તમારા આધારકાર્ડ પર કેટલા સિમકાર્ડ ચાલુ છે? આ રીતે ચેક કરો

તમારા આધારકાર્ડ પર કોઈ બીજાએ તો સિમકાર્ડ નથી કઢાવી લીધું ને? ઘણી વખતે આપણે સિમકાર્ડ લેવા માટે આપણા ડોક્યુમેન્ટ આપીએ છીએ ત્યારે ઘણા લોકો તેના પરથી ડમી સિમકાર્ડ કઢાવી તેનો દુરુપયોગ કરતા હોય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી, હવે તમે જાતે જ તમારા આધારકાર્ડ પર કેટલા સિમ કાર્ડ લીધેલા છે તે ચેક કરી શકો છો. એટલું જ નહિ તમારા નામે રહેલ કોઈ પણ સીમકાર્ડને બંધ કરવી શકો છો.

આ આર્ટીકલમાં,

  • તમારે આધારકાર્ડ પર કેટલા સીમકાર્ડ છે તે કઈ રીતે ચેક કરવું?
  • સીમકાર્ડને કઈ રીતે બંધ કરાવવું?

તે અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે.

દૂરસંચાર વિભાગ દ્વારા “The Telecom Analytics for Fraud management and Consumer Protection” પોર્ટલ પર આ સેવા શરૂ કરવામાં આવી છે. ગ્રાહકોની સુરક્ષામાં છેતરપિંડી ના થાય એના માટે આ સુવિધા ચાલુ કરવામાં આવી છે. તો આપણે સૌથી પહેલા એ જાણીએ કે તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે ?

આધારકાર્ડ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે તે ચેક કઈ રીતે કરવું ?

તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે તે ચેક કરવા માટે નીચે પ્રમાણેના સ્ટેપ અનુસરો:

  1. સૌ પ્રથમ, આ વેબસાઈટ https://tafcop.dgtelecom.gov.in/ પર ક્લિક કરો.
  2. ત્યાર પછી Enter Your Mobile Number પર ક્લિક કરીને તમારો ચાલુ મોબાઈલ નંબર દાખલ કરી અને Request OTP બટન પર ક્લિક કરો.
  3. તમારા ચાલુ મોબાઈલ નંબર પર OTP આવશે તે દાખલ કરી ને Validate બટન પર ક્લિક કરો.
  4. બસ આટલું કરો એટલે તમારા આધારકાર્ડ પર નોંધાયેલા મોબાઈલ નંબરોની યાદી દેખાશે.

તમારા નામ પર લીધેલ સીમકાર્ડ બંધ કઈ રીતે કરવા ?

તમારા આધારકાર્ડ પર બીજા મોબાઈલ નંબર ચાલુ છે તે બંધ અથવા બ્લોક કરવા માટે આપેલ પ્રક્રિયા અનુસરો:

  1. સૌથી પહેલા (ઉપરના સ્ટેપ બતાવ્યા મુજબ) તમારા આધારકાર્ડ પર નોંધાયેલા મોબાઈલ નંબરોનું લીસ્ટ ચેક કરો.
  2. પછી તમે “Name of user” મા તમારું નામ લખો. (આધાર કાર્ડમાં જે નામ છે તે લખવું)
  3. ત્યારબાદ, લીસ્ટમાં તમે જે નંબર બંધ કરવા ઈચ્છો છો તે નંબર આગળ ટિક કરો.
  4. પછી “Not required” પર ક્લિક કરો અને report બટન પર ક્લિક કરો.
SIM કાર્ડ ચેક કરવા માટે: અહી ક્લિક કરો
રિપોર્ટ કરેલ નંબરનું સ્ટેટસ ચેક કરવા માટે: અહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ: અહી ક્લિક કરો

સારાંશ

આ આર્ટિકલમાં તમારા આધારકાર્ડ પર કેટલા સિમ કાર્ડ ચાલુ છે? તે સીમકાર્ડ બંદ કઈ રીતે કરી શકાય? તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો Comment કરીને પૂછી શકો છો. અમે જલદી જ તમારા પ્રશ્નનું સમાધાન આપીશું.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

નીચે આપેલા Share બટન પર ક્લિક કરીને SIM કાર્ડ વિશેની આ માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

મોબાઈલ નંબર રિપોર્ટ નું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું ?

તમે નંબર રિપોર્ટ કર્યા પછી તમારા મોબાઈલમાં tracking ID આવશે.
તે ID Track/Cancal ના બોક્ષ માં દાખલ કરી ને Track/Cancal પર ક્લિક કરો.

આધારકાર્ડ પર લીધેલ સિમકાર્ડ કઈ વેબસાઈટ પર ચેક કરી શકાય?

https://tafcop.dgtelecom.gov.in/

2 thoughts on “તમારા આધારકાર્ડ પર કેટલા સિમકાર્ડ ચાલુ છે? આ રીતે ચેક કરો”

Leave a Comment