જન્મ અને મરણનો દાખલો કાઢો ઓનલાઇન ઘરે બેઠા @eolakh.gujarat.gov.in

રાજ્યમાં બધા લોકોને જન્મના દાખલા અને મરણના દાખલા ની જરૂર પડતી હોય છે. આ દાખલા મેળવવા માટે લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય છે તેથી ગુજરાત સરકાર દ્વારા સરળતા થી દાખલા મેળવવા માટે એક ઇ-ઓળખ નામની ઓનલાઇન પોર્ટલ શરૂ કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમે ખૂબ જ સરળ રીતે બંને દાખલા મેળવી શકો છો.

આ આર્ટિકલમાં આપણે જન્મ અને મરણના દાખલા વિશેની માહિતી મેળવીશું

 • ઇ-ઓળખ પોર્ટલ શું છે ?
 • જન્મ અને મરણના દાખલા ડાઉનલોડ કરવા માટે શું યોગ્યતા (પાત્રતા) જોઈએ ?
 • જન્મ અને મરણના દાખલા કઈ રીતે ડાઉનલોડ કરવા ?
જન્મ અને મરણનો દાખલો
જન્મ અને મરણનો દાખલો

ઇ-ઓળખ પોર્ટલ શું છે ?

જન્મની નોંધણીએ બાળકનો હક્ક છે અને તેની ઓળખ સ્થાપવા માટેનું પ્રથમ પગલું છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ હેઠળ રજીસ્ટ્રારને દરેક જન્મ અને મરણની જાણ કરવી ફરજીયાત છે. મુખ્યમંત્રીશ્રી “વિજય રૂપાણી” દ્વારા લોકોને વિવિધ સરકારી સુવિધાઓનો લાભ ઘરે બેઠા અને ધક્કા ખાધા વગર મળે તેથી આ ઇ-ઓળખ નામની એક સરકારી વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી. આ પોર્ટલ દ્વારા લોકો જન્મ અને મરણના દાખલા ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે.

જન્મ અને મરણના દાખલા ડાઉનલોડ કરવા માટે શું યોગ્યતા (પાત્રતા) જોઈએ ?

આ જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરવા માટેની પાત્રતા નીચે આપેલ છે.

 • જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
 • અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઇલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર online download કરવા સાચવી રાખવો જરૂરી છે.
 • દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર સાથે linked જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરી શકાશે.
 • જો દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર online download કરી શકાશે નહી. તેમ છતાયે કોઇ તાંત્રિક કારણોસર download કરવામાં મુશ્કેલી પડે તો, સૌ પ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જનમ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે. (સંપર્ક નંબરો નીચે પેજ માં આપેલા છે.)
 • આ રીતે, કોમ્પ્યુટરાઇઝ્ડ પધ્ધતિથી generate થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તા. ૦૫/૦૨/૨૦૨૦ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે. (ઉકત પરિપત્ર નીચે ટેબલ માં આપેલ છે.)

જન્મ અને મરણના દાખલા કઈ રીતે ડાઉનલોડ કરવા ?

જન્મ અને મરણના દાખલા ડાઉનલોડ કરવા માટે નીચે પ્રમાણે પ્રક્રિયા અનુસરો.

 1. સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ eolakh.gujarat.gov.in ઓપન કરો.
 2. ત્યારબાદ “ડાઉનલોડ સર્ટિફિકેટ” બટન પર ક્લિક કરો.
 3. નવા પેજમાં “જન્મ/મરણ”નો ઑપ્સન સિલેક્ટ કરો.
 4. ત્યારબાદ અરજી નંબર તથા મોબાઈલ નંબર અને જન્મ વર્ષ દાખલ કરો.
 5. પછી સર્ચ ડેટા બટન પર ક્લિક કરો અને જન્મ તથા મરણ પ્રમાણપત્રની PDF ફાઇલ ડાઉનલોડ કરી શકો છો.

હેલ્પલાઇન નંબર

 • જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓના સંપર્ક કરવા માટે અહી ક્લિક કરો

અગત્યની લિંક

પરિપત્ર PDF : અહી ક્લિક કરો
જન્મનો દાખલો ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો
મરણનો દાખલો ડાઉનલોડ કરવા માટે : અહી ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ : eolakh.gujarat.gov.in

સારંશ

જન્મ અને મરણનો દાખલો કાઢવા વિશેની આ માહિતી તમને પસંદ આવી હશે. અન્ય કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખીને અમને જણાવી શકો છો.

આવી અન્ય મહત્વપૂર્ણ માહિતી મેળવતા રહેવા માટે આમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

જન્મ અને મરણના પ્રમાણપત્ર મેળવવા ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

eolakh.gujarat.gov.in

બાળકના જન્મની નોધણી કેટલા દિવસમાં કરાવવી જોઇએ ?

બાળકનો જન્મ થાય એના 21 દિવસમાં જન્મની નોંધણી કરાવવી ફરજિયાત છે.

2 thoughts on “જન્મ અને મરણનો દાખલો કાઢો ઓનલાઇન ઘરે બેઠા @eolakh.gujarat.gov.in”

 1. 2000 ની સાલ પહેલાના પણ દાખલા મળી રહેશે આ site પ્રથમ
  મારે 1998 ની સાલ છે તો મળી રહેશે
  તે સમયે તો mobile હતા નય

  Reply

Leave a Comment