રાઘવજી પટેલ દ્વારા કૃષિ યુનર્વિસટી અને કામધેનુ યુનિવર્સિટી માં 2197 જગ્યાઓમાં ભરતીની જાહેરાત

કૃષિ યુનર્વિસટી: ગુજરાત રાજ્યમાં ઘણાં સમયથી રોજગારી મુદ્દે આંદોલનો ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકારે કૃષિ યુનર્વિસટીમાં ભરતી કરવા માટેની એક પછી એક પ્રક્રિયા હાથ ધરી દીધી છે.

રાઘવજી પટેલ દ્વારા કરવામાં આવેલ ભરતીની જાહેરાત

  • રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટી અને કામધેનુ યુનિવર્સિટીમાં વિવિધ સંવર્ગની 2197 જગ્યા તાત્કાલિક ભરવાનો નિર્ણય લીધો છે. ભરતી યુનિવર્સિટી કક્ષાએથી તેમ સૂત્રોનું કહેવું છે. કૃષિ વિભાગે તમામ ભરતી એક જ સ્થળથી કેન્દ્રીય પદ્ધતિથી થાય તેવું સૂચન યુનિવર્સિટીઝને કર્યું છે, પણ યુનિવર્સિટીઝ સ્વતંત્ર હોય છે એટલે તે શું નિર્ણય લેશે તેના પર ભરતી કઈ રીતે થશે તેનો આધાર છે.
  • રાજ્યની આણંદ, નવસારી, જૂનાગઢ, સરદાર દાંતીવાડા અને કામધેનુની શૈક્ષણિક અને બિનશૈક્ષણિક જગ્યાઓ પર ભરતી કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
  • કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, રાજ્યના યુવાનોને સરકારી સેવા દ્વારા જનહિતલક્ષી કાર્યો કરવાનો લાભ મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે, જે અનુસંધાને રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટીની વિવિધ સંવર્ગની 2197 તાત્કાલિક ભરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ ભરતીમાં શૈક્ષણિક સંવર્ગની 853 અને બિનશૈક્ષણિક વર્ગની 1344 જગ્યાઓ મળીને કુલ 2197 જગ્યાઓ ભરવાનું નક્કી કર્યું હતું.
  • મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યની 4 કૃષિ અને કામધેનુ યુનિવર્સિટીના કુલપતિઓની 14 મી સપ્ટેમ્બરે એક બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. આ બેઠકમાં ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં ભરતી સાથે પોલિટેકનિક, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમોમાં પ્રવેશ ફાળવવાની સમીક્ષા પા કરવામાં આવી હતી. બેઠકમાં નવી ભરતીથી ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ, રોપા, કલમો સહિતની કૃષિલક્ષી વસ્તુઓ સરળતાથી મળી રહે અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ઝડપ થશે તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવી હતી.

કઈ યુનિવર્સિટીમાં કેટલી જગ્યાઓ ભરાશે ?

રાજ્યમાં 2197 જગ્યાઓ માંથી કઈ કૃષિ યુનર્વિસટીમાં કેટલી જગ્યાઓ ભરાશે તે નીચે ટેબલમાં આપેલ છે.

યુનિવર્સિટી શૈક્ષણિક બિન શૈક્ષણિક
આણંદ કૃષિ યુનર્વિસટી 174 280
જૂનાગઢ કૃષિ યુનર્વિસટી 248 272
નવસારી કૃષિ યુનર્વિસટી 80 96
દાંતીવાડા કૃષિ યુનર્વિસટી 196 510
કામધેનુ યુનર્વિસટી 155 186
કુલ 853 1344

અન્ય માહિતી

કૃષિ યુનર્વિસટીમાં ભરતીની અહી આપેલ માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

ઉમેદવારોને ઉપયોગી મહત્વની માહિતી તથા સરકારની યોજનાઓ માટે ખાસ અમારા WhatsApp ગ્રુપ અને Telegram ચેનલમાં જોડાઓ. અમારી સાથે જોડાવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો.

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા: અહી ક્લિક કરો.

અમારી Telegram ચેનલમાં જોડાવા: અહી ક્લિક કરો.

FAQs (વારંવાર પૂછાતા પ્રશ્નો)

આણંદ કૃષિ યુનર્વિસટી ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?

http://www.aau.in/

જૂનાગઢ કૃષિ યુનર્વિસટી ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?

http://www.jau.in/

નવસારી કૃષિ યુનર્વિસટી ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?

https://nau.in/index

દાંતીવાડા કૃષિ યુનર્વિસટી ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?

http://www.sdau.edu.in/

Leave a Comment