હવે 7/12, 8A ઉતારા જુઓ તમારા મોબાઇલમાં, આ રીતે જોઈ શકશો Anyror પરથી ઉતારા

AnyROR ઉતારા 2022: દરેક ખેડૂત કે જમીનધારકને અવારનવાર ઉતારાની જરૂર પડતી હોય છે. ક્યારેક તો માત્ર જાણકારી માટે પણ 7/12, 8અ ઉતારા કાઢાવવાની જરૂર ઊભી થાય છે. ત્યારે સમય કાઢીને પણ ઉતારા કઢાવવા માટે નજીકની ગ્રામ પંચાયત કે VC ની મુલાકાત લેવી પડે છે. પણ હવે તમારે ગ્રામ પંચાયત સુધી જવાની જરૂર નહિ પડે, તમે ઘરે બેઠા જ તમારા મોબાઇલ માં જ 7/12, 8અ અને અન્ય બધા જ પ્રકારના ઉતારા જોઈ શકશો.

આ આર્ટિકલમાં Anyror પરથી કઈ રીતે 7/12 અને 8 અ ઉતારા કાઢવા? કઈ રીતે તમારા મોબાઇલમાંથી જ ઉતારા ડાઉનલોડ કરવા? તે અંગેની સંપૂર્ણ માહિતી આપેલ છે.

7/12 અને 8-અ શું છે?

7/12 અને 8-અ એ એક દસ્તાવેજ છે જેમાં સર્વે નંબર, જમીન માલિક અને ખેડૂતની વિગતો, ખેતીનો પ્રકાર અને જમીનનો વિસ્તાર જેવી માહિતી શામેલ છે. તે સરકાર દ્વારા આપવામાં આવેલી લોનની રકમ અને કોને રકમ ચૂકવવામાં આવી છે તેની વિગતો પણ આપે છે.

તમે anyror.gujarat.gov.in પર ગુજરાત લેન્ડ રેકોર્ડ્સ અથવા AnyROR Gujarat 7 /12 અને 8A ઓનલાઇન તપાસી શકો છો. તમે આ વેબસાઈટ પરથી ROR, જમીન રેકોર્ડ પ્રમાણપત્ર વગેરે પણ મેળવી શકો છો.

7/12 અને 8-અ રેકોર્ડ કઈ રીતે ચેક કરવો ?

તમારા 7/12 અને 8-અ ઉતારાની વિગત ઓનલાઈન ચેક કરવા માટે નીચે આપેલા સ્ટેપ અનુસરો: 

 1. સૌથી પહેલા Anyror ની ઑફિસિયલ વેબસાઈટ https://anyror.gujarat.gov.in/ પર જાઓ.
 2. હોમ પેજ પર વ્યુ લેન્ડ રેકોર્ડ – ગ્રામીણ કે શહેરી પર ક્લિક કરો.
 3. ત્યારબાદ વ્યું VF 7/12 કે 8-અ વિગતો પસંદ કરો.
 4. હવે, જિલ્લો, તાલુકા, ગામ અને કેપ્ચા દાખલ કરો.
 5. છેલ્લે, રેકોર્ડ વિગતો મેળવો પર ક્લિક કરો એટલે તમારી સામે જે તે ઉતારો આવી જશે.

7/12 અને 8-અ ઉતારા કેવી રીતે ડાઉનલોડ કરવા ?

AnyRoR Gujarat વેબસાઈટ 7/12 અને 8-અ ઉતારાને ઓનલાઇન ડાઉનલોડ કરવાની સુવિધા પણ આપે છે, નીચેના સ્ટેપ અનુસરી ઉતારા ડાઉનલોડ કરી શકાશે :

 1. સૌથી પહેલા Anyror ની ઓફિસિયલ વેબસાઈટ https://anyror.gujarat.gov.in/ પર જાઓ
 2. તમારી સામે ખુલેલ હોમ પેજ પર વ્યુ લેન્ડ રેકોર્ડ – ગ્રામીણ કે શહેરી પર ક્લિક કરો.
 3. હવે, વ્યુ VF 7/12 કે 8-અ વિગતો પસંદ કરો.
 4. જિલ્લો, તાલુકા, ગામ પસંદ કરો અને કેપ્ચા દાખલ કરો.
 5. રેકોર્ડ વિગતો મેળવો પર ક્લિક કરો અને પછી ડાઉનલોડ કરો.

Anyror પર શું શું જોઈ શકાય છે?

Anyror વેબસાઈટ પર જઈ તમે નીચે આપેલી બધી જ વિગતો જોઈ શકો છો :

 • ઈ- ચાવડી
 • જુના અને નવા 7/12, 8-અ અને 6 હકકપત્રક
 • હકકપત્રક ફેરફાર માટે 135- D નોટિસ
 • જુના અને નવા સર્વે નંબર અંગેની માહિતી
 • વર્ષ અને મહિના પ્રમાણેની નોંધ
 • જમીન રેકોર્ડને લગતા કેસ

7/12 અને 8-અ માટે Important Links

શહેરી જમીનનો રેકર્ડ ચેક કરવા માટે: અહી ક્લિક કરો
ગ્રામ્ય જમીનનો રેકર્ડ ચેક કરવા માટે:  અહી ક્લિક કરો
7/12 અને 8-અ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે:  અહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ https://anyror.gujarat.gov.in/

Anyror Helpline Number

આ 7/12 અને 8-અ અંગેની કોઈપણ સમસ્યા માટે તમે અહી ક્લિક કરી હેલ્પલાઇન નંબર મેળવી શકો છો.

Final Words

આ આર્ટિકલમાં બિલકુલ સરળ ભાષામાં અને સહજ રીતે Anyror પરથી 7/12 અને 8 અ ઉતારા જોવા અને ડાઉનલોડ કરવા વિશે માહિતી આપી છે. આ આર્ટિકલમાં કઈ ઉમેરવા જવું હોય કે આ માહિતી અંગે કઈ પ્રશ્ન હોય તો અમને Comment માં લખી જરૂરથી જણાવશો.

આવી અન્ય માહિતી માટે WhatsApp અને Telegram ના માધ્યમથી અત્યારે જ અમારી સાથે જોડાઈ જાઓ. અહીં આપેલા બટન પર ક્લિક કરીને આ યોજના વિશેની માહિતી તમારા મિત્રો અને ગ્રુપમાં Share કરો જેથી કોઈકને ઉપયોગી બની શકે.

જોડાઓ WhatApp ગ્રુપમાં Click Here
જોડાઓ Telegram ચેનલમાં Click Here

FAQs

AnyRoR Gujarat પર જમીનનો નકશો ઓનલાઈન કેવી રીતે ચકાસી શકાય?

AnyROR વેબસાઇટની મુલાકાત લો. ગુજરાત મહેસૂલ વિભાગની વેબસાઈટ પર જાઓ. હોમ પેજ પર, Village Maps પર ક્લિક કરો. ગામડાના નકશા વિભાગ હેઠળ જિલ્લાઓની સૂચિ મળી શકે છે. તમે તમારી પસંદગીના જિલ્લા પર ક્લિક કરીને નકશા ડાઉનલોડ કરી શકો છો.

7/12 અને 8-અ ઓનલાઈન કઈ વેબસાઇટ પર તપાસી શકાય?

https://anyror.gujarat.gov.in/

anyror પર ઉતારા જોવા માટે કોઈ ફી આપવી પડશે ?

ના, ઉતારા જોવા માટે કોઈ ફી આપવાની જરૂર નથી.

આ માહિતી Share કરો:

Leave a Comment

જોડાઓ અમારા WhatsApp ગ્રુપમાં Click Here