્ટેપ્સ અનુસરવા જરૂરી છે:

 1. સૌપ્રથમ, તમે આ https://play.google.com/store/apps/details?id=com.myairtelapp લીંક પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરો.
 2. પછી, Airtel નંબર પરથી Airtel Thanks એપ્લિકેશનમાં લોગ ઈન કરો
 3. ત્યારબાદ મેનુમાં જઈને સ્ટેટમેન્ટ પર ક્લિક કરો.
 4. ડ્યુરેશન પસંદ કરો. જેમાં 7 દિવસ, 15 દિવસ, 30 દિવસ કે કસ્ટમ તારીખને પસંદ કરવાનો વિકલ્પ મળશે.
 5. તારીખ પસંદ કર્યા બાદ Email Statement પર ક્લિક કરો અને પોતાનું ઈમેલ આઈડી લખો. આમ કરવાથી તમે માગેલા સમયગાળાની કૉલ હિસ્ટ્રી PDF ફોર્મેટમાં આવી જશે.

અન્ય માહિતી

કોલ હિસ્ટ્રી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

આવી જ ઉપયોગી માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

Leave a Comment