હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, જાણો કારણ

આપણે ઓનલાઈન પેમેન્ટ (UPI) કરીએ તે બિલકુલ ફ્રી છે પરંતુ હવે ATMમાંથી પૈસા ઉપાડવા માટે તમે પહેલા જે ચાર્જ ચૂકવતા હતા તેનાથી વધુ ચાર્જ ચૂકવવો પડશે. પૈસા ઉપાડવાની મર્યાદા પછી કરવામાં આવેલા દરેક ટ્રાન્ઝેક્શન માટે બેંક તમારી પાસેથી પહેલા કરતા વધુ ચાર્જ લેશે. દેશની બધીજ મોટી સરકારી અને ખાનગી બેંકોએ ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ઘણા બદલાવ કર્યા છે. બેંકો હવે પૈસા ઉપાડવાના નામે 15 થી 25 રૂપિયા સુધી વસૂલી રહી છે.

આપણે આ આર્ટિકલમાં ATM ચાર્જ વિશે જાણીએ કે,

  • ATM માંથી પૈસા ઉપાડવાના ચાર્જ કેટલો હોય છે ?
  • મેટ્રો શહેર કેટલા અને કયાં છે ?
  • ATM માંથી પૈસા ઉપાડવાના ચાર્જથી છુટકારો કેવી રીતે મેળવવો ?

ATM માંથી પૈસા ઉપાડવાના ચાર્જ કેટલો હોય છે ?

જો તમે મેટ્રો શહેરોમાં કાર્ડનો ઉપયોગ કરો છો તો અહીં મફત વ્યવહારોની સંખ્યા 3 સુધી મર્યાદિત છે. જો તમે 3 થી વધારે વાર ઉપયોગ કરો છો તો દરેક બેંક પૈસા ઉપાડવા માટે 10 રૂપિયા ચાર્જ કરે છે. જો તમે અન્ય બેંકના ATM પર વ્યવહાર કરો છો તો SBI 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન ફી લે છે. આ સિવાય ગ્રાહક પાસેથી GST પણ વસૂલવામાં આવે છે.

જો તમે નોન-મેટ્રો શહેરોમાં કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમે મફત વ્યવહારોની સંખ્યા 5 સુધી મર્યાદિત છે. પણ જો 5 થી વધારે ઉપયોગ કરો છો તો, દરેક બેંક પૈસા ઉપાડવા માટે 10 રૂપિયા ચાર્જ કરે છે. જો તમે અન્ય બેંકના એટીએમમાંથી ટ્રાન્ઝેક્શન કરો છો, તો મેટ્રો શહેરોમાં 3 ફ્રી ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો સિટીમાં 5 ફ્રી ટ્રાન્ઝેક્શનનો નિયમ છે.

મેટ્રો શહેર કેટલા અને કયાં છે ?

ભારતમાં 6 મેટ્રો શહેર છે. અને આ શહેરોમાં બેંકના ATM માંથી પ્રથમ 3 ટ્રાન્ઝેક્શન બિલકુલ ફ્રી છે. આ 6 શહેરોની નીચે યાદી આપેલ છે.

  1. મુંબઈ
  2. દિલ્હી
  3. ચેન્નાઈ
  4. કોલકાતા
  5. બેંગ્લોર
  6. હૈદરાબાદ

આમાં નાણાકીય અને બિન-નાણાકીય વ્યવહારો બંનેનો સમાવેશ થાય છે. જ્યારે નોન-મેટ્રો શહેરોમાં ATM માંથી 5 વખત સુધી પૈસા ઉપાડી શકાશે. નિર્ધારિત મર્યાદા પછી મેટ્રો શહેરોમાં નાણાકીય વ્યવહારો માટે 20 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 8.50 રૂપિયા બિન-નાણાકીય વ્યવહાર તરીકે ચૂકવવા પડતા હતા. જે હવે વધારીને 21 રૂપિયા કરવામાં આવી છે. એટીએમ મશીનની સ્થાપના અને જાળવણી સાથે સંકળાયેલા ખર્ચને કારણે ટ્રાન્ઝેક્શન ફી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ATM માંથી પૈસા ઉપાડવાના ચાર્જથી છુટકારો કેવી રીતે મેળવવો ?

જો તમે આ ચાર્જની ઝંઝટમાંથી બહાર આવવા માંગતા હોવ, તો તમે ICICI બેંક “વેલ્થ એકાઉન્ટ” નો ઉપયોગ કરી શકો છો કારણ કે આ ખાતામાં તમારે ડેબિટ કાર્ડની વાર્ષિક ફી ચૂકવવાની રહેશે નહીં, અને જો તમે ICICI બેંકના ATMમાંથી પૈસા ઉપાડશો તો તમારી પાસેથી એક રૂપિયો પણ ચાર્જ લેવામાં આવશે નહીં. જો કે, જો તમે અન્ય બેંકના ATM માંથી પૈસા ઉપાડો છો, તો તમારે આ ફી ચૂકવવી પડશે.

અન્ય માહિતી

ATM માંથી પૈસા ઉપાડવાના ચાર્જ વિશે આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

આવીજ ઉપયોગી મહત્વની માહિતી જાણવા માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

Leave a Comment